ચા સાથે સિગરેટ પીવાથી તમે આવી જીવલેણ બીમારીને આપી રહ્યા છો આમંત્રણ, જાણો અને ચેતો

મિત્રો, ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ જોવા મળશે કે, જેને ચા પીવાનુ પસંદ ના હોય. કોઈ વ્યક્તિને બેડ ટી પસંદ હોય છે તો કોઈ વ્યક્તિને આખા દિવસમા તમે જેટલીવાર ચા આપો તેટલી વાર ચા પીવાનુ પસંદ હોય છે. દરેક ખૂણા પર તથા દરેક જગ્યાએ તમને ચાની દુકાન ખુબ જ સરળતાથી મળી જશે અને અહી આ દુકાન પર ઘણા બધા એવા લોકો પણ જોવા મળશે કે, જે દરરોજ અહી ચા પિતા હશે.

image source

ઘણા લોકો એવા હોય છે કે, જે આખા દિવસમા ૧૦-૧૫ વખત ચા પીતા હોય છે પરંતુ, તે લોકો એ નથી જાણતા કે, આ રીતે કરવામા આવતુ ચા નુ સેવન તમારા સ્વાસ્થ્ય પર કેવી ખરાબ અસર પાડી શકે છે? વધુ પ્રમાણમા ચા પીવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ એક એવી આદત છે કે, જે તમારા જીવનને જોખમમા મૂકી શકે છે. તેથી, શક્ય બને તો સમયસર આ ટેવમા સુધારો કરવો અત્યંત આવશ્યક છે.

image source

એવા ઘણા લોકો છે કે, જે ચા સાથે સિગરેટ પીવાનુ પણ પસંદ કરતા હોય છે પરંતુ, તે નથી જાણતા કે તેમની આ આદત તેમના સ્વાસ્થ્ય માટે નકારાત્મક સાબિત થઇ શકે છે. આ આદત ધરાવતા લોકોમા સ્વાસ્થ્ય સંબંધિત અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જો તમે પણ આ લોકોમાના એક છો, તો તમે અનેકવિધ ગંભીર બીમારીઓના શિકાર બની શકો છો. વૈજ્ઞાનિકોનુ માનવુ એવુ છે કે, ચા સાથે સિગરેટ પીવાથી કેન્સર થવાની સંભાવનાઓમા વૃદ્ધિ થતી જાય છે.

image source

એવુ કહેવામા આવે છે કે, આ આદત ધરાવતા લોકોમા કેન્સર થવાની સંભાવના ૩૦ ટકા જેટલી વધી જાય છે. તેથી, હંમેશા આ આદતથી શક્ય તેટલુ અંતર બનાવીને રાખવુ જોઈએ કારણકે, ચામા પુષ્કળ માત્રામા ટોક્સીન્સ સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઇ શકે છે. આનાથી તમને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. તેથી, જો શક્ય બને તો ચા સાથે સિગરેટનુ સેવન કરવાની ભૂલ ક્યારેય પણ કરશો નહીં.

image source

એક સંશોધનમા એવુ પણ જાણવા મળ્યુ છે કે, ગ્રીન ટી અને સિગરેટ સાથે પીવાથી લોકોમા ચિંતા ઓછી થઈ જાય છે કારણકે, તે ન્યુરોટ્રાન્સમીટર રીસેપ્ટરમાં દખલ કરે છે. તેમાં જોવા મળતો એલથિનાઇન નામનો એમિનો એસિડ શરીરની અસ્વસ્થતા ઘટાડવામા સહાયરૂપ સાબિત થાય છે તેમજ તે તમારુ ધ્યાન અને એકાગ્રતા વધારવામા પણ સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય ગ્રીન ટી એ તમારા શરીરની ચરબી ઘટાડે છે, જેના કારણે તમારુ વજન પણ નિયંત્રણમા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત