ગુજરાત પર ‘તાઉ તે’નો મહાખતરો, લાખો લોકોનું સ્થળાંતર, દરિયાકાંઠે અતિ ભયજનક 8 નંબરનું સિગ્નલ લગાવી દીધું

હાલમાં ગુજરાત પર એક કરતાં વધારે સંકટ તોળાઈ રહ્યાં છે. જાણે ઘાત બેસી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એક તરફ બે બે ભયંકર રોગ તો બીજી તરફ તાઉ તે વાવાઝોડું પણ ટકરાવાની પુરી સંભાવના લાગી રહી છે. હાલની માહિતી મળી રહી છે એ પ્રમાણે જો વાત કરવામાં આવે તો ‘તાઉ-તે’ વાવાઝોડું સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે એવું કહેવામાં આવી રહ્યું છે. તો વળી રાજ્યની રૂપાણી સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે.

image source

ત્યારે હાલમાં રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ પણ કરવામાં આવી છે. આ દરમિયાન કાંઠા વિસ્તારના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં 70થી 175 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે એવી શક્યતા છે. વાવાઝોડું છેલ્લા 24 કલાકમાં વેરાવળ તરફ 230 કિમી નજીક આવી જતાં પોરબંદરના બંદર પર 2 નંબરનું સિગ્નલ હટાવી 8 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે કે જે ખરેખર ખુબ જ ભયંકર માનવામાં આવે છે.

image source

આગામી 18 તારીખે પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડું ત્રાટકે તેવી ભીતિ હોવાથી SDRFની 1 અને NDRFની 2 ટીમે પોરબંદરમાં મોરચો સાંભળી લીધો છે. તો વળી અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેતા આ વાવાઝોડાના ‘તાઉ-તે’ વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે. તા. 17થી તા. 18 મે સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહીને કારણે દીવ તંત્રને એલર્ટ કરાયું છે. દીવ પ્રદેશ મત્સ્ય ઉદ્યોગ ઉપર આધારિત પ્રદેશ છે. અહીંના લોકો મોટાભાગે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પણ હાલ માછીમારી વ્યવસાય બંધ છે. આથી દીવમાં માછીમારીની લગભગ ઘણી ખરી બોટો પહેલેથીજ જેટી ઉપર લાંગરી દેવાયા હોવાની પણ માહિતી મળી રહી છે.

image source

સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં વાવાઝોડાનો ખતરો ઉભો થતા જિલ્લા વહિવટી તંત્ર સ્ટેન્ડ ટૂ બની ગયું છે. આજે આવતી કાલથી વાવાઝોડાની વર્તાવાની શરૂ થશે એટલે બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને પગલે હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમુક અમુક જિલ્લાઓમાં અત્યારથી જ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવતા વહિવટી તંત્ર સાબદુ બની ગયું છે. સંભવિત વરસાદના પગલે આજથી પોરબંદર,વેરાવળ, દ્વારકા, જામનગર, ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામા આવનાર હોવાનું ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું.

image source

હાલમાં ખતરો ચારેકોર જોવા મળી રહ્યો છે, જેના કારણે આજે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે પોરબંદરના 30 ગામ, વેરાવળના 24 ગામ, માંગરોળ અને માળિયાના 47 ગામ, દ્વારકાના 51 ગામ,જાફરાબાદના 12, રાજુલાના 6, જામનગરના 61, મોરબીના 11 ગામોના લોકોને સાવચેત રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ ગામડાઓમાં આજથી જ અધિકારીઓ અને એનડીઆરએફની ટીમોએ પેટ્રોલીંગ શરૂ કરી દીધું હતું. તેમજ રાહત બચાવ માટે સ્થાનિક તરવૈયા, ફાયરબ્રિગ્રેડ, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર બે નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

image source

જો વરસાદની આગાહી વિશે વાત કરીએ તો રાજકોટ, મોરબી, પોરબંદર, સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, દ્વારકામાં ભારે વરસાદ પડવાની આગાહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં સૌથી વધારે ખતરો દરિયા કિનારાના લોકોને અને ગામડાને છે. તેમજ હાલમાં તૈયારીના ભાગરૂપે માછીમારી કરવા ગયેલી તમામ બોટને પરત ફરવાના આદેશ કરવામાં આવ્યા બાદ આજે મોટા ભાગની બોટો પરત બંદર ઉપર લાગરી દેવામાં આવી છે. દરિયા નજીકના કોવિડ સેન્ટરો માટે વૈકિલ્પક વ્યવસ્થા ઉભી કરવામાં આછી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!