સલમાન જેવા અનેક ફેમસ એક્ટરને બાય-બાય કહીને હવે કૈટરિના થઇ આ એક્ટર સાથે લટ્ટુ, સોનમ કપૂરના ભાઇએ ખુલાસો કરતા કહ્યું કે…

બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કેફ અને એકટર વિક્કી કૌશલ ડેટિંગને લઈને ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. જો કે બન્નેમાંથી કોઈએ ક્યારેય પણ પોતાના સંબંધને સાર્વજનિક રીતે સ્વીકાર નથી કર્યો, પણ એમને ઘણીવાર એકબીજાના ઘરની બહાર જોવામાં આવ્યા હતા.

image source

કરણ જોહરના શો કોફી વિથ કરણના તરત પછી જ કેટરીના કેફ અને વિક્કી કૌશલના ડેટિંગની અફવાઓ શરૂ થઈ ગઈ હતી. શોમાં જ્યારે કરણ જોહરે ખુલાસો કર્યો કે કેટરીના કેફ વિક્કી કૌશલ સાથે કામ કરવા માંગે છે અને એ બન્ને એકસાથે સારા લાગશે તો એ વાત પર ઉરી અભિનેતાએ બેહોશ હોવાનું નાટક કર્યું હતું. પણ હવે અભિનેતા અને સોનમ કપૂરના ભાઈ હર્ષવર્ધન કપૂરે આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરમાં દીકરા હર્ષવર્ધન કપૂરે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે વિક્કી કૌશલ અને કેટરીના કેફ એકસાથે છે. Zoom ‘By Invite Only Season 2’માં વાતચીત દરમિયાન હર્ષવર્ધન કપૂરને જવાબ આપવાનો હતો કે ઇન્ડસ્ટ્રીમાં એવી કઈ અફવા છે જે એમને લાગે છે કે સાચી છે કે પછી એક પીઆર ચાલ છે? આ સવાલનો જવાબ આપતા હર્ષવર્ધન કપૂરે કહ્યું કે વિક્કી કૌશલ અને કેટરીના કેફ સાથે છે ,એ સત્ય છે.

image source

એ પછી એકટર આગળ કહે છે કે શું હું આ કહ્યા પછી એ માટે તકલીફમાં પડી જઈશ? કદાચ…”હવે હર્ષવર્ધનનો આ ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હ્યો છે. આ સાથે જ કેટરીના અને વિક્કી કૌશલના સંબંધ અંગે પણ પુષ્ટિ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

તમને જણાવી દઈએ કે હર્ષવર્ધન કપૂર હાલના દિવસોમાં પોતાની અપકમિંગ સિરીઝ રેનું પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ શોનું ટ્રેલર યુટ્યુબ પર રિલીઝ થયું છે. અભિષેક ચોબે, શ્રીજીત મુખર્જી અને વાસન બાલા દ્વારા નિર્દેશિત આ સીરીઝ 25 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ સિરીઝમાં મનોજ બાજપાઈ, ફઝલ, કે કે મેનન, હર્ષવર્ધન કપૂર, રાધિકા મદન, બસુ પ્રસાદ, અનીંદિતા બોસ, ગજરાજ રાવ અને બીદિતા બાગ દેખાશે.

image source

તો બીજી બાજુ વિક્કી કૌશલ અને કેટરીના કેફના ફેન્સ એક રોમેન્ટિક ફિલ્મમાં બન્ને સાથે કામ કરે એની રાહ જોઈ રહ્યા છે. એ દરમિયાન કેટરીનાને છેલ્લી વાર અંગ્રેજી મીડિયમના ગીત કુડી નું નચને દેમાં જોવામાં આવી હતી. એમની પાસે સૂર્યવંશી, ફોન ભૂત અને ટાઇગર 3 સહિત ઘણા પ્રોજેક્ટ્સ છે. જ્યારે વિક્કી કૌશલ છેલ્લી વાર ભૂત- ભાગ એક- ધ હોન્ટેડ શિપ 2020માં દેખાયા હતા. એ પછી એમની પાસે સરદાર ઉધમ સિંહ, સેમ બહાદુર અને મિસ્ટર લેલે ફિલ્મ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong