એડવેન્ચર ટ્રિપ પર નિકળી તારક મહેતા..’ની જૂની સોનુ, પ્રવાસ માટે ખરીદી 11 લાખની કાર

પ્રેક્ષકોએ હિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાળ કલાકારોને મોટા થતા જોયા છે. તેથી જ લોકોમાં આ કલાકારો પ્રત્યેનું જુદો જ લાગવ છે. તેથી, જ્યારે અભિનેત્રી નિધિ ભાનુશાળી એટલે કે જૂની ‘સોનુ’ નો કોઈ ફોટો સામે આવે છે, ત્યારે તે તરત જ ઇન્ટરનેટ પર છવાઈ જાય છે. સોનુની તાજેતરની તસવીરોએ ઘણો હંગામો મચાવ્યો છે. ફેન્સ કહે છે કે હવે ભોળી લાગતી ‘સોનુ’ હવે બદલાઈ ગઈ છે.

image source

નોંધનિય છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ નિધિ ભાનુશાલી હાલમાં જ બિકીની વીડિયોને કારણે ચર્ચામાં આવી હતી. તેમણે સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તે હાલમાં ગુજરાતના કોઈક ગામડામાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આ તસવીરો સાથે તેણે એક લાંબી પોસ્ટ પણ શૅર કરી હતી. નિધિએ આ પોસ્ટ દ્વારા પોતાના પ્રવાસ અંગે વાત કરી છે. તો બીજી તરફ નિધિએ ગુજરાતના ગામડાની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અમે સૂર્યાસ્તની પાછળ પાછળ ગુજરાતના એક નાનકડાં ગામમાં ઉતર્યા હતા. અહિનું વાતાવરણ ખુબ જ આહલાદક છે.

image source

આ ઉપરાંત અમે અહીં ઉતર્યા તો ગામના લોકોએ અમને અહીં રાત રોકાઈ જવાનો આગ્રાહ કર્યો હતો. એટલુ જ નહીં તેમણે અમને સુવા માટે ખાટલા પણ આપ્યા હતા અને આ ઉપરાંત તેમનું સ્પેશિયલ દૂધ આપ્યું હતું. નોંધનિય છે કે સોનૂની સાથે તેમની ખાસ ફ્રેન્ડ જુગની (નિધિની ડોગી) ખેતરમાં આમથી તેમ રખડતી હતી. નીધિએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, અમે ખુલ્લા આકાશમાં એકદમ શાંતિથી સૂઈ ગયા હતા. તેમણે આગળ કહ્યું કે, લાખો તારાઓને પણ ખબર હતી કે અમે આ દયાળુ લોકોના હાથમાં સલામત છીએ. સોનૂને અહિંયાના લોકોના આભાર સત્કાર બહુ જ ગમ્યો. તેમણે કહ્યું અહિના લોકો બહુ માયાળુ છે.

image source

આખી રાત કુદરતના ખોળે વિતાવ્યા બાદ સવારનો સોનેરી સૂરજ જોયો. અમારું ભોજન બનાવીને અમે આગળની સફર માટે નિકળી ગયા. તો બીજી તરફ નિધિની માતા પુષ્પા ભાનુશાલીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમની દીકરી નિધિ વાસ્તવિક જીવનમાં ઘણી જ સાહસિક છે. તે પોતાના એક મિત્ર તથા ડોગી સાથે રોડ ટ્રિપ પર નીકળી છે. તેમણે કહ્યું કે, આ સફર બેથી ત્રણ મહિના સુધી ચાલે તેવી શક્યાતા છે. નિધિની માતાએ વધુમાં કહ્યું કે, ‘આ લોંગ ટ્રિપ પર નિધિ પોતાની જૂની કાર લઈ જવા માગતી નહોતી. આથી જ તેણે હોન્ડા WRV કાર ખરીદી હતી. તો બીજી તરફ કારને પોતાની રીતે કસ્ટમાઈઝ કરાવી હતી.

image source

નીધિની માતાએ વધુમાં કહ્યું કે, સાચું કહું તો શરૂઆતમાં જ્યારે નિધિએ મને આ લોંગ ટ્રિપ અંગે જણાવ્યું તો મને ઘણો જ ડર લાગ્યો હતો, પરંતુ મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. તેમણે આગળ કહ્યું કે, ‘તારક મહેતા સિરિયલ છોડ્યા બાદ નિધિ 5થી 6 એડવેન્ચર ટ્રિપ આવી છે. જોકે આ ટ્રિપ થોડી અલગ છે કારણ કે અત્યાર સુધીની સૌથી લાંબી સફર છે. તેમની માતાએ કહ્યું કે, હું રોજ તેની સાથે વાત કરું છું.

image source

નિધિ ભાનુશાળીએ થોડા દિવસ પહેલા જંગલની વચ્ચેથી તેની તસવીરો શેર કરી હતી. નિધિ આ તસવીરોમાં હિપ્પી અથવા કહો જિપ્સી લૂકમાં જોવા મળી હતી. નિધિ ભાનુશાળી ઘણી બોલ્ડ પણ બની ગઈ છે. આ તસવીરો તેની એક ટ્રેકિંગ-કેમ્પિંગ ટ્રિપ્સની છે. આ તસવીરોમાં નિધિ તેના સાથી એટલે કે તેના પાલતુ કૂતરા સાથે જંગલોમાં ફરતી જોવા મળી રહી છે.

image source

નિધિ ભાનુશાળીએ વિવિધ નેચરલ સાઈટ્સ પરથી તેની તસવીરો પોસ્ટ કરી છે. નિધિ ભાનુશાળીએ પોતાનો લૂક સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. સરળ દેખાતી સોનૂ હવે બોલ્ડ લાગી રહી છે. નિધિ ભાનુશાલીને તેના વાળમાં ડ્રેડલોક્સ કરાવ્યા છે. આ સાથે તેને નોઝ પિયરસિંગ પણ કરાયું છે. આ સાથે, હવે તે એકદમ બોલ્ડ અને રિવીલિંગ આઉટફિટ પહેરે છે.

image source

નિધિ ભાનુશાળીને જોતા લાગે છે કે તે એકદમ સાહસિક છે. ચાહકોને નિધિની દરેક સ્ટાઈલ પસંદ આવી રહી છે. ઘણા ચાહકો કહી રહ્યા છે કે ‘ભીડે’ની પુત્રી’ સોનુ ‘માં ઘણો બદલાવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે, તેનો એક વીડિયો પાછલા દિવસે ખૂબ વાયરલ થયો હતો, જેમાં તે જંગલની મધ્યમાં બિકીનીમાં તરતી જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong