તમને ગુસ્સો કેમ આવે છે? ગુસ્સો આવે ત્યારે શું કરવું અને શું ના કરવું વાંચો અને બચાવો તમારા સંબંધોને તૂટવાથી…

ક્રોધ એવી ભાવના છે કે જેને વશ થયેલી વ્યક્તિ ભાન ભુલી જાય છે અને ન કરવાના કામ કરી બેસે છે. વર્તમાન સમયમાં એવી ઘણી ઘટનાઓ વિશે તમે પણ સાંભળ્યું હશે જેમાં બેક્ષણના આવેશમાં આવી વ્યક્તિ પોતાની સગી જનેતા, પિતા કે ભાઈને મોતને ઘાટ ઉતારી દે છે.


ક્રોધ એક ભાવના છે તેથી તેના પર વ્યક્તિ ધારે તો કાબૂ રાખી શકે છે. ક્રોધ આવે એટલે એકબીજા પર બુમ બરાડા કરવાને બદલે થોડા સમય માટે મૌન થઈ અલગ બેસી જવું અને બનેલી ઘટના વિશે શાંત મને વિચાર કરવો. તમારી વાતને નહીં પરંતુ સામેવાળી વ્યક્તિના સ્થાને પોતાને રાખી અને વિચાર કરવો. આમ કરશો એટલે તમારો ક્રોધ શાંત થવા લાગશે.


ક્રોધમાં દરેક વ્યક્તિને પોતાની વાત જ સાચી લાગતી હોય છે. પરંતુ જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે પોતે કહેલા શબ્દો વિશે ફેરવિચાર અચૂક કરવો. કારણ કે આવેશમાં આવી વ્યક્તિ એવું ઘણું બોલી જાય છે જે સામેવાળી વ્યક્તિને આહત કરી શકે છે. સામાન્ય બોલાચાલીમાં જ્યારે ઉગ્ર અવાજે કોઈ અપશબ્દ બોલાય જાય છે ત્યારે જ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આવેશમાં આવી બે લોકો એકબીજા પર બુમ બરાડા પાડવા લાગે છે. આવું શા માટે થાય છે તેના વિશેનો એક રોચક પ્રસંગ પ્રચલિત છે. વાંચો તમે પણ આ પ્રસંગ.


એક સંત પોતાના શિષ્યો સાથે સત્સંગ કરી રહ્યા હતા. અચાનક તેના એક શિષ્યએ પ્રશ્ન કર્યો કે, ‘જ્યારે બે લોકો એક-બીજા સાથે ઝઘડો કરે છે તો ગુસ્સામાં રાડો કેમ પાડે છે?’ આ વાત પછી અન્ય એક શિષ્યએ જવાબ આપ્યો કે, ‘તે સમયમાં વ્યક્તિ પોતાની શાંતિ ગુમાવી બેસે છે એટલા માટે રાડો પાડે છે.’


સંતે ચહેરા પર સ્મિત સાથે કહ્યું કે, ‘બે લોકો નજીક જ હોય તો ધીમા સ્વરે પણ બોલી શકે છે તો પછી રાડો પાડવાની શું જરૂરીયાત હોય છે ?’ આ વાતનો જવાબ ફરી શિષ્યોએ આપ્યો પરંતુ તેનાથી સંતને સંતોષ ન થયો. ચર્ચાના અંતે સંતે જવાબ આપવાની શરૂઆત કરી અને કહ્યું કે, “જ્યારે બે લોકો એકબીજાથી નારાજ હોય ત્યારે તેમના દિલમાં કડવાશ આવી જાય છે. તેના કારણે અવાજ મોટો થવો સ્વાભાવિક વાત છે. મનમાં કડવાશ હોય તેના કારણે જ લોકો એકબીજા પર રાડો પાડે છે.”


જો બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય તો તેઓ હંમેશા મૃદુ અવાજમાં જ વાત કરશે. આવા સમયમાં તો લોકો એકબીજાની આંખના ઈશારા પણ સમજી શકે છે. એટલા માટે જ જ્યારે પણ કોઈ વાત પર ચર્ચા થતી હોય ત્યારે તે વાતને મનમાં ન રાખવી જેનાથી શાંતચિત્તે ચર્ચા થશે અને મનમાં કડવાશ આવશે નહીં.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સમજવા જેવી વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ