29.04.2020 – ટૈરો રાશિફળ : બુધવારે આ રાશિ માટે બેવડાશે લાભ, જાણો અન્ય રાશિઓના હાલ.

ટૈરો રાશિફળ : બુધવારે આ રાશિ માટે બેવડાશે લાભ, જાણો અન્ય રાશિઓના હાલ

મેષ – The Wheel of Fortune

આજે તમારા માટે કાર્યોને ઝડપે પૂર્ણ કરવાનો દિવસ છે. નવા કામોની સાથે આજે કેટલાક જૂના કામો પણ પૂરા થઈ શકે છે. આજે જવાબદારીઓ વધારે રહેશે. જો તમે થોડો આરામ કરવાનો વિચાર કરો છો તો તે આજે શક્ય નહીં બને. જો તમે કામ પાછુ ઠેલશો તો તમારું ભારણ વધશે.

વૃષભ – Strength

આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ છે. સંબંધોમાં ગેરસમજો દૂર થશે, સંબંધોને નવી ઊર્જા આવશે. નવા સંબંધો શરૂ થવાની પણ શક્યતા છે. નવો પ્રેમ સંબંધ પણ શરૂ થઈ શકે છે, જેના કારણે મનમાં આનંદ થશે. કામ તરફ ધ્યાન વધારવાની જરૂર છે.

મિથુન – The Hierophant

તમારા માટે આજનો દિવસ દોડધામવાળો રહેશે. આજે તમારા પર જવાબદારીઓ વધુ હશે. તમે કંટાળો અનુભવશો. આજે તમારા માટે થોડો સમય કાઢો. તેનાથી મન પ્રફુલ્લિત થશે. નવા લોકોને મળવાની તક પણ મળશે. સામાજિક સંપર્કમાં વધારો કરવાથી વ્યક્તિગત સંબંધોમાં વ્યવસાયમાં પણ ફાયદો થશે.

કર્ક – The Chariot

જો તમે તમારો અલગ વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તમારા માટે આજનો દિવસ સારો છે. સરળતાથી નવી તક પ્રાપ્ત થશે. આજે તમે તમારી કુશળતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશો નહીં. જેના કારણે મનમાં અસંતોષની ભાવના વધશે. આજે તમારી ઊર્જાને યોગ્ય દિશા આપવી.

સિંહ – Justice

આજે તમારા પર જે કામની જવાબદારીઓ છે તેને ઝડપથી પૂર્ણ કરવાનો દિવસ છે. આજે તમારા પરીવાર સાથે સમય પસાર કરો. આજનો દિવસ મિત્રો, ભાગીદારો કે પરીવારના સભ્યો સાથે આનંદથી પસાર થશે. મનમાં કોઈ ભારણ જણાશે નહીં.

કન્યા – The Hanged Man

પ્રતિકૂળતાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. પડકારોથી ડરવાને બદલે તેનો સામનો કરો અને મક્કમ મને આગળ વધો. તમને સફળતા જરૂર મળશે. સંપત્તિને લઈને આજે પરિવારમાં કેટલાક વિવાદ થઈ શકે છે. તેનાથી પ્રભાવિત ન થશો અને સંયમ રાખો.

તુલા – The Devil

આજનો દિવસ તમારા માટે કેટલાક લોકોની સહાય લેવાનું સુચન કરે છે. જો કે કેટલાક લોકો તમારી સફળતાના માર્ગને અટકાવી પણ શકે છે. આવા લોકો સાથે થોડું ધ્યાન રાખી અને વર્તન કરવું જોઈએ. આ બધા વચ્ચે તમારી જરૂરિયાતો પર ધ્યાન આપવાનું ભૂલશો નહીં. તમારો અવાજ સાંભળવાની ખાતરી કરો કોઈ દબાઈ જવું નહીં.

વૃશ્ચિક – Judgment

આજનો દિવસ તમારા માટે તમારા જીવનના વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને પાસાઓ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો છે. આ તમને માનસિક રીતે વિચલિત પણ કરી શકે છે. સમય જતાં વસ્તુઓ સ્થિર થશે. તમારે ધીરજ રાખવી પડશે.

ધન- The Moon

આજનો દિવસ કોઈ પરેશાની સાથે આવી શકે છે. આજે ભવિષ્ય માટે કોઈ યોજના ન બનાવો નહીં તો તે પછીથી બદલવી પડશે. આજે જૂની ભૂલોના કારણે મુશ્કેલી ઊભી થઈ શકે છે. કોઈની વાતને મન પર ન લેવી. અભિમાન તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનાથી તમારા સંબંધો પર પણ અસર થશે અને તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.

મકર – Ten of Wands

આજનો દિવસ તમારા માટે ઘણી રીતે મહત્વપૂર્ણ રહેશે. તમારી જવાબદારીઓ તમને પ્રોત્સાહિત કરશે. તમારા કામથી તમને સારું પરિણામ મળશે. ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હલ થશે. સંબંધોમાં અને કાર્યક્ષેત્રમાં ઘણાં ફેરફાર થઈ શકે છે.

કુંભ- Knight of Cups

આજે દરેક પરિસ્થિતિમાં પોતાના મન અને વાણી પર સંયમ રાખો. આજે તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો. સંબંધોમાં નવી શરૂઆત થવાની સંભાવના છે. જો કાર્યક્ષેત્રમાં પણ કોઈ પ્રોજેક્ટ તાજેતરમાં જ શરૂ થયો છે તો તેમાં સફળતા મળશે.

મીન – Queen of Swords

આજનો દિવસ ઉત્તેજનાથી ભરેલો રહેશે. તમે તમારામાં નવી ઊર્જાના સંચારનો અનુભવ કરશો. જો તમે આ ઉર્જાને યોગ્ય દિશા આપશો તો ફાયદો થશે. આજે કામમાં ધીરજ સાથે આગળ વધો. ઉતાવળથી પરીણામ નબળું થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ