16.05.2020 – શનિવારે કઈ રાશિને ભાગ્ય આપશે સાથ અને કઈ રાશિને થવું પડશે નિરાશ જાણવા વાંચો ટૈરો રાશિફળ

શનિવારે કઈ રાશિને ભાગ્ય આપશે સાથ અને કઈ રાશિને થવું પડશે નિરાશ જાણવા વાંચો ટૈરો રાશિફળ

મેષ- Strength

આજનો દિવસ તમારા માટે ઘરેલું બાબતોનું સમાધાન લાવવાનો છે. તમારા માટે સમય કાઢી અને ભવિષ્યની યોજના પર કામ કરો. પરીવારમાં કોઈ માંગલિક કાર્ય થવાના યોગ બની રહ્યા છે. વિદેશમાં રહેતા મહેમાનો તમારે ત્યાં આવે તેવી સંભાવના છે. પાર્ટીનો મૂડ હશે અને ઘરમાં પણ ખુશનુમા વાતાવરણ હશે.

વૃષભ – The Sun

આજનો દિવસ તમારા માટે ખાસ મિત્રો સાથે પસાર કરવા માટેનો હોય શકે છે. શક્ય છે કે તમારા મિત્રો સાથે તમે યાત્રા પર જાઓ. તમારા માટે કેટલીક બાબતોમાં સાવધાની રાખવાનો ઈશારો કાર્ડ કરે છે. કોઈપણ બાબતમાં પોતાને ઓતપ્રોત ન કરવી. કારણ વિના તમારી ઈમેજ ખરાબ ન થાય તે વાતનું ધ્યાન રાખો.

મિથુન – Five of Swords

આજે તમને યાત્રાનું નકારાત્મક ફળ મળવાના સંકેત મળી રહ્યા છે. શક્ય છે કે કોઈ દૂરના સ્થાનથી પણ તમને નિરાશ કરનાર સુચના મળે. આજે તમારે ફોકસ તમારી સ્થિતિને મજબૂત કરવા પર કરવું જોઈએ. તેનાથી તમને ભવિષ્યની કેટલીક આશંકાઓ પર જીતવામાં મદદ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.

કર્ક – Two of Cups

આજનો દિવસ તમારા માટે નવા પડકારો લઈને આવ્યો છે. તમારી દિનચર્યા કે પ્લાનિંગમાં મોટા ફેરફાર કરવા પડી શકે છે. કેટલીક જૂની બાબતોમાં તમારી સામે પડકારો આવી શકે છે. શબ્દોના બદલે વ્યક્તિની ભાવનાન સમજવાનો પ્રયત્ન કરો. તમારા લક્ષ્યની નજીક છો ધીરજથી કામ લેવું.

સિંહ – Six of Wands

આજે મન અને મસ્તિષ્કમાં નવી ઊર્જા જળવાઈ રહેશે. તેને ઉચિત દિશામાં વાળો. આજે તમારું કામ સમયસર કરો. આજે કામ ટાળવા માટે કોઈ પ્રકારના બહાના ન બનાવતા. તમને ભારે પડી જશે. હાથમાં આવેલા અવસરને જતા ન કરવા. વ્યવસાય માટે સારો દિવસ છે. પરંતુ સાવધાન રહેવું. આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

કન્યા – The Devil

આજનો દિવસ તમારા પ્રયત્નોથી આગળ વધનાનો છે. લોકો તમને દુવિધામાં નાખવાનો પ્રયત્ન કરશે તેનાથી તમને નુકસાન થઈ શકે છે. તમારા કામ પર ફોકસ બનાવી રાખો અને કામ ઈમાનદારીથી કરો. કોઈ બાબતે વિચલિત ન થવું. પરિસ્થિત સુધરી જશે અને સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.

તુલા – The Fool

આજે તમારા પર કોઈ ટેન્શન હાવી થઈ શકે છે. કોઈના દબાણ કે પ્રભાવમાં પોતાની જાતને નુકસાન ન કરવું. ગુસ્સા કે તાણમાં કોઈની સાથે વાત ન કરો. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન કરો. તાણમાં કોઈ એક્સપર્ટ કે કાઉંસેલરની મુલાકાત લેવી હિતાવહ છે. હસમુખ મિજાજથી પરેશાની દૂર થશે. તમને મદદની જરૂર હશે તો સરળતાથી મળી જશે.

વૃશ્ચિક – The Hierophant

આજનો દિવસ તમારા કામમાં સફળતાના નવા રસ્તા ખોલવાનો છે. કેટલાક નવા લોકો મળશે અને તમારી સમક્ષ સારો પ્રસ્તાવ રાખશે. જરૂરી બાબતો પર ખાસ ધ્યાન આપજો. કોઈની વાત ઉચિત ન જણાય તો તેને માનવાની જરૂર નથી. પોતાના મનની વાત સાંભળી તેના પર આગળ વધવું.

ધન- The Chariot

આજે પરિસ્થિતિ તમારાથી પ્રતિકૂળ રહેશે. તમારી આસપાસનું વાતાવરણ કેવી છે તેના પર ધ્યાન આપવું. શક્ય છે કે કોઈ તમારા પર નજર રાખી રહ્યું છે. પોતાની આસપાસના વાતાવરણ પ્રત્યે સજાગ રહો. કોઈ મિત્ર કે સંબંધી પર એટલો ભરોસો ન કરો કે તમારે નિરાશ થવું પડે. પરીવારથી કોઈ વાત છુપાવો નહીં.

મકર- The Hierophant

આજે તમારે કોઈ પર વિશ્વાસ ત્યારે જ કરવો જ્યારે તે માણસ યોગ્ય તર્ક સાથે પોતાની વાત તમારી સામે રાખે. આજે તમારે તમારી રીતે જ સફળતાનો રસ્તો શોધવો પડશે. આધ્યાત્મિક પ્રગતિ માટે કોઈ પગલાં ભરો તે સારા સાબિત થશે. ધ્યાન કરવું.

કુંભ – Eight of Cups

આજે કારર્કિદી સાથે જોડાયેલા કોઈ સમાચાર મળી શકે છે. જેનાથી ભવિષ્યને લઈને કોઈ ચિંતાનું સમાધાન થઈ શકે છે. જે કામ તમે છેલ્લા કેટલાક સમયથી કરવા ઈચ્છતા હતા તે હવે કરી શકશો અને તેમાં સફળ પણ થશો. પરીવારમાં કોઈ વિવાદ છે તો તેમાં પોતાનો મત વ્યક્ત કરો. અંગત જીવનમાં સમસ્યા થઈ શકે છે.

મીન – Ten of Wands

આજનો દિવસ તમને ભાગ્ય સાથ આપશે. તમારે તમારા કામ પુરા કરવા માટે સમય કાઢવાની જરૂર છે. પોતાના કૌશલથી બીજાનું પણ તમે માર્ગદર્શન કરી શકો છો. બીજાના જીવનમાં સકારાત્મક ફેરફાર કરવાની તમારી ક્ષમતા છે તેને નિભાવો. જ્યાં સુધી એકબીજાથી દૂર ભાગશો ત્યાં સુધી અસંતોષની ભાવના રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ