02.05.2020 – શનિવારે મીન રાશિના જાતકો રહેશે ભાવુક, જાણો અન્ય રાશિના જાતકોના હાલ-ચાલ

ટૈરો રાશિ : શનિવારે મીન રાશિના જાતકો રહેશે ભાવુક, જાણો અન્ય રાશિના જાતકોના હાલ-ચાલ

મેષ – Five of Coins

દિવસ તમારા માટે શુભ પરિણામ લાવશે. છેલ્લા કેટલાક દિવસોનો ભાર હળવો થઈ શકે છે. ઉત્સાહ વધશે, જીવનની સમસ્યાઓ હલ થશે. દરેક માટે નમ્રતાની ભાવના રાખો. બદલાતા સમયના કારણે મનમાં મુંઝવણ થઈ શકે છે. પરંતુ યાદ રાખો કે આ ફક્ત એક તબક્કો છે જે ટુંક સમયમાં સમાપ્ત થશે. સંયમથી કામ કરો અને તમારું ધ્યાન તમારા કામ અને તમારી જવાબદારીઓ પર રાખો.

વૃષભ – The Emperor

આજનો દિવસ તમારા માટે કેટલીક ચિંતાઓથી મુક્તિ મેળવવા માટેનો દિવસ સાબિત થઈ શકે છે. તમને વ્યવસાયની નવી તકો મળી શકે છે. જો કોઈ સમસ્યા આવી છે તો તે ટુંક સમયમાં હલ થશે. નિષ્ણાંત અથવા સલાહકારની મદદ લો. આજે તમે કોઈપણ બાબતે સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો.

મિથુન – Five of Wands

આજનો દિવસ તમારા માટે સફળતાથી ભરેલો દિવસ હોઈ શકે છે. તમારું કાર્ય સમયસર પૂર્ણ થશે. જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો પછી તપાસ કર્યા પછી જ નિર્ણય લો. કોઈ નવા વ્યક્તિને મળવાની તક મળશે જે તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આજે મનમાં કેટલીક ચિંતાઓ રહેશે જેના કારણે તમારું ધ્યાન કાર્યમાં રહેશે નહીં. કોઈની વાત મન પર ન લેવી આત્મવિશ્વાસ જાળવી રાખો.

કર્ક – Two of Swords

આજનો દિવસ તમારા કાર્યોને પ્રાધાન્ય આપી પૂર્ણ કરવાનો છે. તમારી જવાબદારીઓ પ્રત્યે સભાન બનો, તેમને પરિપૂર્ણ કરો નહીં તો તેનાથી તમારા જીવનમાં ઘણા કાર્યો અટકતા રહેશે. જો કોઈ સમસ્યા છે તો તે જલ્દીથી હલ થઈ જશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે, પરીક્ષાનું સારું પરિણામ આવશે. મહેનત યથાવત રાખો.

સિંહ- Judgement

આજે તમારે કોઈ અગત્યની યોજના પર કામ કરવું પડશે. તમે ધંધામાં રોકાણ કરવાનું વિચારી શકો છો. તમારા માટે કોઈ ખાસ વ્યક્તિને મળવાનો પણ આ સમય છે. આ વ્યક્તિ આગળ જતાં તમારા જીવનનો અગત્યનો ભાગ બની જશે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો.

કન્યા- Ten of Cups

આજનો દિવસ સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહેશે. દિવસ તમારા માટે સફળ સાબિત થશે. નવા લોકો સાથે મુલાકાત થશે જે કાર્યક્ષેત્ર માટે લાભકારી સાબિત થશે. તમારી જરૂરિયાતો પર ધ્યાન આપવાનું ભુલશો નહીં. તમે પણ બીજા જેટલા મહત્વપૂર્ણ છો યાદ રાખજો.

તુલા – The Hierophant

આજનો દિવસ તમારા માટે નવી શરૂઆત કરવાનો છે. જો તમે તમારા માટે આવકના અન્ય કોઈ સ્ત્રોત શરુ કરવા વિશે વિચારી રહ્યા છો તો તમારા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. તમને નવા લોકોને મળવાની તક મળશે. કેટલાક નવા સંપર્કો રચાય છે. જે પછીથી તમારી આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે. આ શરૂઆત હોઈ શકે છે જે તમને ભવિષ્યમાં આત્મનિર્ભર બનાવી શકે છે.

વૃશ્ચિક- The Moon

આજે તમારા માટે સાધવાની રાખવાનો દિવસ છે. સાથે જ આર્થિક લાભ અથવા કારકિર્દીમાં કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થવાના સંકેતો પણ મળી રહ્યા છે. આજનો દિવસ તમારા માટે આરામ કરવાનો છે અને તમારા કુટુંબ અથવા જીવનસાથી સાથે કેટલીક સારી વસ્તુઓ શેર કરવાનો છે.

ધન – Ace of Coins

આજનો દિવસ તમારા માટે સફળતા લાવી શકે છે. આજે તમે તમારા લક્ષ્યની આસપાસ પહોંચી શકો છો. જેનાથી તમે હળવા અને રાહત અનુભશો. લોકો તમારી કાર્યક્ષમતાથી પ્રભાવિત થશે. તમને તમારી ટીમ અને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે.

મકર – The Hermit

લોકોનો સહયોગ લઈ અને આગળ વધવાનો આજનો દિવસ છે. આજે કાર્ય સમયસર પૂર્ણ કરવામાં પણ મહેનત કરવી પડશે. તેથી તમારા કાર્ય માટે તમારા પાટનર અથવા મિત્રો પાસેથી મદદ લેવી પડશે તો સંકોચ વિના મદદ માંગી લેજો.

કુંભ- King of Wands

આજના દિવસે તમને ચારે બાજુથી મદદ અને સકારાત્મક વાતાવરણ મળી શકે છે. લોકો તમારી મદદ માટે આગળ આવી શકે છે. કોઈ તમારા શબ્દો અને વિચારોથી ઘણી પ્રેરણા મેળવી શકે છે. તમારી ઓળખને મજબૂત કરવા માટે આજનો સમય શ્રેષ્ઠ છે.

મીન – Death

આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ હોઈ શકે છે. તમને લોકો તરફથી કેટલીક પ્રતિક્રિયાઓ મળી શકે છે. શક્ય છે કે કેટલાક સિનિયર લોકોને તમારી કાર્ય કરવાની શૈલીમાં સમસ્યા આવી શકે. સંજોગોને અનુરૂપ તમારે પોતાને બદલવું પડશે. આજે તમે લાગણીશીલ બની શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ