આ સ્માર્ટ ટ્રિક્સથી તમારા નવજાત બાળકનું રાખો ધ્યાન, સ્કિન રહેશે હંમેશા સોફ્ટ

માતા પિતા દ્વારા પોતાના નવજાત બાળકને પ્રેમ અને સ્નેહભર્યો સ્પર્શ કરવાથી એમના સંબંધનું પહેલું પગલું ભરાય છે. બાળકનું રોજ જ ધ્યાન રાખવાની વાત હોય કે પછી એમની કોમળ સ્કિનની સારસંભાળ, એમને વધારે પડતી દેખભાળ અને સુરક્ષાની જરૂર હોય છે. વ્યસકની તુલનામાં બાળકોની સ્કિન લગભગ 20- 30% ઓછી પાતળી હોય છે અને એમાં બળતરા કે ખંજવાળ આવવાનું જોખમ વધુ હોય છે એટલે એમની સ્કિનની યોગ્ય કાળજી ખૂબ જરૂરી છે. કારણ કે બાળકના સ્વસ્થ વિકાસમાં હેલ્ધી સ્કિન મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

આજે અમે તમને નવજાત બાળકના સારસંભાળના ઉપાયો વિશે જણાવીશું જે તમારા બાળકને હંમેશા હસતું રમતું રાખી શકે છે.

સ્પર્શનો પ્રભાવ.

image soucre

કહેવામાં આવે છે કે નવજાત બાળક સૌથી પહેલા જે ભાષાને સમજે છે એ હોય છે સ્પર્શની ભાષા. એ સંવાદનો સૌથી પ્રભાવશાળી રસ્તો છે. શરૂ શરૂમાં સ્કિન સાથે સતત સ્પર્શ બાળકના સંપૂર્ણ વિકાસમાં મદદરૂપ થાય છે. ખાસ કરીને જન્મ પછી તરત વધુ સમય સુધી સ્કિનથી સ્કિનના સંપર્કથી બાળકને સ્તનપાન કરવામાં મદદ મળે છે.

અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે નિયમિત સ્પર્શથી બાળકનો શારીરિક, ભાવનાત્મક તેમજ સામાજિક વિકાસમાં મદદ મળે છે.

માલિશ છે જરૂરી.

image source

બાળક સાથે પોતાના સંબંધ મજબૂત બનાવવા માટેનો જોરદાર રસ્તો છે માલિશ. બાળકને નિયમિત મસાજથી વિકાસમાં મદદ મળે છે. એ પેરેન્ટ્સ અને બાળકના સંબંધને મજબૂત કરવાનો ઉમદા રસ્તો છે.

મસાજ ટિપ્સ.

  • માલિશ હળવે હળવે અને પ્રેમથી કરો અને ધ્યાન રાખો કે માલિશ આખા શરીર પર કરો.
  • તમારે માલિશ માટે એવું તેલ લેવાનું છે જે મેડીકલી પ્રમાણિત હોય અને જે બાળકની સ્કિનને સુટ કરતું હોય.
image source

એવું તેલ લેવું જેને બાળકની સ્કિન જલ્દી શોષી લે. જેમાં સ્કિનને કોમળ બનાવનારા તત્વો રહેલા હોય.

  • પ્રાકૃતિક તેલનો ઉપયોગ નવજાત બાળકની સ્કિન માટે ઉત્તમ માનવામાં આવે છે.
  • વનસ્પતિ તેલ, નારિયેળ તેલ અને કપાસિયા તેલનો ઉપયોગ સારો છે કારણ કે એમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. એ બાળકની કોમળ સ્કિન માટે લાભદાયક પણ હોય છે.

આનંદદાયક રીતે નવડાવો.

એવું માનવામાં આવે છે કે ન્હાવાનો સમય બાળક સાથે લગાવ પેદા કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બાળકના મસ્તિષ્કના વિકાસને આકાર આપવામાં અલગ અલગ ઇન્દ્રિયો સાથે જોડાયેલા અનુભવ મહત્વપૂર્ણ હોય છે. નહાતી વખતે બાળકનું રૂપ, રસ, ગંધ સ્પર્શ તેમજ ધ્વનિનો બોધ એકસાથે મળે છે. નવજાત બાળક સાથ પ્રેમથી વાતો કરતા કરતા અને હસતા રમતા એને નવડાવો.

બાળકની કોમળ સ્કિનની સુરક્ષા હેતુ બાળકનો નવડાવવા માટે સાચી પ્રોડક્ટ્સની પસંદગી મહત્વપૂર્ણ હોય છે.એટલે એમને નવડાવવા માટે માઈલ્ડ શેમ્પુ કે સાબુનો જ ઉપયોગ કરો.

ડાયપર.

image source

નવજાત બાળકની સ્કિનને નોર્મલ થતા સમય લાગે છે. એ જ કારણસર એમને સ્કિનને લગતી તકલીફ થયા કરે છે જેમ કે ફોલ્લીઓ, સ્કિન પર દાણા, ડાયપર રેસ વગેરે. બાળકની સ્કિનની કાળજી માટે સાચી વસ્તુઓની પસંદગી એમ અકસીર સાબિત થાય છે. જેમ કે બાળકને યોગ્ય ડાયપર બ્રેક આપીને ડાયપર રેશથી બચાવી શકાય છે. જો બાળકને વધુ સમય સુધી ભીનું ડાયપર પહેરાવી રાખવામાં આવે તો એને રેશેસ થઈ જાય છે.

ડાયપર પહેરવાની જગ્યા સાફ અને સૂકી હોવી જોઈએ. એ માટે સ્કિનને ઘસવાને બદલે એને સાચવીને લૂછી નાખો. તમે એ માટે બેબી વાઇપ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

સ્કિનની કોમળતા જાળવી રાખો.

image source

બાળકની સ્કિનની કોમળતા અત્યંત અગત્યની છે. સામાન્ય રીતે નવજાત બાળકમાં સ્કિન પીલિંગ તેમજ ડ્રાઈ સ્કિન જેવી સમસ્યાઓ જોવા મળે છે એટલે બાળકની સ્કિનની કોમળતા જાળવી રાખવી જરૂરી છે. એ માટે એવી ક્રીમનો ઉપયોગ કરો જે ખાસ કરીને બાળકોની કોમળ સ્કિનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. જે ચીકાશવાળી ન હોય. તમે બાળકના શરીર પર એવા લોશનનો પમ ઉપયોગ કરી શકો છો જેનું પીએચ નવજાત બાળક માટે યોગ્ય હોય અને જે સ્કિનને કોમળ બનાવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત