28.04.2020 – આ રાશિના જાતકોને મળશે નેતૃત્વ કરવાની ઉત્તમ તક, જાણો અન્ય રાશિના હાલ ટૈરો રાશિફળ પરથી…

આ રાશિના જાતકોને મળશે નેતૃત્વ કરવાની ઉત્તમ તક, જાણો અન્ય રાશિના હાલ ટૈરો રાશિફળ પરથી

મેષ – Knight of Pentacles

આજે તમારા માટે કેટલાક અનુભવો લઈને મંગળવાર આવ્યો છે. કેટલાક પડકારો તમને પરેશાન કરી શકે છે. પરંતુ તેનો સામનો કરવો જરૂરી છે. દરેક વાતને સકારાત્મક રીતે લો. તેમાં તમારી સફળતાનું રહસ્ય છુપાયેલું છે. આ નીતિ ભવિષ્યમાં તમને લાભ કરાવશે. તમે પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકશો.

વૃષભ – Two of Coins

આજે તમારા માટે કેટલીક બાબતો અજમાવવાનો દિવસ છે. તમારે કેટલાક કામોના પરિણામો માટે થોડી રાહ જોવી પડી શકે છે. ધૈર્ય રાખો તે સંકેત કાર્ડ કરે છે. વિલંબ તમને અસ્વસ્થ કરી શકે છે. તમને કંઈક નવું શીખવા મળશે.

મિથુન- Strength

તમારા પ્રયત્નોમાં ઝડપ વધારો. તમારા કાર્યને વેગ આપવા માટે આજનો દિવસ શુભ છે. કેટલીક જૂની યોજનાઓ તમને ઇચ્છિત પરિણામો આપી શકશે. જીવનમાં પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. જો કે આ ફેરફાર તમારા માટે સકારાત્મક પરિણામો પણ લાવી શકે છે. તમારા સંબંધોમાં પણ સુધારો થશે.

કર્ક- Queen of Swords

આજે તમારે કામ પર તમારું પૂરું ધ્યાન રાખવું પડશે. કેટલાક લોકો તમારી સામે પડકાર બની શકે છે, જે તમને તમારા ધ્યેયથી ભટકાવવા માટે પ્રયત્ન કરશે. તમારે આ બાબતોને અવગણવી પડશે. આ તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિઓ રહેશે. ભૂતકાળ પર વિચાર કરવાનો કોઈ ફાયદો નથી. વર્તમાન પરિસ્થિતિનો સ્વીકારો કરો અને આગળ વધો.

સિંહ – The Fool

આજે તમે કેટલીક ગેરસમજથી ઘેરાયેલા રહી શકો છો. તે તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારી માનસિક સ્થિતિને સ્થિર રાખો અને કોઈની વાતમાં આજે ફસાશો નહીં. દરેક પરિસ્થિતિમાં પોતાના પર સંયમ રાખો. આજે તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો જે તમારા માટે લાભકારી સાબિત થશે.

કન્યા – The Hierophant

રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ છે. કાયમી સંપત્તિમાં કોઈ જૂનું રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને આજે કેટલાક જુના અટવાયેલા કામ ફરી શરૂ કરવાની તક મળી શકે છે. તમારે પોતાના મન પર કાબૂ રાખી આગળ વધવું પડશે.

તુલા – The Hanged Man

આજનો દિવસ તમારી જાતને બંધનમાં રાખવાનો છે. નિરાશા થાય તેવી ઘટના સામે આવી શકે છે પણ તેને મન પર હાવિ થવા ન દો. કોઈપણ રીતે તમારી જાતને ઉત્સાહમાં રાખો. વિવાદ ટાળો અને ભવિષ્યને અસર કરતાં નિર્ણય સમજી વિચારીને લેવા.

વૃશ્ચિક – The Moon

વ્યવસાયિક યોજનાઓ પર કામ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારા વિચારોને યોજનામાં રૂપાંતરિત કરવાની આજે તક મળી શકે છે. તમારા વિચારો અન્યને પ્રભાવિત કરશે. તમારી આર્થિક પરિસ્થિતિ પણ મજબૂત થશે.

ધન – Four of Swords

કોઈક અનિચ્છનિય ઘટનાથી તમારી જાતને બચાવવા માટેનો આજનો દિવસ છે. તમારે કાળજીપૂર્વક કામ કરવું પડશે. બીજો વ્યક્તિ તમારી ભૂલ પર નજર રાખીને જ બેઠા હશે. તેથી સતર્કતાથી કામ પાર પાડો. આજે દાન-પુણ્ય કરવાથી આનંદ થશે.

મકર – King of Pentacles

આજનો દિવસ તમારા માટે પોતાને ઓળખવા માટેનો છે. તમારા માટે થોડો સમય કાઢો અને વિચાર કરો પોતાના માટે. કાર્યક્ષેત્રમાં આજે કડક પગલાં ભરવા પડી શકે છે. આત્મવિશ્વાસ જાળવી રાખો અને મહેનત કરતા રહો. લાભ થશે.

કુંભ – Ten of Swords

તમારા સંજોગોમાં આજે કેટલાક ફેરફાર થશે. તમને અચાનક એવી તક મળી શકે છે જે તમને એક કુશળ વ્યક્તિ તરીકે ઓળખ આપશે. આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. આજથી તમારા પ્રયત્નોને પણ વધારી દો. ટૂંક સમયમાં તમે તમારા લક્ષ્યનો પ્રાપ્ત કરશો.

મીન- The Tower

આજનો દિવસ તમારા માટે સકારાત્મકતા જાળવી રાખવાનો દિવસ છે. કેટલાક કામમાં તમારે નેતૃત્વ કરવું પડી શકે છે. તમારે આ તકે તમારી બેસ્ટ ક્ષમતાને દર્શાવવાની છે. દિવસ તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ