13.04.2020 – ટૈરો રાશિફળ : સપ્તાહની શરુઆત કઈ રાશિ માટે છે ધમાકેદાર અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણો રાશિફળ પરથી

ટૈરો રાશિફળ : સપ્તાહની શરુઆત કઈ રાશિ માટે છે ધમાકેદાર અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણો રાશિફળ પરથી

મેષ – Nine of Swords

આજે તમને જૂના વિખવાદ અને સમસ્યાઓથી છૂટકારો મળશે. જો કે તેના માટે તમારે કેટલીક જૂની વાતોને ભૂલવી પડશે અથવા તમારે સામને વ્યક્તિને માફ કરવો પડશે. તમારું ધ્યાન આજે કામમાં રહેશે. મનમાંથી કોઈપણ ભય હોય તો તેને દૂર કરો. તમે ઇચ્છો છો તેવું પરિવર્તન તમારા જીવનમાં જલ્દી આવશે.

વૃષભ – The Moon

આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે. કોઈ તમને તેના શબ્દોમાં ગુંચવી શકે છે. તમારા કાર્યમાં જ ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા કાર્ય પ્રત્યે પ્રમાણિક રહો. તમારે કોઈ પણ વસ્તુથી વિચલિત થવાની જરૂર નથી. સમયની સાથે પરિસ્થિતિ સુધરશે. તમે વધારે વિચારશો તો વધારે અવરોધ ઊભા થશે.

મિથુન – The Hanged Man

આજે તમારું આત્મસન્માન જાળવી રાખીને કામ કરવાનો દિવસ છે. કોઈપણ એવા કાર્ય ન કરો જેનાથી તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો, યોગ્ય સમયની રાહ જુઓ. બીજાના વિચારોથી એટલા પ્રભાવિત ન થાઓ કે તમારા સ્વાસ્થ્યને અસર થાય છે. છેલ્લા કેટલાક સમયથી આવી રહેલી સમસ્યાઓ જેના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે તેનો ઉકેલ ઝડપથી જ મળી જશે.

કર્ક – The Tower

આજે પૂર્ણ ધ્યાન એક જ કામ પર આપો એટલે કે એક સમયે એક જ કાર્ય કરો. આમ કરવાથી સફળતા ઝડપથી મળશે. આજનો દિવસ સારો રહેશે. જીવન અને કાર્યમાં પ્રગતિની તક વધશે. તેનો સંપૂર્ણ લાભ લો. જો તમે નોકરી શોધી રહ્યા છો તો આજે સફળતા મળવાની સંભાવનાઓ છે. ધન લાભના યોગ છે.

સિંહ – Justice

આજે તમે બિનજરૂરી સમસ્યાઓથી ઘેરાયેલા રહી શકો છો. જેના કારણે તમારા મનમાં તાણ વધશે અને સ્વાસ્થ્યને પણ નુકસાન થશે. ફક્ત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરો. પૈસા પ્રાપ્ત કરવાની ઘણી તકો મળશે. વ્યર્થ ચિંતાઓમાં તમારો દિવસ બગાડશો નહીં. સંપત્તિને લઈને આજે પરિવારમાં વિવાદ થઈ શકે છે તેથી સંયમ રાખો.

કન્યા – Four of Cups

તમારા ભાગીદારીના વ્યવસાય માટે આજનો દિવસ સારો રહેશે. લાભ થાય તેવા સંજોગો રહેશે. કોઈ નવા વ્યક્તિને મળવાની તક મળશે. આજે કામ પ્રત્યે બેદરકારી ન રાખો. પ્રિયજનો સાથે આજે કેટલાક મતભેદ થઈ શકે છે. તમારું વર્તન અને વિચારોમાં ધૈર્ય અને સહનશીલતા રાખવાનો પ્રયાસ કરો.

તુલા – The Devil

આજે કોઈની વાત ધ્યાનમાં ન લો. ભૂતકાળને યાદ કરીને તમારા વર્તમાન સંબંધોને બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. પરિસ્થિતિ તમારાથી પ્રતિકૂળ છે તેથી સમસ્યા થઈ શકે છે. વ્યર્થ ચિંતાઓમાં આજનો દિવસ બગાડશો નહીં. તમારી ઊર્જા અને વિચારોને યોગ્ય દિશામાં વાળો. જૂની બાબતો પર વિચાર કરવાનો કોઈ ફાયદો નથી. વર્તમાન પરિસ્થિતિને સ્વીકારો કારણ કે વર્તમાનમાંથી ભવિષ્યનું નિર્માણ થાય છે.

વૃશ્ચિક – The High Priestess

આજે કોઈ મહત્વના મુદ્દા પર ચર્ચા બાદ વિવાદ થઈ શકે છે. કોઈ નિર્ણય કરો તો લાંબા ગાળાના લાભને ધ્યાનમાં રાખી નિર્ણય કરવો જોઈએ. આજે તમે એવી કોઈ વ્યક્તિને પણ મળી શકો છો જે તમને ખૂબ પ્રભાવિત કરશે. તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખવાનો પણ પ્રયાસ કરો.

ધન – The Emperor

આજે કેટલીક બાબતોને લઈ થોડી મૂંઝવણ થઈ શકે છે. કોઈપણ નિર્ણયની ચિંતા કરશો નહીં તમને તેના વિશે સંપૂર્ણ માહિતી મળે ત્યાં સુધી રાહ જુઓ. આજે તમારા મૂડ સ્વિંગને નિયંત્રણમાં રાખો. આજે લાગણીશીલ થઈ નિર્ણય લેશો તો ખોટા પડશો. તમારા ક્રોધને શાંત રાખવાનો પ્રયત્ન કરો. આજે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો.

મકર – The Hermit

ધંધાકીય લોકો માટે આજનો દિવસ સારો છે. પરંતુ નોકરીયાત વર્ગ માટે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. કામમાં કોઈ મુશ્કેલી આવે તો નિષ્ણાંતની સલાહ લેવી સારી રહેશે. કોઈની વાત ધ્યાનમાં ન લો. આજે કાર્યમાં વિલંબ થઈ શકે છે થોડી અડચણ આવી શકે છે. તાણ ન લેશો તમારા પ્રયત્નો યથાવત રાખો. સકારાત્મક વલણ રાખો.

કુંભ – Eight of Swords

આજે તમારે કોઈ નિર્ણય લેવાનો થઈ શકે છે. જે બાબતોને અવગણતા હતા તે હવે સામે આવી જ જશે. વાસ્તવિકતાથી નજર ફેરવવાનો કોઈ ફાયદો નથી. કોઈ પણ સંજોગોમાં સારા ભવિષ્ય માટે કેટલીકવાર નિર્ભયતાથી પગલું ભરવું જ પડે છે.

મીન – Three of Wands

આજનો દિવસ તમારા માટે ખૂબ રોમેન્ટિક રહેશે. નવા લોકોને મળશો અને નવા સંબંધો સ્થાપિત થશે. પરિસ્થિતિ સાનુકૂળ રહેશે, ભૂતકાળ વિશે વધારે ચિંતા કરશો નહીં. જીવનમાં જે અસ્થિરતા આવી છે તે જલ્દીથી દૂર થઈ જશે. તમને સારી તક મળે તો તેનો લાભ લેવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ