શિક્ષકો આનંદો: રાજ્ય સરકારે જૂનો પરિપત્ર રદ કરતા શિક્ષકોને મળશે આટલો ગ્રેડ પે, વધુમાં જાણી લો તમે પણ

આખરે લાંબા સમયથી ચાલતા શિક્ષકોના આંદોલનનો સુખદ અંક આવ્યો છે. 4200 ગ્રેડ પે ને લઈને સરકારે શિક્ષકોની માગ સ્વિકારી લેતા જૂનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી છે.

image source

છેલ્લા કેટલાક સમયથી 4200 ગ્રેડ પે આપવાની પ્રાથમિક શિક્ષકોની માગ હતી. ત્યારે આજે પ્રાથમિક શિક્ષણ સંઘ અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ડે. સીએમ નીતિન પટેલ સાથે થઇ હતી. આ બેઠકમાં 4200 ગ્રેડ પે બાબતે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકોના ગ્રેડ પેમાં રાજ્ય સરકારે સુધારો કર્યો છે. નોંધનિય છે ગ્રેડ પે ના વિવાદને લઈને રાજ્યના શિક્ષકો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હતા. જેમાં થોડા દિવસથી તેમના બાળકો અને વડિલો પણ જોડાયા હતા.

રાજ્યના 65 હજાર શિક્ષકોને ફાયદો થશે

image soucre

આ અંગે ડે. સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવ્યો છે. લાંબી ચર્ચાના અંતે પ્રશ્રનોનો નિકાલ લવાયો છે. શિક્ષકોના પ્રશ્નોનું સરકાર હંમેશા નિરાકરણ લાવે છે. ત્યારે હવે 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી 9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે. રાજ્યના 65000 શિક્ષકોને લાભ મળશે. તમને જણાવી દઈએ કે ગુજરાત શિક્ષણ વિભાગ હસ્તક 1 લાખ 90 હજાર કરતાં વધુ શિક્ષક ભાઈઓ પ્રાથમિક શિક્ષણની કામગીરી કરે છે અને આ બધાજ શિક્ષકો પ્રાથમિક શાળામાં લાખો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. જેમનો રાજ્યના બે સંઘ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

2800ને બદલે મળશે 4200 રૂપિયા

image source

જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બીજુ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય આ બંને સંઘોએ શિક્ષકોના પ્રશ્નોની જરૂરિયાત પ્રમાણે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરી બેન દવે સાથે ચર્ચાઓ કરી હતી. ત્યાર બાદ સરકારે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ચર્ચા કરવામાં આવી હતી. એ પ્રમાણે આજે વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરીને રાજ્ય સરકારે 16-07-2020થી જે ઠરાવ સ્થગિત કર્યો હતો એ ઠરાવ હવે રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી શિક્ષકોને 4200 રૂપિયાનું પગાર ધોરણ આપવાનો જે પ્રશ્ન હતો તેનું યોગ્ય રીતે નિરાકરણ આવ્યું છે. જે શિક્ષકો 2800 રૂપિયાના પગાર ધોરણમાં આવતાં હતાં તેમને હવે 4200 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવશે. હવે આ પરિપત્ર રદ થવાથી રાજ્યના 65 હજાર શિક્ષકોને ફાયદો થશે.

પ્રમોશન માટે નહિ લેવાય કોઈ પરીક્ષા

image soucre

આ અંગે નિતિન પટેલે કહ્યું કે, હવે પ્રમોશન માટે કોઈ પરીક્ષા લેવાની નહીં રહે. નાણા, શિક્ષણ અને સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શ કર્યુ હતું. 4200 ગ્રેડ પે મામલે વારંવાર રજૂઆતો થઈ હતી. શિક્ષણ સંઘોએ CM સમક્ષ રજૂઆતો કરી હતી. 2019ના ઠરાવથી ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. મહત્વનું છે કે, આનાથી પ્રાથમિક શાળાના શિક્ષકોને લાભ મળશે.

4200 ગ્રેડ પે નો વિવાદ શું હતો?

image soucre

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં 9 વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. પરંતુ ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર કર્યો હતો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષકોની ભરતી થઈ છે તેમને નોકરીના 9 વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે મળશે. સરકારે ગ્રેડ પે ઘડાડી દેતાં સમગ્ર રાજ્યના 65 હજારથી વધુ શિક્ષકોને અસર થશે એવું શિક્ષકોએ જણાવ્યું હતું. આ માટે શિક્ષણ સંઘ પણ વિવિધ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે બનતા તમામ પ્રયાસો કરી ચૂક્યું છે. આ મુદ્દે શિક્ષકોએ સોશિયલ મીડિયામાં પણ એક અભિયાન ચલાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ