15.04.2020 – બુધવારનો દિવસ કઈ રાશિ માટે છે શુભ અને કઈ રાશિ માટે અશુભ જાણો અહીં…

બુધવારનો દિવસ કઈ રાશિ માટે છે શુભ અને કઈ રાશિ માટે અશુભ જાણો અહીં

મેષ – The Magician

આજનો દિવસ તમારા માટે નવી પ્રેરણા લાવશે. ભાગ્ય તમારી તરફેણમાં પરિસ્થિતિઓ લાવશે. કામ કરવામાં તમને આનંદ મળશે. તમને કેટલીક બાબતોમાં સારું પરિણામ જોવા મળશે. તમે તમારી શક્તિનો અનુભવ કરી શકશો. જો કે કોઈપણ નિર્ણય માટે ગંભીરતા અને કાળજી દાખવવી જરૂરી છે.

વૃષભ – The Hanged Man

તમારી જાતને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જો કોઈ સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો સર્જનાત્મક બનવા માટે તમારે ઘણી મહેનત કરવાની જરૂર છે. કેટલીક બાબતોમાં અનિશ્ચિતતાની સ્થિતિ રહેશે. કોઈ વાતનો અંત આવતો જણાશે નહીં. આ કારણે તમે તેને ટાળવાનો પ્રયાસ કરશો. મનમાં ડર અને ચિતા રહી શકે છે.

મિથુન – Three of Cups

લાગણીમાં આવી જઈ આજે કોઈ નિર્ણય લેશો નહીં. આજે તમારે થોડું પ્રેક્ટિકલ થઈ દરેક વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે લાગણીમાં ડૂબીને કોઈ નિર્ણય લેશો તો સંભવ છે કે ભવિષ્યમાં તમને તેના પર અફસોસ થશે. મન અશાંત લાગશે. મનને કાબૂમાં રાખવા શું કરવું તે વિચારવાનો દિવસ છે. તમને ઇચ્છિત કામમાં સફળતા મળી શકે છે.

કર્ક – Two of Swords

આજે તમને કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જેમાં તમને કોઈની વાત કરવાની તક પણ નહીં મળે. વ્યક્તિ સાચી સલાહ આપે તો તેના પર ધ્યાન આપવું અને મિત્રોની વાતને સાંભળવાની જરૂર છે. તમે મિત્રો પાસેથી કેટલીક સારી વાત શીખી પણ શકો છો. દિવસ સુખદ રીતે પસાર થવાના સંકેત છે.

સિંહ – Two of Pentacles

આજનો દિવસ તમારા માટે સકારાત્મક અને આશાવાદી છે. આર્થિક સ્થિતિ સુધરશે અને સામાજિક પ્રતિષ્ઠા વધશે. તમે દિવસભર સરસ મૂડમાં રહેશો. નિયમિત કાર્યો યથાવત રહેશે. તમે જરૂરી બાબતોને સરળતાથી હેન્ડલ કરી શકશો અને તેનો ઉકેલ પણ શોધી શકશો. તમે તમારી પોતાની ક્ષમતાના આધારે કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકો છો.

કન્યા – Ten of Swords

આજનો દિવસ તમારે ખૂબ સાવચેતી સાથે પસાર કરવાનો છે. તમારે ઘણી બાબતોથી પોતાની જાતને બચાવવાની છે અને આગળ વધવાનું છે. તમારે ખર્ચને પણ ટાળવો પડશે. તમે તમારા ઘર અને ઓફિસ માટે વસ્તુઓ ખરીદી શકો છો. તમારો દિવસ સામાન્ય રીતે પસાર થશે.

તુલા – Strength

આજનો દિવસ તમારા માટે મહત્વાકાંક્ષાઓ અને જવાબદારીથી ભરેલો રહેશે. જવાબદારીઓના કારણે અસ્વસ્થ થવું નહીં અને મહેનત કરી આગળ વધવું. આ સખત મહેનતનું તમને ખૂબ સારું પરિણામ મળી શકે છે. આજનો દિવસ તમને નવી પ્રેરણા આપશે.

વૃશ્ચિક – Three of Wands

આજે તમે કોઈ નિર્ણયોને મુલતવી ન રાખશો. ખાસ કરીને જે તમારા જીવન અથવા કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તે કામ આજે જ કરવું પડશે. બાકીના કામ તમે થોડા દિવસો માટે મુલતવી રાખી શકો છો. આજનું કામ આજે જ પૂર્ણ કરવાનો આ દિવસ છે.

ધન- Eight of Pentacles

આજનો દિવસ તમારા માટે ખૂબ સકારાત્મક રહેશે. તમે તમારા પોતાના નિર્ણયો લેવા પ્રેરાશો. લોકો પણ તમારો સાથ આપશે. તમે કોઈપણ પ્રકારનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સક્ષમ છો. પ્રેમ અને સ્નેહની અનુભૂતિ આજે તમારો મૂડ સુધારી દેશે. દિવસ આનંદપ્રદ રહેશે.

મકર – Page of Swords

તમારા ભાવિના રોડમેપ પર કામ કરવાનો આજનો દિવસ છે. તમે તમારી કલ્પનાઓનો ઉપયોગ કરીને ઉત્તમ ભવિષ્ય વિશે વિચારો. દિવસ પૂર્ણ થતા સુધીમાં કામ પતાવવા માટે સખત મહેનતની જરૂર રહેશે. આ દિવસ થકાવી દેનાર હશે પણ દિવસના અંતે કામ પૂર્ણ કર્યાનો આનંદ મળશે.

કુંભ – Wheel of Fortune

આજે નસીબ તમારા પક્ષમાં છે. કેટલીક બાબતો મુંજવણ ઊભી કરી શકે છે. આજે કોઈ મહત્વના નિર્ણય લેવામાં તમે મૂંજાશો. આજે દિવસ દરમિયાન વિચિત્ર માનસિક તાણ રહેશે.

મીન – The Sun

આજે પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવાનો દિવસ છે. પરીવારને જે અપેક્ષા છે તેના કારણે થોડું દબાણ અનુભવી શકો છો. ઘરના વડીલો અને બાળકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આજનો દિવસ થાક અને કંટાળાજનક રહેશે. તમે એક જ કામ કરવામાં થોડો કંટાળો અનુભવશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ