11.04.2020 – શનિવારના દિવસે કઈ રાશિ પર થશે પ્રભુ કૃપા અને કઈ રાશિને પડશે માર જાણવા વાંચો રાશિફળ.

શનિવારના દિવસે કઈ રાશિ પર થશે પ્રભુ કૃપા અને કઈ રાશિને પડશે માર જાણવા વાંચો રાશિફળ

મેષ

ધ લવર્સ કાર્ડ તમને ધીરજ સાથે આગળ વધવા કહે છે. તમે કરેલી મહેનતનું ફળ અવશ્ય મળશે. બસ કામને ગંભીરતાથી લેવું. ઉતાવળમાં કોઈ કામ કરશો તો નુકસાન થશે. આજે જે કામ હાથમાં લ્યો તેને સમયસર પુરું કરજો. દિવસ રોમાન્સ અને પ્રેમથી ભરપૂર રહેશે.

વૃષભ

ફાઈવ ઓફ કપ્સનું કાર્ડ થોડી નિરાશા દર્શાવે છે. થોડા કામ સરળતાથી પૂરા થશે જ્યારે થોડા કામ પૂરા કરવામાં પરેશાની થઈ શકે છે. સાધવાન રહેવું પડશે. સકારાત્મક વલણ રાખવાથી પરિસ્થિતિ પર વિજયી થશો. વ્યવહારમાં પરિવર્તન લાવવાથી બચો.

મિથુન

ધ સન કાર્ડ તમારા દિવસ દરમિયાન તમારી સામે અપ્રત્યાશિત પ્રસ્તાવ લાવશે તેવુ કહે છે. આજે જે કામ શરુ કરશો તેમાં સફળ થશો. પરંતુ કોઈન સહયોગ સાથે કરેલા કામમાં માનસિક ત્રાસ વધશે. આજે તમને કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. સાંજ પછી નો સમય ઉત્તમ પસાર થશે.

કર્ક

એઈટ ઓફ સ્વોર્ડસ કાર્ડ દિવસની સારી શરુઆત સુચવે છે. કોઈ બાબતે નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી. તમારા વિચારોના લોકો વખાણ કરશે. તમને સફળતા મળશે. આજે ભાગ્યનો સાથ મળશે. કોઈ સુખદ સમાચાર મળશે. તૈયાર રહેજો ખુશ થવા માટે

સિંહ

જસ્ટિસ કાર્ડ સારા કામ કરવા તરફ ઈશારો કરે છે. મનમાં સમાજ સેવાનો ભાવ આવી શકે છે. વડિલ વર્ગથી પ્રેરણા મળશે. લોકો તમને આગળ વધવામાં મદદ કરશે. આગળ વધવાની તક મળશે. તમારા કામની પ્રશંસા થશે. અંગત જીવન પણ સારું પસાર થશે. રોમાંસ થવાની ભરપુર શક્યતા છે. અધુરી ઊંઘ માનસિક તાણ વધારશે.

કન્યા

ધ મુન કાર્ડ સફળ દિવસનો ઈશારો કરે છે. અંગત અને સામાજિક સ્તર પર દિવસ શાનદાર પરિણામ આપનાર સાબિત થશે. ધન લાભના યોગ પણ સર્જાઈ રહ્યા છે. વ્યાવસાયિક સ્તર પર લાભ થશે. નવા લોકોને મળવાથી વ્યવસાય વધશે. તમારા વિચારોનો રિવોર્ડ પણ મળશે. લોકોનો સહયોગ પ્રાપ્ત થશે.

તુલા

નાઈન ઓફ સ્વોર્ડ કાર્ડ તમને આવનાર સમય માટે ઉત્તમ યોજના બનાવવા કહે છે. ભવિષ્યને લઈ આશાવાદી બનો. કોઈ બાબતે સમજીવિચારીને નિર્ણય કરો. જોબ બદલવી હોય તો આ ઉત્તમ સમય છે. નવા સંબંધોની શરૂઆત પણ થઈ શકે છે દિવસ દરમિયાન લોકોથી ઘેરાયેલા રહેશો.

વૃશ્ચિક

એસ ઓફ વોન્ડ કાર્ડ અલગ અલગ લાગણીથી સભર દિવસ દર્શાવે છે. તમને લોકો અલગ અલગ પ્રકારની સલાહો પણ આપશે. કાર્યસ્થળ પર તમારા કામની ભૂમિકા બદલી શકે છે. નવા સંબંધની શરૂઆત કરવા પ્રેરણા મળી શકે છે.

ધન

ધ ટાવર કાર્ડ દર્શાવે છે કે આજે તમારા પર અનેક પ્રકારનું દબાણ જણાશે. લોકોને તમારા પ્રત્યે અપેક્ષાઓ વધશે. પ્રોફેશનલ અને પર્સનલ બંને બાબતોએ તમારા તરફથી લોકો વધારે અપેક્ષા રાખશે. આજના દિવસે ગુસ્સો કરવાનું ટાળો તે જ યોગ્ય રહેશે. પ્રાથમિકતા નક્કી કરો અને તે પ્રમાણે આગળ વધો.

મકર

સેવન ઓફ કપ્સ કાર્ડ કહે છે કે આજનો દિવસ પ્રતિસ્પર્ધાથી ભરપૂર રહેશે. તમને બધી તરફથી લોકોનો સારો રિસ્પોંસ મળશે. લોકોને તમારી વાતોની અસર થશે. પર્સનલ લાઈફમાં સંબંધ મજબૂત થશે. સકારાત્મક વલણ લોકોને ગમશે. તમારા વિચારોની પ્રશંસા થશે.

કુંભ

ટુ ઓફ સ્વોડ્સ કાર્ડ તમારો દિવસ વિચલિત અવસ્થામાં પસાર થશે તેમ દર્શાવી રહ્યું છે. અંગત જીવનમાં ફોકસ ખરાબ થશે તો તેની અસર આગામી દિવસો સુધી જોવા મળશે તેથી સાવધાન રહેજો. કાર્યક્ષેત્ર માટે દિવસ ઉત્તમ રહેશે.

મીન

આજનો દિવસ ઉત્તમ છે બસ પોતાના વિચારો પર નિયંત્રણ રાખજો. દરેક પરિસ્થિતિમાં સંયમ રાખવાથી દિવસ સારી રીતે પસાર થશે. આજે થોડો સમય કાઢી પોતાના પ્રિયજન સાથે વિતાવો. સંબંધોમાં નવી ઊર્જા ભરવાનો દિવસ છે. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રોજેક્ટ હાથમાં છે તો તેને પૂરો કરવાનો માર્ગ સ્પષ્ટ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ