10.04.2020 – કઈ રાશિ માટે શુક્રવારનો દિવસ છે ઉત્તમ અને કઈ રાશિના જાતકોએ સાચવવું જાણો અહીં.

કઈ રાશિ માટે શુક્રવારનો દિવસ છે ઉત્તમ અને કઈ રાશિના જાતકોએ સાચવવું જાણો અહીં

મેષ- King of Swords

આજે તમારા ઉપરી અધિકારી તમને સારું કામ કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. તમે સક્ષમ છો તે વાત સાબિત કરવાનો આ દિવસ છે. લોકો તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરશે. સારા પરિણામ મેળવવા માટે કામ કરવાની પ્રેરણા મળશે. અંગત જીવન માટે દિવસ ખૂબ સારો રહેશે.

વૃષભ- Strength

તમારા જીવનસાથી ભવિષ્યની યોજનાઓ માટે તમને પ્રોત્સાહિત કરશે. વ્યવસાય અને વ્યક્તિગત જીવનમાં કોઈની મદદ શુભ સાબિત થશે. તમારે ધૈર્ય અને શાંતિથી કામ લેવાની જરૂર છે. કોઈની પણ વાત પર વિશ્વાસ કરતાં પહેલા તેને સમજી અને સારી રીતે સાંભળવી જરૂરી છે. નહીં તો માનસિક તણાવ થઈ શકે છે.

મિથુન – The Hermit

નોકરી કરતાં લોકોને જો ક્યાંયથી જવાબ ન મળી રહ્યો હોય તો અશાંત ન થવું. તમને સારી નોકરી ટુંક સમયમાં જ મળી શકે છે. તમારા પ્રયત્ન અનુસાર ફળ ન મળતાં મનમાં ચિંતા થઈ શકે છે પરંતુ ધીરજ રાખો તમારા પ્રયત્ન અનુસાર તમને પરિણામ મળશે.

કર્ક – Eight of Wands

આજે તમારી આસપાસના લોકો જો સારું કામ કરે તો તેમની પ્રશંસા કરો. નવા કાર્યોમાં કુશળતાની જરૂર પડી શકે છે. જો તમે કોઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છો તો આજે તમારે તમારા સાથીઓને પ્રેરીત કરવા પડશે. વ્યક્તિગત જીવનમાં તમારે કસોટીમાંથી પસાર થવું પડશે.

સિંહ – Two of Pentacles

આજનો દિવસ તમારા માટે દરેક સમસ્યાનું સમાધાન લાવનાર સાબિત થશે. જૂની સમસ્યાઓનું પણ અચાનક ઉપાય મળી શકે છે. માનસિક ભાર ઓછો થવાથી રાહત અનુભવશો. તમારે તમારા શબ્દોમાં સાચવીને વાપરવા જોઈએ. બોલવામાં ધ્યાન નહીં રાખો તો ખાસ સંબંધો ગુમાવવાનો વારો આવી શકે છે. ખોરાક પ્રત્યે ધ્યાન આપો.

કન્યા – The Star

આજે તમારું ભાગ્ય તમને સાથ આપશે. બીજા સાથે કામ કરવામાં આનંદ મળશે. જે કામ કરશો તેમાં સફળતા મળશે. અંગત જીવનમાં પણ લાભ થશે. તમને આજે ટીમને લીડ કરવાની તક મળી શકે છે. આજનો દિવસ ઉત્તમ રીતે પસાર થશે.

તુલા – Three of Swords

આજે તમારો સમય વેડફાય નહીં તેની ખાસ કાળજી લેવી પડશે. દિવસના અગત્યના કામો માટે એક શેડ્યૂલ બનાવો અને તેને અનુસરો. તમારી નજીકના લોકો પર વિશ્વાસ રાખો અને પ્રિયજનને સમય આપવો. સમયને વેડફશો તો નુકસાન થશે.

વૃશ્ચિક – Six of Pentacles

તમને આજે તમારી આસપાસના લોકોનો પૂરો સહયોગ મળશે. લોકો તમારા કામની પણ પ્રશંસા કરશે. જો તમારે તમારા કાર્યમાં સફળતા જોઈએ છે તો ટીમને થોડો પ્રેમ આપો સાથે જ કડકાઈથી કામ લેવાનું રાખો. રમતવીરોએ આજનો દિવસ સાવધાની રાખવી.

ધન – The World

આજે કેટલાક મોટા ફેરફારો થવાની અને નવી શરુઆત થવાની શક્યતા છે. તમારે તમારી પ્રાથમિકતા નક્કી કરી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો પ્રાથમિકતા નહીં નક્કી કરો તો ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરીવાર સાથે સમય પસાર કરો અને ભવિષ્ય અંગે ચર્ચા કરો. આ સમય ભવિષ્ય અંગે વિચાર કરવાનું કહે છે.

મકર – Nine of Swords

તમારે સંબંધ પ્રત્યે થોડી ગંભીરતા બતાવવી પડશે. જો તમે સંબંધ પ્રત્યે ક્લીયર નથી તો પહેલા તમારું વલણ સ્પષ્ટ કરો. આજનો દિવસ ગડમથલમાં રહેવાનો નથી. આજે દરેક બાબતએ પોતાનું સ્ટેન્ડ નક્કી કરી નિર્ણય લેવાનો દિવસ છે. વિચારોમાં ગુંજવાઈ જશો તો સમસ્યા થશે.

કુંભ – The Chariot

આજે તમારા માટે ધન લાભનો દિવસ છે. જુના રોકાણોથી તમને સારું વળતર મળશે. પરંતુ જો કોઈ નવું કાર્ય કરવાના હોય તો પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેજો. આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ. દોડધામમાંથી બ્રેક લઈ પરીવારને સમય આપો અને શાંતિથી દિવસ પસાર કરો.

મીન – Temperance

આજે તમારા કાર્યોની, નેતૃત્વની પ્રશંસા થશે. લોકો તમારી સલાહ લેવા પણ આવશે. એટલે લોકોને મદદ કરવા તૈયાર રહો. આજે ખોરાક બાબતે બાંધછોડ કરશો તો સ્વાસ્થ્ય પર તેની અસર દેખાશે એટલે આ બાબતે સાચવવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ