વાળને મજબૂત, ચમકદાર અને સુદંર બનાવવા જરૂરથી કરો આ કામ, તરત જ મળી જશે રિઝલ્ટ

મિત્રો, જો તમારા વાળ એકદમ શુષ્ક, ભૂખરા કે નિર્જીવ બની જતા હોય છે તથા તેનુ તૂટવાનુ પ્રમાણ પણ વધુ પડતુ રહેતુ હોય છે અને તેના કારણે આગળનો ભાગ શુષ્ક અને બે મોઢાવાળો રહેતો હોય તો તેમા કોઈપણ પ્રકારની ચમક રહેતી નથી. જો વાળને યોગ્ય રીતે વોશ કરવામા ના આવે તો તેના કારણે વાળ ચોંટીને ગૂંચાઈ જાય છે અને તેના કારણે વાળ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવે છે.

image source

સામાન્ય રીતે વાળ એ ચમકતા, લચીલા, મજબૂત, નરમ અને રેશમી હોય છે, જેને ઓળાવવા પણ એકદમ સરળ બને છે કારણકે, આ પ્રકારના વાળ ક્યારેય પણ ગૂંચવાતા નથી અને ના તો તે જલદી ખરે છે. નોર્મલ વાળને અઠવાડિયામા એકાદ વાર હળવુ શેમ્પૂ, અરીઠા, શિકાકાઈ કે આમળાથી વોશ કરવામા આવે તો તે તુરંત ગંદા થતા નથી.

image source

આ સિવાય મિક્સ વાળના મૂળની આસપાસની જગ્યા એ ચીકાશવાળી તથા તૈલીય હોય છે, તેથી વાળમા ખોળો પડી જવાની ફરિયાદ વધુ પડતી રહે છે. આ પ્રકારના વાળમા જરાપણ ચમક હોતી નથી. આ પ્રકારના વાળમા એન્ટિ-ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરતા રહેવુ જોઈએ. અઠવાડિયામા આવા વાળને ત્રણ વખત તો શેમ્પૂથી જરૂર ધોવા જોઈએ અને ત્યારબાદ કંડિશનરનો પણ ઉપયોગ કરો.

image source

આ ઉપરાંત ઓઈલી વાળ એ ખુબ જ ચીકણા હોય છે. આ પ્રકારના વાળને તમે તમારી મન મુજબની સ્ટાઈલમા ઢાળી શકો નહિ. વાળના મૂળમા જ્યારે ચીકણો પદાર્થ વધારે પડતો એકત્રિત થઇ જાય ત્યારે તેની વિશેષ સાર-સંભાળ રાખવી જોઈએ. આ ઓઈલી વાળને અઠવાડિયામા ત્રણ વખત કોઈ સારા શેમ્પૂ, આમળા, અરીઠા કે શિકાકાઈથી વોશ કરવા. શેમ્પૂ કર્યા પછી વાળને ઠંડા પાણીથી વોશ કરો એટલે તમારા વાળની ઓઈલીનેસ ઘટશે અને તમારા વાળ એકદમ સુંદર અને આકર્ષક બનશે.

image source

આ સિવાય જો તમે બે ચમચી મેથી દાણાને બે કલાક સુધી પાણીમા પલાળી રાખો અને ત્યારબાદ તેને પીસીને વાળમા લગાવો અને ૨૦ મિનિટ પછી હૂંફાળા પાણીથી વાળ ધોઈ નાખો તો તમારા વાળ એકદમ સુંદર અને આકર્ષક બનશે. આ ઉપરાંત જો તમારા વાળ એકદમ વાળ સામાન્ય હોય તો એક ચમચી સરકો અને બે ચમચી ગ્લિસરીનને મિક્સ કરીને ભીના વાળમાં લગાવો અને ૨૦ મિનિટ પછી બે-ત્રણ વાર તમારા વાળ ધૂઓ, તમારા વાળ સુંદર અને આકર્ષક બનશે.

image source

આ સિવાય જો તમારા વાળ ઓઈલી હોય તો એક ચમચી સરકો, એક લીંબુનો રસ અને ૨૫૦ ગ્રામ પાણીમા મિક્સ કરી તેને વાળમાં લગાવો તો તમારી વાળની તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય જો તમારા વાળ શુષ્ક બને તો શેમ્પૂની જગ્યાએ કાચુ દૂધ વાળમા લગાવો અને ત્યારબાદ હૂંફાળા પાણીથી તમારા વાળ ધોઈ લો, જેથી તમારા વાળનુ સૌન્દર્ય જળવાઈ રહે છે, તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત