ટીબીના દર્દીઓ માટે મકાઇ છે ખૂબ લાભદાયક, જાણો બીજી કઇ બીમારીઓ સામે લડવાની ધરાવે છે તાકાત

મકાઈ સ્વાદની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર એ પિત્તનાશક છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે એને રાંધ્યા પછી એની પૌષ્ટિકતા વધી જાય છે. શેકેલી મકાઈમાં કેરોટીનાયડ હોય છે જે વિટામિન એનો સારો સ્ત્રોત છે. એ કેન્સરથી લડવામાં પણ મદદ કરે છે. બાફેલી મકાઈમાં ફોલિક એસિડ હોય છે જે કેન્સર જેવી બીમારી સામે લડવામાં સહાયક છે.કાચી મકાઈ મૂત્ર સંબંધિત બીમારીઓમાં દવાની જેમ કામ કરે છે. સાથે જ પાચન ક્રિયાને પણ સારી બનાવે છે. મકાઈમાં મિનરલ્સ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. એ એક સારું કોલેસ્ટ્રોલ ફાઈટર માનવામાં આવે છે જે હૃદયરોગના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ઘરેલુ નુસ્ખા.

image source

કિડનીના પથરી હોય તો એક ગ્લાસ પાણીમાં 64 મિલિગ્રામ મકાઈની ભસ્મ નાખી દો.

જો યુરિનના સમયે દુખાવો થતો હોય તો મકાઈનો ઉકાળો બનાવીને એને 15 20 મિલિગ્રામ જેટલું લેવાથી આરામ મળે છે.

image source

ટીબીના દર્દીઓ માટે મકાઈ ખૂબ જ લાભદાયક હોય છે. એમને રોજ મકાઈનો રોટલો ખાવો જોઈએ. એનાથી ટીબીની સારવારમાં ફાયદો થાય છે.
તાજી મકાઈનો પાણીમાં ઉકાળી એ પાણીને ગાળીને એમાં મીશ્રી નાખીને પીવાથી પેશાબમાં બળતરા થતી હોય તો એમાં રાહત મળે છે..

જો વાતાવરણમાં પરિવર્તનના કારણે ખાંસીથી પરેશાન હોવ તો શેકેલી મકાઈનું સેવન કરો. ખાંસીમા રાહત મળશે.

image source

મકાઈના રેસાનો ઉપયોગ પથરીની સમસ્યાને દૂર કરવામાં થાય છે. આખી રાત મકાઈના રેસાને પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને પી લો. એ સિવાય રેસાને પાણીમાં ઉકાળી એનો ઉકાળો બનાવીને પીવાથી પણ લાભ થાય છે

મકાઈના સુંવાળા રેસા દુખાવો ઓછો કરનારા અને મૂત્રને વધારનારા હોય છે. સાથે જ પથરી સિવાય સુજાક કે ગોનોરિયા અને સોજામાં પણ મકાઈનો ઉકાળો બનાવીને પીવાથી ફાયદો થાય છે.

મકાઈના દાણાનો ઉકાળો બનાવીને કમરમાંથી સ્નાન કરવાથી બવાસીરમાં પણ ફાયદો થાય છે.

image source

ખંજવાળની સમસ્યા હો તો મકાઈના સ્ટાર્ચનો ઉપયોગ કરો.

કોર્ન સ્ટાર્ચ ચહેરાની સુંદરતા પણ વધારે છે. એના પ્રયોગથી સ્કિન સુંદર અને નરમ મુલાયમ બને છે.

શરદીની સમસ્યામાં પણ મકાઈ લાભદાયી છે. મકાઈના દાણાને ખાધા પછી એને વચ્ચેથી તોડીને સુંઘો. એનાથી શરદીમાં ફાયદો થાય છે એટલે કે મકાઈ ડોડાના બંને વચ્ચેવાળા ભાગને એક સાથે નાક પાસે રાખીને જોરથી સૂંઘવાનું છે. એવું 4 5 વાર કરો. શરદીમાં રાહત મળશે.

image source

લીવર માટે મકાઈના લોટનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે એ ભરપૂર માત્રામાં રેસાથી ભરેલા હોય છે એટલે એને ખાવાથી પેટ ઠીક રહે છે. એનાથી કબજિયાત, બવાસીર અને પેટના કેન્સર થવાની સંભાવના પણ નથી રહેતી.

મકાઈના લોટમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને ગ્લુટન હોય છે જેનાથી એનું સેવન કરવાથી એ શરીરને ડાયાબિટીસ, હાઇપરટેંશન જેવી બીમારીઓથી બચાવે છે. સાથે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.

image source

બાળકોના વિકાસ માટે મકાઈ ખૂબ જ ઉપયોગી છે. તાજા મકાઈના દાણાને પીસીને એક ખાલી શીશીમાં ભરીને તાપમાં રાખો. જ્યારે એનું દૂધ સુકાઈને ઉડી જાય અને શીશીના ફક્ત તેલ રહી જાય તો એને ગાળી લો. આ તેલથી શિશુના પગ પર માલિશ કરો. એનાથી એના પગ મજબૂત થશે અને એ જલ્દી ચાલવા લાગશે.

સાથે જ આ તેલને પીવાથી શરીર શક્તિશાળી પણ થાય છે. દર રોજ એક ટીસ્પૂન તેલને ખાંડના બનેલા સરબતમાં ભેળવીને પીવાથી તાકાત મળે છે.

હેલ્થ એલર્ટ..

ધ્યાન રાખો કે મકાઈ દરેક વ્યક્તિને શૂટ નથી કરતી. ઘણા લોકોને એને ખાવાથી એલર્જી થઈ જાય છે.

image source

સ્વીટ કોર્નને કાચી ન ખાઓ. એનાથી લુસ મોશનની સમસ્યા થઈ શકે છે.

અમુક લોકોને મકાઈનું વધુ સેવન કરવાથી ગેસ, પેટ ફૂલી જવું, સોજા આવવા જેવી સમસ્યાઓ થાય છે.

મકાઈ ખાવાથી વજન વધે છે એટલે જે પોતાનું વજન ઘટાડવા માંગતા હોય એમને મકાઈનું અધિક સેવન ન કરવું જોઈએ

image source

અમુક લોકોને મકાઈનો રોટલો ડાયજેસ્ટ નથી થતો. જો મકાઈના રોટલા સાથે છાશ કે લસ્સી પીઓ તલ રોટલો સરળતાથી ડાયજેસ્ટ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત