BIG NEWS: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો, કૃષિ બિલ રદ કરવાની માગ પર અડગ

કૃષિ બિલ પાછું ખેંચવાની માંગ પર અડગ રહેતાં ખેડુતોને આજે સરકાર તરફથી લેખિત દરખાસ્ત મળી હતી, જેને ખેડુતેએ ફગાવી દીધી છે. સરકારે એમએસપી, મંડી સિસ્ટમ પર સરકારે કેટલાક સુધારા સૂચવ્યા હતા. ખેડૂત નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે દેશભરમાં આંદોલનને વધુ તીવ્ર બનાવીશું. નોંધનિય છે કે ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 14મો દિવસ છે. છ વાર વાતચીત કર્યા પછી સરકારે આજે કાયદામાં ફેરફારના 10 મુદ્દા લખીને પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ ખેડૂતોએ આ પ્રસ્તાવને પણ ફગાવી દીધો છે. તેઓ કૃષિ બિલને રદ કરવાની માંગ પર અડગ છે.

સરકાર સાથેની ચર્ચામાં ન આવ્યું કોઈ સકારાત્મક પરિણામ

આ અંગે ખેડૂતોનું કહેવું છે કે હવે સમગ્ર દેશમાં આંદોલનને ઝડપી બનાવાશે. કેબિનેટના નિર્ણયોની માહિતી આપવા માટે સરકારના ત્રણ મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં ખેડૂતોને મોકલવામાં આવેલા પ્રસ્તાવ વિશે પુછવામાં આવ્યું તો સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જવાબ આપ્યો કે, જ્યારે એક અંતિમ તબક્કાની વાતચીત થઈ રહી હોય, તો આ વર્ક-ઈન-પ્રોગ્રેસ માનવામાં આવે છે. તેની રનિંગ કોમેન્ટ્રી ન થઈ શકે. ખેડૂતોના મુદ્દા પર સરકાર સંવેદનશીલ છે. સરકારે ખેડૂતો સાથે 6 વખત ચર્ચા કરી છે. આશા છે હવે આ છેલ્લી વખત હશે.

શું કહ્યું ખેડૂતોએ ?

image soucre

ઓલ ઈન્ડિયા ખેડૂત સભાના મહાસચિવ હન્નાન મોલાએ કહ્યું કે, સરકાર જો સુધારાની વાત કરી રહી છે, તો અમારો જવાબ સ્પષ્ટ છે. સુધારો નહીં પણ, કાયદો પાછો લેવાનો લેખિતમાં વિશ્વાસ મળશે તો જ વિચારીશું. સરકારની ચિઠ્ઠી આવશે અને અમને પોઝિટીવ લાગશે તો જ આવતીકાલે મીટિંગ કરીશું.

અમિત શાહ સાથે થયેલી મિટિંગનું ન આવ્યું કોઈ પરિણામ

image soucre

અમિત શાહ સાથે બેઠક માટે 5 ખેડૂત નેતાઓને બોલાવવામાં આવ્યા હતા, પછી 13 મળ્યા. અમુક ખેડૂતોએ એવું કહીને વિરોધ કર્યો કે એક દિવસ પહેલાં બેઠક શા માટે અને 40ની જગ્યાએ 13 સભ્યો જ કેમ? બેઠક પહેલાં શાહના ઘરે હતી, છેલ્લી ઘડીએ સમયમાં સ્થળ બદલીને ICAR ગેસ્ટ હાઉસ નક્કી કરી દેવાઈ. એવામાં 2 ખેડૂત બેઠકમાં જોડાઈ ન શક્યા અને બાકીના ખેડૂતોએ તેમના વગર જ ચર્ચા શરૂ કરવાનો ઈન્કાર કરી દીધો. ત્યાર પછી પોલીસે 2 ખેડૂતને અસ્કોર્ટ કરીને રાતે લગભગ 6.15 વાગ્યે લઈને આવી. મીટિંગમાં શાહ ઘણા એક્સપર્ટ્સને બોલાવી રહ્યા હતા, જે ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે કયા ફેરફારની આગળ જઈને શું અસર થશે. એમ છતાં પણ ખેડૂત નેતા તેમની આપત્તિઓ નોંધાવી રહ્યા હતા, એટલા માટે સૂચનના આધારે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. પરંતુ કોઈ નિષ્કર્સ પર આવી શકાયું ન હતું.

રિલાયન્સ જિઓના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ઘોષણા

image soucre

ખેડૂત નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ‘દિલ્હી અને આસુપાસના રાજ્યોથી ‘ચલો દિલ્હી’ નો નારો બુલંદ કરવામાં આવશે. અન્ય રાજ્યોમાં પણ અનિશ્ચિત સમય માટે ધરણા ચાલુ રાખવામાં આવશે. ખેડૂત નેતા ડો દર્શન પાલે જણાવ્યું હતું કે, જયપુર-દિલ્હી હાઇવે 12 ડિસેમ્બર સુધીમાં જામ કરી દેવામાં આવશે. ખેડૂત નેતાઓએ રિલાયન્સ જિઓના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ખેડૂત આગેવાનોએ કહ્યું કે, ભાજપના નેતાઓનો દેશભરમાં ઘેરો કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ