બહુચર્ચિત બનેલી તાંડવ વેબસિરિઝ જોવી હોય તો ઝડપથી જોઈ લેજો, નહીંતર…

તાંડવ’ વેબસીરીઝ પર વધ્યા વિવાદ, મેકર્સ- કલાકારોની વિરુદ્ધ મુંબઈમાં નોંધાવી દીધી FIR.

તાંડવ વેબ સીરીઝને લઈને રાજકારણ થતું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખનું કહેવું છે કે, તેમણે સીરીઝને લઈને ફરિયાદ મળી છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તેઓ ઓટીટી પ્લેટફોર્મને લઈને કોઈ સખ્ત કાનુન લાવે.

image source

-તાંડવને લઈને રાજકારણ તેજ.

-OTT માટે કાનુન ઈચ્છે છે અનિલ દેશમુખ.

-તાંડવના મેકર્સ સાથે યુપી પોલીસની પુછપરછ.

-મેકર્સની ધરપકડ પર ADGનું બયાન.

image source

અલી અબ્બાસ જફરની હાલમાં જ રીલીઝ થયેલ વેબ સીરીઝ તાંડવને લઈને ખુબ જ હલચલ જોવા મળી રહી છે. સીરીઝને લઈને આટલો મોટો વિવાદ ઉભો થઈ ગયો છે કે, ૬ જગ્યાએ FIR નોંધાવી દેવામાં આવી છે અને સુચના પ્રસારણ મંત્રાલયએ પણ આ મામલાના સંજ્ઞાન લેવામાં આવ્યો છે.
હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્યમાં તાંડવની વિરુદ્ધ FIRના મામલામાં ઉત્તર પ્રદેશ પોલીસના ચાર પોલીસકર્મી મુંબઈ પહોચી ગયા છે. તપાસ ટીમના સભ્ય અનિલ કુમાર સિંહ અને દયાશંકર દુબે મુંબઈ પોલીસ પાસેથી પરવાનગી લેવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે મળી રહ્યા છે. ખબર આવી રહી છે કે, મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં તાંડવ સીરીઝને લઈને FIR કરવામાં આવી છે. IPCની ધારા ૧૫૩ (A), ૨૯૫ (A), ૫૦૫ IPC હેઠળ નિર્માતા, નિર્દેશક અને કલાકારોની વિરુદ્ધ આ મામલો નોંધવામાં આવ્યો છે.

યુપી પોલીસ મુંબઈ કેમ ગઈ?

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

આમ આ પુરા વિવાદ પર આજતક સાથે વાતચીત દરમિયાન ADG પ્રશાંત કુમારએ સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડવાનો હક છે નહી. ત્યાં જ એમને એ પણ કહ્યું છે કે, આ કેસની પૂરી તપાસ થયા પછી જ કોઈ નિષ્કર્ષ પર પહોચવામાં આવશે. તેઓ કહે છે- જોવો અલગ અલગ જગ્યાઓ પર FIR થઈ છે અને તે FIRમાં કેટલાક લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અમારી પોલીસ આ કેસની તપાસ કરવા, કેસની તથ્યાત્મક વિવેચના કરવા ગઈ છે. કોઈની સાથે સખ્તી થશે નહી નહી જ કોઈ હેરેસમેન્ટ કરવામાં આવશે. પરંતુ કોઈને પણ ભાવનાઓની સાથે રમવાની પણ મંજુરી આપવામાં આવી શકે નહી. આવામાં અમારી જે ટીમ ગઈ છે તે આખા કેસની તપાસ કરીને રીપોર્ટ આપશે.

મેકર્સની થશે ધરપકડ?

image source

ત્યાં જ મેકર્સની ધરપકડ વાળી વાત પર પ્રશાંત કુમારએ હજી કઈપણ સ્પષ્ટ જણાવ્યું છે નહી. તેમણે ફક્ત એટલું જ કહ્યું છે કે, તપાસ થયા પછી યોગ્ય કાર્યવાહી થશે. તેમના મુજબ પોલીસની જે ટોમ મુંબઈ ગઈ છે, તેમની રીપોર્ટના આધાર પર જ કોઈ નિર્ણય લેવામાં આવશે. જાણકારી હશે કે, આ સમય યુપીથી પોલીસ અધિકારીઓની એક ટીમ મુંબઈમાં તાંડવના મેકર્સ સાથે પુછપરછ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અલી અબ્બાસ જફર, એમેઝોનની હેડ અપર્ણા પુરોહિત, પ્રોડ્યુસર હિમાંશુ કિશન મેહરા અને લેખક ગૌરવ સોલંકી સાથે સવાલ- જવાબ કરવામાં આવી શકે છે.

અનિલ દેશમુખનું મહત્વનું બયાન:

image soucre

તાંડવ વેબ સીરીઝને લઈને રાજકારણ ઘણું થતું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખએ કહ્યું છે કે, તેમણે સીરીઝને લઈને ફરિયાદ મળી છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તેઓ ઓટીટી પ્લેટફોર્મને લઈને કોઈ સખ્ત કાનુન લાવે.

તેમણે ફરી તે ડીબેટને હવા આપી દીધી છે જેને લઈને ઘણી ધમાલ જોવા મળી છે. તેમણે પોતાના બયાન દ્વારા ઓટીટી પર સેન્સરશીપની વાત કહી દીધી છે.

જાણીએ આખો વિવાદ.:

image source

તાંડવ સીરીઝનું નિર્દેશન અલી અબ્બાસ જફર દ્વારા કરવામાં આવ્યું છે. સૌથી વધારે વિવાદ જીશાન આયુબ અને તેમના એક સીનને લઈને જોવા મળી રહ્યો છે. તાંડવ સીરીઝના પહેલા જ એપિસોડમાં જે અંદાજમાં જીશાન ભગવાન શિવ બનીને સ્ટેજ પરથી બયાનબાજી કરી રહ્યા છે, તેનાથી સંત સમાજ નારાજ જોવા મળી રહ્યા છે. મેકર્સ તરફથી માફી જરૂરથી માંગવામાં આવી છે, પરંતુ ગુસ્સો શાંત થતો નથી જોવા મળી રહ્યો.

Pic.twitter.com/15LC6la7QF.

_ali abbas zafar (@aliabbaszafar) January 19, 2021

મેકર્સની માફી.

ડાયરેક્ટર અલી અબ્બાસ જફરએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિવાદ પર સફાઈ આપી છે. તેમણે લખ્યું હતું- અમે ખબર પડી છે કે, વેબસીરીઝના કેટલાક કન્ટેન્ટએ લોકોની ભાવનાઓને દુઃખ પહોચાડ્યું છે. હું જણાવી દઉં છે કે, વેબ સીરીઝની સ્ટોરી પૂરી રીતે કાલ્પનિક છે અને અમારી ટીમના કોઈ સભ્યનો ઈરાદો લોકોની ભાવનાઓને ઠેસ પહોચાડવાનો હતો નહી. મેકર્સ હવે તાંડવ માંથી દરેક વિવાદિત સીન હટાવવા માટે તૈયાર થઈ ગયા છે. મેકર્સ તરફથી સુચના પ્રસારણ મંત્રાલયને પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. એમની નજરોમાં મંત્રાલયએ એમને યોગ્ય દિશા બતાવી અને સતત સપોર્ટ કર્યો.