હોસ્પિટલમાં એડમિટ: ‘બાગબાન’ ફેમ એક્ટરને એમ્બ્યુલન્સની ટક્કર વાગતા બે ફૂટ સુધી ઢસડાયો, પત્નીને પગમાં થયુ ફ્રેક્ચર

અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્ની પ્રોમિલાના અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમની કાર એમ્બ્યુલન્સ સાથે ટકરાઈ હતી, જેના કારણે તે બંનેને ઘણી ઇજાઓ પહોંચી છે. સાહિલ અને પ્રોમિલા હાલમાં મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સાહિલ અને તેની પત્ની પ્રોમિલા 12 મી મેના રોજ મુંબઈની ઝેવિયર્સ કોલેજ પાસે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે ઝડપથી સામેથી આવતી એક એમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ. આ રોડ અકસ્માતમાં પ્રોમિલાના પગમાં બે ફ્રેક્ચર થયા છે. જ્યારે સાહિતના પેટ અને જાંઘ પર ખુબ ઈજાઓ થઈ છે.

image source

બોલિવૂડ ફિલ્મ ‘બાગબાન’માં અમિતાભ બચ્ચન તથા હેમામાલિનીના દીકરાનો રોલ પ્લે કરનાર એક્ટર સાહિલ ચઢ્ઢા હોસ્પિટલમાં એડમિટ છે. બુધવાર, 12 મેના રોજ સાહિલ પત્ની પ્રોમિલા સાથે જતો હતો. આ સમયે બંનેનો અકસ્માત થયો હતો. કહેવાય છે કે સાહિલ અને પ્રોમિલા એક મીટિંગ પૂરી કરીને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજની પાછળની ગલીમાં પાર્ક કરેલી કાર તરફ જતા હતા. આ દરમિયાન એક એમ્બ્યુલન્સે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં સાહિલ બે ફૂટ સુધી ઢસડાયો હતો, જેથી તેને પેટ તથા જાંઘમાં ઈજા થઈ છે. પ્રોમિલાના પગમાં ફ્રેક્ચર થયું છે.

સાહિલને બે-ત્રણ દિવસમાં રજા આપવામાં આવશે

image source

સાહિલને બોમ્બે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. પ્રોમિલા પોતાના કઝિન ભાઈ સાથે રહે છે. સાહિલને બે-ત્રણ દિવસમાં રજા આપવામાં આવશે. સાહિલ આ ઘટનાથી આઘાતમાં છે. તેણે આ અકસ્માતને ડરમાણો કહ્યો હતો. તેના મતે, ડ્રાઈવર વધુ સ્પીડમાં નહોતો અને તેથી જ તેઓ બચી ગયા હતા. પોલીસે ડ્રાઈવરને પકડી લીધો છે.

જીવનમાંથી ઘાત ટળી ગઈ

image source

મીડિયા સાથેની વાતચીતમાં સાહિલે કહ્યું હતું, ‘હું બુદ્ધિઝ્મમાં માનું છું. મને લાગે છે કે મારા જીવનમાંથી મોટી ઘાત ગઈ છે. આમાં કોઈ શંકા નથી કે હું થોડાં દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રહીશ. જોકે, ભગવાનનો આભારી છું. જે પણ થયું તે શોકિંગ તથા ડરામણું છે.’

એપ્રિલમાં પ્રોમિલા કોવિડ પોઝિટિવ હતી

image source

તાજેતરમાં સાહિલ ચઢ્ઢાઅને પ્રોમિલા બંને કોવિડ 19 પોઝિટિવ થયા હતા. ત્યારબાદ 20 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહ્યા હતા અને પછી નોર્મલ લાઈફમાં પાછા ફર્યા. પરંતુ ભાગ્યને કઈક બીજું જ મંજૂર હતું અને તેમનો અકસ્માત થયો. મળતી માહિતી મુજબ સાહિલની ઈજાઓ ગંભીર નથી અને તે બે ચાર દિવસમાં હોસ્પિટલથી ઘરે પાછો ફરશે. સાહિલે ‘બાગબાન’ ઉપરાંત ‘થોડા લાઈફ થોડા મેઝિક’, ‘સેક્શન 275’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!