તારક મહેતાનો પ્રથમ એપિસોડ કેવો હતો, જાણો શું થયું હતું જેઠાલાલનું, એપિસોડ જોઈ ખડખડાટ હસી પડશો

જાણી લો કેવો હતો તારક મહેતા કા ઉલટા ચશ્માંનો પહેલો એપિસોડ, પહેલા જ દિવસે જેલમાં પહોંચી ગયા હતા જેઠાલાલ.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં શો એ સૌથી લાંબો ચાલનારો કોમેડી શો બની ગયો છે. છેલ્લા 12 વર્ષોથી આ શોની લોકપ્રિયતામાં કોઈપણ પ્રકારની કમી નથી આવી. ઘણા કલાકારો આવ્યા, ને ઘણા કલાકારો ગયા, ઘણા ચહેરા બદલાયા પણ આ કોમેડી સિરિયલને લઈને લોકોની દીવાનગી હતી એમની એમ જ રહી છે.

image source

જો કે સમયની સાથે સાથે એના પાત્રોના કેરેકટરાઈઝેશનમાં ઘણું પરિવર્તન આવી ચૂક્યું છે. પહેલા એપિસોડથી લઈને અત્યાર સુધી પાત્રોના હાવભાવ, બોલચાલ અને વ્યવહાર બધામાં જ ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે. પણ જે એક વસ્તુ એવીને એવી છે તો એ છે જેઠાલાલની જિંદગીમાં તકલીફોનો સિલસિલો. આ સિલસિલો સીરિયલના પહેલા દિવસથી ચાલતો આવ્યો છે અને આજે પણ કાયમ છે.

image source

આવો હતો પહેલો એપિસોડ.

28 જુલાઈ, 2008ના રોજ તારક મહેતા કા ઉલટા ચશ્માંનો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો અને એ મજાક મસ્તી ભરેલી સફર આજે પણ કાયમ છે. પહેલા જ એપિસોડમાં આ શોનો આઈડિયા કઈ રીતે આવ્યો અને કેવી રીતે એ આઈડિયાને અમલમાં મુકવામાં આવ્યો એની બધી જ જાણકારી આપવામાં આવી હતી.

image source

પહેલા એપિસોડની ખાસ વાત એ હતી કે પહેલા જ એપિસોડમાં જેઠાલાલ હથકડી પહેરેલા અને કેદીઓના ડ્રેસમાં નજરે આવ્યા હતા. જેમના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. તો ચાલો જરા તમે પણ જોઈ લો તારક મહેતા કા ઉલટા ચશ્માં શોના પહેલા એપિસોડની મજેદાર ઝલક.

image source

આજે પણ સોસાયટીમાં થાય છે એટલો જ હંગામો.

તારક મહેતા કા ઉલટા ચશ્માંના 12 વર્ષ પહેલાં જે ધમાકેદાર શરૂઆત થઈ હતી આજે પણ એ હંગામો ગોકુલધામ સોસાયટીમાં જોવા મળે છે. આજે પણ ભીડે અને જેઠાલાલની નોકજોક હતી એવીને એવી જ છે, ટપ્પુની મસ્તી આજે પણ જેઠાલાલની તકલીફો વધારે છે તો જેઠાલાલના આજે પણ બબીતા જીને જોઈને શ્વાસ અધ્ધર થઈ જાય છે. જો કે દયા ભાભી અને જેઠાલાલની કેમેસ્ટ્રીને લોકો ખૂબ જ મિસ કરી રહ્યા છે.

દયા બેનનો રોલ નિભાવનારી દિશા વકાણી છેલ્લા 3 વર્ષથી શોથી દૂર છે. દયા બેન ઉર્ફે દિશા વકાણી મેટરનીટી લિવ પર ગઈ હતી પણ હજી સુધી એ શોમાં પરત ફરી નથી. જો કે મેકર્સે હજી સુધી આ રોલ માટે કોઈ અન્ય ચહેરાની શોધ પણ શરૂ નથી કરી. એવામાં એ આશા છે કે જલ્દી જ એ શોમાં પરત ફરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ