ઘર બેઠા આ રીતે બનાવો લીંબુનું ફેશિયલ પેક, અને સ્કિનને લગતી તમામ સમસ્યાઓમાંથી મેળવો છૂટકારો

મિત્રો, લીંબુ એ કોઈપણ વ્યક્તિના ઘરના રસોઇઘરમાંથી સરળતાથી મળી આવે છે. તેનો ઉપયોગ લગભગ દરેક વ્યક્તિના ઘરમા થતો જ હોય છે. આ વસ્તુ એકદમ સસ્તી અને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેમા પુષ્કળ માત્રામા ગુણો છુપાયેલા હોય છે, જેના વિશે તમે જાણતા પણ નથી. મોટાભાગના લોકો પોતાની ચરબી અને અપચો બર્ન કરવા માટે લીંબુનો ઉપયોગ કરે છે.

image source

તમને સાંભળીને વિશ્વાસ નહિ આવે કે, આ વસ્તુનો ઉપયોગ તમે તમારી સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, તમારે લીંબુ ખરીદવા માટે વધારે પડતા પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. તમે સરળતાથી આ વસ્તુને બજારમા મેળવી શકો છો. આ વસ્તુના ઉપયોગથી તમારી ત્વચા હંમેશા ચમકતી રહેશે, તો ચાલો જાણીએ કેવી રીતે?

image source

તમારી ત્વચાને ટોનીંગ કરવી એ ફેશિયલનુ સૌથી પહેલુ પગલુ માનવામા આવે છે. જોકે, મોટાભાગે સ્કિન ટોનિંગ માટે ગુલાબજળનો ઉપયોગ થાય છે પરંતુ, તમે ઘરેબેઠા લીંબુની મદદથી સ્કિન ટોનર બનાવીને પણ તમારી ત્વચાને આકર્ષક બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા લીંબુનો રસ કાઢી લો. ત્યારબાદ લીંબુની છાલને પાણીમા ઉકાળો.

image source

આ લીંબુની છાલ પાણીમા ઉકાળવાથી તે ખૂબ જ મુલાયમ થઈ જશે અને જ્યારે તે પાણી ઉકળવા લાગે છે તો પછી તેને ચાળણીથી ગાળી લો. ત્યારબાદ હવે તમે આ પાણીને ટોનર તરીકે પણ વાપરી શકો છો. આ સિવાય તમારી ત્વચાને સારી રીતે સ્ક્રબ કરો. ત્યારબાદ ત્વચાને સ્ક્રબ કરવાથી છિદ્રોમા એકત્રિત થતી ગંદકી બહાર આવે છે.

image source

આ સિવાય તેના કારણે મૃત ત્વચાના પડને પણ દૂર કરી શકાય છે. આ સિવાય ફેશિયલ માટે લીંબુની મદદથી સ્ક્રબ પણ તૈયાર કરી શકાય છે. લીંબુના દાણાને એક જગ્યાએ સંગ્રહિત કરો અને તેને ગ્રાઇન્ડ કરો. ત્યારબાદ તેની બરછટ પેસ્ટ તૈયાર કર્યા પછી હવે તેમા થોડુ મધ ઉમેરીને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ચહેરા પર લગાવો અને તેને સારી રીતે સ્ક્રબ કરો.

image source

આ ફેશિયલનુ ત્રીજુ પગલુ ફેસપેક છે. આ માટે તમે ઘરના લીંબુમાંથી ખૂબ જ સારુ એવુ ફેસપેક તૈયાર કરી શકો છો. આ માટે સૌથી પહેલા લીંબુની છાલ ઉકાળો અને ત્યારબાદ તેનો પલ્પ એકત્રિત કરો. ત્યારબાદ તેમા મધ ઉમેરો અને તેને ચહેરા પર લગાવો. ત્યારબાદ ૨૦ મિનિટ સુધી તેને તમારા ચહેરા પર લગાવી રાખો અને શુધ્ધ પાણીથી ધોઈ લો. આ ઉપાય અજમાવવાથી તમારો ચહેરો એકદમ સુંદર અને આકર્ષક બનશે અને તમારી ત્વચામા એક અલગ જ પ્રકારનો નિખાર જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત