આ છોડથી પૈસો આવશે ચુંબકની જેમ ખેંચાઈ ને, આજે જ ઉગાડો તમારા ઘરે

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, પૈસા કમાવવા જરાપણ સરળ નથી. પૈસા કમાવવા માટે દિવસ-રાત અથાગ પરિશ્રમ કરવો પડે છે પરંતુ, તેમછતા પણ ઘણીવાર સ્થિતિ એવી સર્જાતી હોય છે કે, તમને તમારા પરિશ્રમ મુજબનુ ફળ પણ પ્રાપ્ત થતુ નથી. ઘણીવાર પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે, તમે જે પણ કામ કરો છો, તેમા અપેક્ષા મુજબના નાણા તમને મળતા નથી.

image source

આજના યુગમા તમને ખ્યાલ જ હશે કે, પૈસા વિના સારા જીવનની કલ્પના કરી શકાતી નથી અને તેથી જ લોકો વધુમા વધુ નાણા મેળવવા માટે વિવિધ પ્રકારના પ્રયોગો કરતા રહેતા હોય છે જેમકે, જ્યોતિષીય ઉપાયો અને વાસ્તુ ઉપાય અને અમુક લોકો તો આ માટે પોતાના ઘરમા મની પ્લાન્ટ પણ લગાવે છે.

image source

તમે ઘણા ઘરોમા મની પ્લાન્ટના છોડ જોયા હશે. એવુ કહેવામા આવે છે કે, આ પ્લાન્ટ ઘરમાં હોવુ એ વધારે પૈસાની આવક થવાનો સંકેત દર્શાવે છે અને તે સારું છે પરંતુ, અમે આજે તમને એક એવા છોડ વિશે જણાવીશુ કે, જે પૈસાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે. ફેંગશુઈ શાસ્ત્ર મુજબ જે છોડ ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે તે છોડનુ નામ છે ક્રાસુલા.

image source

આ છોડનુ મહત્વ એ મની પ્લાન્ટ કરતા પણ ઘણુ વિશેષ છે. આ છોડને “મની ટ્રી” તરીકે પણ ઓળખવામા આવે છે. આ ઉપરાંત ફેંગશુઈ મુજબ ઘરમા આ છોડ લગાવવામા આવે તો તે પૈસાને તમારી તરફ ખેંચે છે. આ છોડના પાંદડા એકદમ પહોળા હોય છે, જ્યારે આપણે તેને હાથથી અડકીએ તો આપણને તે મખમલ જેટલુ મુલાયમ લાગે છે. આ છોડના પાન અન્ય છોડ જેવા નબળા નથી હોતા. આ છોડની એક વિશેષતા એ છે કે, તે ક્યારેય પણ કરમાતો નથી.

image source

મની પ્લાન્ટની જેમ તેની સાર-સંભાળ રાખવા માટે વધારે પડતો પરિશ્રમ કરવો પડતો નથી, તે વધુ કાળજી માંગતું નથી. તેને દરરોજ પાણી આપવાની જરૂર નથી. જો ૨-૩ દિવસ પછી પણ પાણી આપવામાં આવે તો તે છોડ કરમાતો નથી. આ છોડ ઘરની અંદર છાંયડામાં પણ ઉગાડી શકે છે, આ ઉપરાંત તમે તેને એક નાના કુંડામા પણ ઉગાડી શકો છો.

image source

આ છોડને હમેંશા ઘરના મુખ્ય દરવાજા પાસે જ રાખવુ જોઈએ. ઘરમાં પ્રવેશવા માટેનો દરવાજો ખુલે છે, તેની જમણી બાજુ આ છોડને અવશ્ય રાખવો જોઈએ. આ છોડ સમય સાથે જ તેની અસર બતાવવાનું શરૂ કરે છે અને પૈસાની સાથે આ છોડ તમારા ઘરમા સુખ અને શાંતિ પણ લાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ