નણંદ-ભાભીના સંબંધોમાં ક્યારે પણ તિરાડ નહીં પડવા દે આ ટિપ્સ, ફોલો કરો તમે પણ…

લગ્ન પહેલા કે પછી પતિ-પત્ની વચ્ચેના સંબંધો માત્ર તેમની વચ્ચે જ નથી રહેતા પરંતુ તે સંપૂર્ણ ફેમિલી સાથેના થઇ જાય છે. આમ, જો તમે માત્ર સંબંધો રાખવા ખાતર જ રાખો છો તો તમારે તમારા ફેમિલીમાં આજે નહિં તો કાલે એમ ધીમે-ધીમે ઝઘડા થવાના શરૂ થઇ જાય છે. જો કોઇ પણ સંબંધ એકવાર તૂટી જાય તો તેને ફરીથી કેળવવામાં અનેક ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. માટે કહેવાય છે કે, તૂટેલા સંબંધોને પાછા જોડતી વખતે વડીલોને આંખે પાણી આવી જાય છે.

જો કે દરેકના મોંઢે તમે એક વાત સાંભળી હશે કે નણંદ-ભાભીને એકબીજા સાથે બહુ બનતુ નથી. ઘણા કિસ્સાઓમાં નણંદ-ભાભીના સંબંધોમાં તકરાર પડવાથી પતિ-પત્ની વચ્ચે પણ ઝઘડા થવાનો દોર શરૂ થઇ જાય છે. આમ, જો તમારા નવા-નવા મેરેજ થયા છે અને તમારે તમારી નણંદ સાથે બહુ નથી બનતુ તો તમારા માટે આજે અમે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જેને તમે ફોલો કરશો તો તમારા સંબંધોમાં એકદમ જ મીઠાશ આવી જશે અને ક્યારે ઝઘડાઓ પણ નહિં થાય. આ સાથે મજાની વાત તો એ છે કે, તમને એક બેસ્ટ ભાભીનું બિરુદ પણ મળી જશે.

પતિ સામે નણંદના હંમેશા કરો વખાણપત્નીએ હંમેશા એક વાતનું ધ્યાન રાખવુ જોઇએ કે, તમારે તમારા પતિ સામે ક્યારે પણ નણંદની ખોટી વાતો નહિં કરવાની હંમેશા તેમના વખાણ કરવાની આદત રાખો. કારણકે એકવાત બહુ સ્પષ્ટ છે કે, કોઇ પણ ભાઇ તેની બહેન વિશે ક્યારે ખરાબ વાતો નથી સાંભળી શકતો, માટે જો તમે તમારા પતિ સામે તમારા નણંદના ભરપેટ વખાણ કરશો તો તે ખૂબ જ ખુશ થઇ જશે અને તમારા પતિનું તમારી સાથેનું બોન્ડિંગ પણ વધશે.

એકસાથે શોપિંગ કરવા જાઓજ્યારે પણ તમે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો તો તમારા નણંદને તમારી સાથે લઇ જાઓ. એકસાથે શોપિંગ કરવા જવાથી તમે બંન્ને એકબીજાને વધુ ઓળખી શકશો અને સાથે-સાથે લાગણીના સંબંધો પણ તમારા વધારે મજબૂત થશે. ગર્લ્સ હંમેશા શોપિંગ કરવાની શોખિન હોવાથી નણંદ-ભાભી વચ્ચેના મોટાભાગના સંબંધો ત્યાં જ સચવાઇ જાય છે.

સારી મિત્રતા કેળવો નણંદ-ભાભીના સંબંધોમાં ક્યારે ખટાશ આવી જાય તેનું કંઇ નક્કી નથી હોતુ. બંન્ને વચ્ચે ઝઘડાઓ થવા એ એક સામાન્ય બાબત છે માટે જો તમે અને તમારા નણંદ બંન્ને સારા મિત્રો બની જશો તો તમારા વચ્ચે ક્યારે પણ ઝઘડા નહિં થાય. કહેવાય છે કે, સારી ફ્રેન્ડશિપ હોય તો ગમે તેવો ઝઘડો થાય તો પણ તેઓ એકબીજા વગર બહુ લાંબા સમય સુધી રહી શકતા નથી.

તેમની વાત સમજવાનો પ્રયત્ન કરોજો તમે તમારા નણંદ સાથે સારો સંબંધ બનાવવા ઇચ્છો છો તો તેમની વાતોને તમે એટલુ જ મહત્વ આપો જેટલી તમે તમારી વાતને મહત્વતા આપો છો. ક્યારે પણ તેમની વાતોને નજરઅંદાજ ના કરો. આમ, જો તમને લાગે કે તે કોઇ ખોટુ પગલુ ભરી રહી છે તો તેમને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરો તેમની સાથે કોઇ પણ પ્રકારની રોકટોકના કરો.

ઘરના કામકાજ સાથે કરોજ્યારે પણ તમે ઘરમાં રસોઇ કે બીજુ કામકાજ કરો છો તો તમારી નણંદને સાથે રાખીને કરો, જેથી કરીને નણંદ-ભાભીનુ ટ્યુનિંગ વધે. આ સાથે જ તમે કામ કરતા સમયે વાતો કરો પરંતુ વાત કરતા સમયે ખાસ ધ્યાન એ રાખજો કે કોઇ કામ જો ઓછુ થાય તો વાતમાંને વાતમાં ક્યાંક ઝઘડો ના થઇ જાય.

તો ક્યારથી શરૂઆત કરવાના છો? બીજા મિત્રોને જરૂર શેર કરજો…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ