01.05.2020 – શુક્રવારના દિવસે 12 રાશિઓ માટે શું કહે છે ટૈરો કાર્ડસ, જાણો અહીં…

શુક્રવારના દિવસે 12 રાશિઓ માટે શું કહે છે ટૈરો કાર્ડસ, જાણો અહીં

મેષ – Ace of Swords

આજનો દિવસ તમારા માટે નજીકના વ્યક્તિ સાથે સંબંધમાં ગેરસમજ ઊભી કરશે. કોઈ પર પણ કારણ વગર વિશ્વાસ ન કરો. તમારે થોડી કાળજીપૂર્વક કામ કરવાની જરૂર છે. જો તમે કોઈની સાથે વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો પહેલા તેના વિશે બધું જાણવું જરૂરી છે. નહીં તો તમને નુકસાન થઈ શકે છે.

વૃષભ – The Hierophant

કેટલીક બાબતમાં તમારા માટે આજનો દિવસ આશ્ચર્યજનક સાબિત શકે છે. આર્થિક મોરચે દિવસ ખૂબ સકારાત્મક બની રહેશે. અચાનક કોઈ મોટો લાભ થશે, અટવાયેલા પૈસા પણ પરત મળી શકે છે. દિવસ તમારા માટે દરેક રીતે ઉત્તમ પરિણામ આપનાર સાબિત થશે.

મિથુન – Three of Cups

આજે તમે તમારા કાર્ય માટે ખૂબ સજાગ અને જવાબદાર રહેશો. તમે સમય પહેલાં તમારા લક્ષ્યને પૂર્ણ કરવાનું વિચારશો. તમારી કાર્ય પ્રત્યેની ગંભીરતાની પ્રશંસા થઈ શકે છે. આજે તમે તમારી જાતને નવી ઊર્જાથી ભરેલા અનુભવશો. તમારી યોજનાઓ પણ ઉપરી અધિકારીઓને પસંદ પડશે.

કર્ક – Judgement

આજે તમારા માટે તમારા કાર્યમાં સંપૂર્ણ સજ્જ રહેવા માટેનો દિવસ છે. તમારી પાસે સામાન્ય દિવસો કરતા વધારે જવાબદારીઓ પણ હોઈ શકે છે. તેથી તમે ખૂબ વ્યસ્ત રહી શકો છો. કોઈ ખાસ કાર્ય પૂર્ણ કરવા માટે તમારા ઉપર દબાણ આવી શકે છે.

સિંહ – The Chariot

આજે તમારા માટે કેટલીક અનુકૂળ પરિસ્થિતિઓ સર્જવા જઈ રહી છે. કેટલાક લોકો કે જેનાથી તમે અત્યાર સુધી ત્રસ્ત હતા તે હવે સહયોગ આપશે. તમને કંઈક નવું મળશે તમારે તમારી બધી ઇન્દ્રિયોને જાગૃત રાખવી પડશે. થોડી બેદરકારી મોટું નુકસાન પહોંચાડી શકે છે.

કન્યા – Wheel of Fortune

તમારા શબ્દો આજના દિવસે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તમે જે કહો છો તેનાથી તમે લોકોને સહમત અને પ્રભાવિત કરી શકો છો. આ કુશળતાની પણ પ્રશંસા કરવામાં આવશે. તમારું વ્યક્તિત્વ અને તમારી વાતો બંને અસરકારક રહેશે. તમારા શબ્દો લોકો પર હકારાત્મક અસર કરશે.

તુલા – The Star

આજે તમારા કાર્યને વધુ મહત્વ આપવાની જરૂર છે. તમારી આસપાસનું વાતાવરણ થોડું બોજારૂપ બની શકે છે પરંતુ તમારે કામ પર તમારું પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમે આ રીતે જ પરિસ્થિતને જીતી શકશો. તમને કંઈક નવું જાણવા મળશે જે તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે. તમારે તમારા કાર્ય માટે થોડું સંશોધન કરવું પડી શકે છે.

વૃશ્ચિક – The Magician

આજનો દિવસ તમારા માટે વિશેષ છે. તમારી યોજના, તમારી વાત અને સલાહ દરેકનું મૂલ્ય રહેશે. આ માટે તમારી પ્રશંસા પણ થશે. તમારા વડિલો તમારી કામગીરીથી ખુશ રહેશે. દિવસ સુખદ વાતાવરણમાં પસાર થશે. તમારે ખોરાક પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

ધન – Page of Pentacles

આજનો દિવસ તમારા માટે કેટલાક નવા પડકારો લાવી શકે છે. તમે પરિસ્થિતિ તમારી વિરુદ્ધ જતી હોય તે અનુભવ કરશો. પરંતુ તે વધુ સમય સુધી ટકશે નહીં. બપોર બાદ આ કામોમાં ગતિ મેળવી શકાશે.

મકર- Three of Wands

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિઓ સર્જવાનો છે. કેટલાક કેસમાં તમને ઇચ્છિત લાભ મળી શકે છે. જે તમારા માટે મોટી સિદ્ધિ બની શકે છે. તમને કોઈ ખાસ પ્રકારનો લાભ થશે તેવી સંભાવના છે. તમને તમારા પાર્ટનર તરફથી વધુ સારો સહયોગ મળશે.

કુંભ – Two of Swords

આજે તમારા માટે કાર્યો પૂર્ણ કરવાનો દિવસ છે, પરંતુ આ કામો લોકોની મદદથી પૂર્ણ થઈ શકે છે. તમારે તમારી ટીમ અને ટીમના સાથીઓને સંપૂર્ણ મદદરુપ થવું પડશે. લોકોની સહાયથી મોટું કામ થઈ શકે છે. આજે તમારો મૂડ પણ સારો રહેશે, લોકો સાથે મળીને આનંદ માણશો.

મીન – Temperance

આર્થિક બાબતોમાં આજે તમારા માટે મોટી રાહત રાહત જોઈ રહી છે. કેટલાક લોકોને અપેક્ષિત ફાયદા થવાના સંકેત છે. આજે તમે કેટલાક મિત્રો માટે ખૂબ સારા સલાહકારોની ભૂમિકા ભજવશો. લોકો તમારી પ્રતિભાથી પ્રભાવિત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ