CM રૂપાણી સ્વસ્થ થઈને સ્ટેજ પરથી ઉતરતા ચહેરા પર ન દેખાવા દીધી ચિંતા, અને હસતા મોઢે થયા રવાના

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે અને હાલ સારવાર લઈ રહ્યા છે. તેમના ખરાબ સ્વાસ્થની જાણ ત્યારે થઈ જ્યારે રવિવારે સાંજે વિજય રૂપાણીની તબિયત લથડતા તે જાહેરસભામાં બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ સીએમ વિજય રૂપાણીને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમને વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં કોરોના ટેસ્ટ પણ કરાયો અને તે પોઝિટિવ આવ્યો હતો.

image soucre

જો કે રવિવારે વડોદરામાં બનેલી ઘટના સમયે એવું કંઈક પણ થયું હતું જેના કારણે સીએમ રૂપાણીની સાદગી અને નમ્રતા લોકો સામે આવી હતી. વડોદરામાં ચૂંટણીઓ માટે યોજાયેલી રેલીને સંબોધન કરતી વખતે સીએમ રૂપાણી સ્ટેજ પર બેહોશ થઈ ગયા હતા. પ્રાથમિક તબક્કે એવું તારણ સામે આવ્યું કે થાક અને પાણીના અભાવે રૂપાણી બેહોશ થઈ ગયા હતા. તેમના કાફલામાં હાજર ડોક્ટરે તેમને સ્ટેજ પર જ ગ્લુકોઝનો ડોઝ આપ્યો અને થોડી મિનિટોમાં તેઓ સ્વસ્થ થઈ ગયા. જ્યારે તેઓ સ્વસ્થ થઈ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સભા સ્થળ પરના એક સુરક્ષા ગાર્ડે તેમને સલામ કરી અને થોડીવાર પહેલા જ અસ્વસ્થ સીએમએ તેની નોંધ પણ લીધી અને તેની સલામીનો આદરપૂર્વક જવાબ પણ આપ્યો, આ તકે ચિંતાને બદલે હસતા મોઢે તેઓ ત્યાંથી પસાર થયા.

image soucre

વડોદરામાં બેભાન થયા બાદની આ ઘટના છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાથી વધુ એકવાર ગુજરાતના મુખ્યમંત્રીની સાદગી અને સરળ સ્વભાવની ઝાંખી જોવા મળી હતી. રાજ્યના મુખ્યમંત્રી જમીન સાથે જોડાયેલા છે તેવી ચર્ચાઓ પણ આ વીડિયો વાયરલ થતા શરુ થઈ છે.

image soucre

મુખ્યમંત્રી વિજયભાઈની તબિયત લથડી અને જાહેર સભામાં સ્ટેજ પર તેઓ ઢળી પડ્યા આ વાત જાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુરંત જ ફોન દ્વારા સીએમ વિજય રૂપાણીનો સપંર્ક કર્યો હતો અને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે સીએમ રુપાણી જે રેલીમાં મૂર્છિત થયા હતા તે રવિવારે વડોદરામાં જ તેમની ત્રીજી રાજકીય રેલી હતી. રાજ્યમાં વડોદરા સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીએ યોજાશે.

image soucre

તેવામાં મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના નેતાઓ સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળે છે. મુખ્યમંત્રીએ પણ છેલ્લા ઘણા દિવસ દરમિયાન અનેક પ્રવાસ કર્યા અને રવિવારે તેઓ વડોદરાના પ્રવાસે હતા. અહીં સવાર સુધી તેઓ સ્વસ્થ હતા પરંતુ સાંજે વડોદરામાં ભાષણ આપતી વખતે તેઓ અચાનક સ્ટેજ પર જ બેભાન થઈ ગયા હતા. બેભાન થયા બાદ તેમને અમદાવાદ લવાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ