76ની ઉંમરે કાજોલની મોમ અને વિતેલા જમાનાની બોલીવૂડ એક્ટ્રેસ તનૂજા પુલ પાર્ટીની માણી રહી છે મજા, જોઇ લો તસવીરોમાં

76ની ઉંમરે કાજોલની માતા અને વિતેલા જમાનાની બોલીવૂડ એક્ટ્રેસ તનૂજા તનિષાની પૂલ પાર્ટીમાં જોવા મળ્યા મોનકનીમાં

બોલીવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી કાજોલના માતા અને અભિનેતા અજય દેવગનના સાસુમા તનૂજાની એક તસ્વીર હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં 76 વર્ષિય તનુજા મોનોકની (એક પ્રકારની બીકીની)માં જોઈ શકાય છે. આ તસ્વીરમાં તમે તનુજાનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોઈ શકો છો જેને જોઈને ફેન્સ ચકિત થઈ ગયા છે. તનુજા પોતાની નાની દીકરી તનીષાની પૂલ પાર્ટીમાં આ અંદાજમાં જોવા મળીહેતી જેની તસ્વીર દીકરી તનીષાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

image source

તમને જણાવી દઈએ કે 3જી ફેબ્રુઆરીએ તનીષા મુખર્જી એટલે કે કાજોલની નાની બહેન અને તનુજાની નાની દીકરીએ પોતાનો 42મોં જન્મ દિવસ ઉજવ્યો હતો. આ જન્મ દિવસ નિમિતે તેણીએ પોતાના મિત્રો તેમજ પરિવાર માટે પૂલપાર્ટી આયોજિત કરી હતી. આ પાર્ટીમાં તનીષાના મિત્રોની સાથે તેની માતા તનુજા પણ સ્વીમીંગ પૂલ આગળ પાર્ટીને માણતી જોવા મળી હતી. દીકરી તનીષાએ તો મોનાકની પહેરી જ હતી પણ તનુજાએ પણ પહેરી હતી અને તેની સાથે ફોટો શૂટ પણ કરાવ્યું હતું.

image source

તનીષાની સાથે તેની માતા ઉપરાંત તેની બહેનપણીઓ પણ પૂલ પર બિકિનીમાં જોવા મળી હતી. તનૂજાએ બ્લૂ રંગનો સ્વિમસૂટ પહેર્યો હતો. તો તનિષાએ સ્કાઈ બ્લૂ રંગની બીકીની પહેરી હતી. તમને જણાવી દઈએ કે તનીષા અવારનવાર પોતાની તસ્વીરો ઇન્સ્ટા પર શેર કરતી રહે છે. બીગ બોસમાં ભાગ લીધા બાદ તેણીનું ફેન ફોલોઈંગ પણ વધી ગયું છે. જો કે તેણીને ફિલ્મોમાં પોતાની બહેન જેટલી સફળતા ન મળી શકી.

image source

પૂલ પાર્ટી ઉપરાંત રાત્રે કે કટીંગની એક વિડિયો પણ તેણીએ શેર કરી છે. તનિષાએ પોતાનો બર્થડે એક રિઝોર્ટમાં સેલિબ્રેટ કર્યો હતો. અને તે દિવસે કાજોલે પણ સોશિયલ મિડિયા પર પોતાની સાથેની પોતાની બહેનની કીશોરાવસ્થાની એક સુંદર તસ્વીર તસ્વીર શેર કરતાં તેણીને બર્થડે વિષ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji) on

જો કે આ પહેલીવાર નથી કે તનુજાએ આ ઉંમરે આવા બોલ્ડ વસ્ત્રો પહેર્યા હોય. આપહેલાં પણ તનિષા અને તનુજાની સ્વિમસૂટવાળી તસ્વીરો વાયરલ થઈ ચુકી છે. બન્ને સ્વિમિંગ પૂલમાં ફન કરતાં જોવા મળ્યા હતા. અને આ તસ્વિરો તનિષાએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. તે વખતે તેઓ આંદામાન નિકોબાર આઈલેન્ડ પર રજાઓ માણી રહ્યા હતા.

image source

હાલ તનિષાની આ પૂલ પાર્ટીની તસ્વીરો સોશિયલ મિડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. તો વળી લોકો તનુજાના આ લૂકના વખાણ કરતાં પણ જોવા મળ્યા છે. લોકોએ તનુજાની જિંદાદિલીને બીરદાવી છે. તનુજાએ પોતાની કેરિયરમાં ઘણી બધી સુપરહીટ ફીલ્મો આપી છે. તેની અને રાજેશ ખન્નાની જોડી લોકોને ખૂબ ગમી છે.

image source

દીકરી તનીષાની વાત કરીએ તો તેણી ફિલ્મોમાં પ્રવેશી ખરી પણ તેણી લોકોમાં કાજોલ જેવું આકર્ષણ ન જમાવી શકી. અત્યાર સુધીમાં તનીષા, તુમ મિલો તો સહી, ટેન્ગો ચાર્લી, સરકાર રાજ, વન ટૂ થ્રી, નીલ એન્ડ નિક્કી જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ ઉપરાંત તેણીએ એન્ટરટેનમેન્ટ કી રાત, કોમેડી નાઇટ બચાવો અને બીગ બોસ જેવા રિયાલીટી શોમાં પણ કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ