શું તમને ખબર છે ડીઝલ ગાડીઓ કેમ કાળો ધુમાડો છોડે છે? આ છે કારણ…

રસ્તા પર હંમેશા તમે એવી કાર જતી જોઈ હશે, જે સામાન્ય ગાડીઓ કરતા વધુ કાળો ધુમાડો છોડતી નીકળે છે. જેને કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ પાછળ અસલી કારણ શું છે. લોકો આ પાછળ અનેક પ્રકારના તર્ક લગાવે છે.


કોઈ કહે છે કે, કારનુ એન્જિન ખરાબ થઈ ગયું છે, કોઈ કહે છે કે કારનુ સાઈલેન્સર ફાટી ગયું હશે, તો કેટલાક બીજા જ કારણો આપતા હશે. તો આજે આ પાછળનું કારણ પણ જાણી લેજો.સૌથી પહેલા તો જાણી લો, કે બધી ડીઝલ ગાડીઓ કાળો ધુમાડો નથી ફેંકતી. કાળો ધુમાડો ફક્ત એ જ ગાડીઓમાંથી નીકળે છે, જેમનુ એન્જિન સારી રીતે મેઈન્ટેઈન નથી થતું.

શું હોય છે ધુમાડો

ડીઝલ એન્જિન કમ્પ્રેશન ઈગ્નિશન સિદ્ધાંત પર કામ કરે છે અને જે ડીઝલ સિલિન્ડરમાં જાય છે. દહન માટે તે ખુદ જવાબદાર હોય છે. જ્યારે એન્જિન વેલ મેઈનટેઈન નહિ હોય, ત્યારે ડીઝલ પૂરી રીતે દહન નહિ થાય, અને તે કાળા ધુમાડાના રૂપે બહાર આવશે.

આ કાળા ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણ ફેલાય છે. સાથે જ તેનાથી રસ્તા પરથી પસાર થતા લોકોને પણ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. જો તમારું એન્જિન વેલ મેઈન્ટેન હશે તો ડીઝલનું દહન બહુ જ આસાનીથી થઈ જશે અને કાળો ધુમાડો બહાર નહિ આવે.

ડીઝલ કારમાંથી જ ધુમાડો કેમ આવે છે

ક્યારેય પણ ડીઝલ કારમાંથી કાળો ધુમાડો બહાર આવવાનુ સૌથી મોટુ કારણ એ છે કે સિલિન્ડરમા હવા અને ઈંધનના અનુપાતમાં ગડબડી છે. મતલબ કે, સિલિન્ડરમાં હવા વધુ માત્રામાં જઈ રહી છે અથવા ડીઝલમાં વધુ હવા જઈ રહી છે.

આ અનુપાતના બગડવાના અનેક કારણો હોઈ શકે છે, જેમ ભરાયેલું ઈંધણ ઈન્જેક્ટર, એર ફિલ્ટર જામ થઈ જવું, દૂષિત ઈંધણ અને ઈંધણ પંપ જામ થઈ જવું વગેરે જેવા કારણો હોઈ શકે છે. ડીઝલ એન્જિનની ગાડીઓ એટલું પ્રદૂષણ નથી કરતું, જેટલું લોકો સમજે છે. કેમ કે કાળો ધુમાડો એન્જિનને મેઈનેટેઈન ન રાખવાને કારણે હોઈ શકે છે. ડીઝલ કારના એન્જિનને જો વ્યવસ્થિત રીતે મેઈન્ટેન રાખવામાં આવે તો ધુમાડો નહિ નીકળે.

સંકલન : અશ્વિની ઠક્કર