તારક મહેતા..ના આ ડાયલોગે મચાવી દીધો હોબાળો, અને અંતે માંગવી પડી માફી કારણકે…

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના એક ડાયલોગે મચાવ્યો હોબાળો – જાહેરમાં માગવી પડી માફી

image source

તારક મેહત કા ઉલ્ટા ચશ્માના એક ડાયલોગ માટે ચંપક ચાચા અને સીરીયલના પ્રોડ્યુસરે માગવી પડી માફી

હાલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના પ્લોટમાં દરેક પાત્રોને તેમની માતૃભાષામાં વાત કરતા બતાવવામાં આવી રહ્યા છે. અને તેમના આ જ માતૃભાષાના એપિસોડના કારણે હોબાળો મચી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસે આ બાબતને લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર પર ભારે રોશે ભરાયા છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ કર્મચારી સેનાના અધ્યક્ષ અમય ખોપકરે શો મેકર્સને માફીની માંગ કરી છે, ત્યાર બાદ અને લોકોની લાગણી દુઃભાવા બદલ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ સોશિયલ મિડિયા પર તેને લઈને સ્પષ્ટતા પણ આપી છે અને માફી પણ માંગી છે.

વાસ્તવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચાલી રહેલા પ્લોટમાં ચંપક ચાચા એક ડાયલોગ બોલે છે જેમાં મુંબઈની ભાષાને હિંદી બતાવવામાં આવી છે અને તેને લઈને સિરિયલનો એમએનએસએ વિરોધ કર્યો છે. મનસેએ શોના પ્રોડ્યુસર અને ડાલયોગ બોલનાર ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટ અને અસિત મોદી પાસે માંફી માંગવાની માંગ કરી છે, અને આ હોબાળો જોઈને ચંપક ચાચાએ તરત જ મનસેના કાર્યકર્તાઓની ડાયલોગ બદલ માફી માંગી છે.

image source

અમિત ભટ્ટ દ્વારા માફી માંગ્યા બાદ મનસે હજુ પણ શોથી નારાજ છે અને તેમણે શોના પ્રોડ્યુસરને જણાવ્યું છે કે શો દ્વારા જ મહારાષ્ટ્રની જનતા પાસે માફી માંગવામા આવે નહીંતર તેઓ શૂટિંગ થતું અટકાવી દેશે.

હકીકત એમ છે કે ગત સેમવારે પ્રસારિત થેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડમાં એક સીનમાં ચંપક ચાચા મુંબઈની ભાષા હીંદી છે તેવું કહેતાં જોવા મળ્યા હતા. આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગઈ હતી અને મનસેએ ધમકી આપી દીધી હતી કે શોના પ્રોડ્યુસર અને સ્ટાર્સ શોના માધ્યમથી મરાઠી પ્રજા પાસે માફી માંગે નહીંતર પરિણામ યોગ્ય નહીં આવે.

image source

ત્યાર બાદ શોના નિર્માતા અસિત મોદીએ સ્પષ્ટતા આપતા ટ્વિટ લખ્યું હતું, ‘મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને અમારા મહારાષ્ટ્રની રાજ્યભાષા મરાઠી છે. તેમાં કોઈ જ શંકા નથી. હું ભારતીય છું અ મહારાષ્ટ્રીયન છું અ ગુજરાતી પણ છું. બધી જ ભારતીય ભાષાઓનું હું સમ્માન કરું છું. જય હિન્દ.’

તે વળી ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મરાઠીમાં માફી માગતો પત્ર લખ્યો છે જેની તસ્વીર તેમણે શેર કરી છે. જેનો સાર કંઈક આ પ્રમાણે હતો, ‘મેં ભૂલથી મુંબઈની ભાષાને હિંદી જણાવી હતી કારણ કે તે પ્રમાણે સ્ક્રીપ્ટમાં લખ્યું હતું. તેમ છતાં હું મારી આ ભૂલ બદલ માફી માગું છું અમને પણ મરાઠી ભાષા પર ગર્વ છે. હું તમને ખાતરી આપું છું કે આવી ભૂલ ભવિષ્યમાં ફરી નહીં થાય.’

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhattmkoc) on

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી એક વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ફિલ્મમાં તારક મેહતાનું પાત્ર ભજવનાર શૈલેશ લોઢા જણાવી રહ્યા છે – ભારતની આર્થિક રાજધાની અને મહારાષ્ટ્રનું સુંદર શહેર મુંબઈ, જ્યાં સ્થાનિક અને અધિકૃત ભાષા મરાઠી છે.

અમે ગયા એપિસેડમાં ચંપક ચાચા દ્વારા એ કહ્યું હતું કે અહીંની ભાષા હિન્દી છે. તેનો ભાવાર્થ એ હતો કે મુંબઈએ ખુલા મનથી દરેક પ્રાંતના લોકોને અને દરેક ભાષાને સમ્માન આપ્યું છે, પ્રેમ આપ્યો છે. તેમ છતાં ચંપક ચાચાની આ વાતથી જો કોઈના મનને દુઃખ પહોંચ્યું હોય તો અમે પૂર્ણ હૃદયથી માફી માંગીએ છે.

image source

મનસે નેતા અમય ખેવકરે શોની ટીકા કરતાં લખ્યું હતું કે તામિલનાડુની ભાષા કઈ છે તે તેમને ખબર છે, ગુજરાતની ભાષા કઈ છે તે તેમને ખબર છે પણ જે મુંબઈમાં તેઓ રહે છે તેની જ માતૃભાષા તેમને ખબર નથી. હિન્દી તો હજુ સુધી આપણી રાષ્ટ્ર ભાષા પણ નથી. હવે જો શોના માધ્યમથી તેમણે માફી માગવી પડશે નહીંતર અમે તેમના ચશ્મા ખરેખ ઉલ્ટા કરી દઈશું.

image source

અમેય ખોપકરે શોના પ્રોડ્યુસર તેમજે સ્ટાર્સને ધમકી આપતા કહ્યું હતું કે મરાઠી જ મુંબઈની મુખ્ય ભાષા છે. આ પ્રોપોગેન્ડા ઉભો કરી રહ્યા છે. આ ગુજરાતીઓએ રોકાવું જ પડશે. જે મરાઠી એક્ટર આ શોમાં કામ કરી રહ્યા છે તેમને શરમ આવવી જોઈએ કે તેઓ આ પ્રકારના સ્ટેટમેન્ટને સપોર્ટ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ