તમારું રસોડું બની શકે છે બીમારીનું ઘર, આ 12 ટિપ્સથી કિચનને કરો બેક્ટેરિયા ફ્રી…

દિવાળી કામની શરૂઆત કરો રસોડાને જીવાણોથી મુક્ત કરીને…

image source

તહેવારોની સીઝન આવે અને એમાંય જો દિવાળી આવવાની હોય તો કપડાં, ઘરેણાં અને ઘરવખરીની ખરીદારી કરવાની તૈયારીઓમાં લાગી જાય છે. તેની સાથે સૌથી અગત્યની એક વાત એ છે ઘરની સાફસફાઈ. સદીઓથી એવી માન્યતા રહી છે કે દિવાળી દરમિયાન જો ઘરમાં સાફસૂફી કરીને સ્વચ્છતા જાળવવામાં આવશે તો મા લક્ષ્મી પ્રસન્ન થશે. ભગવાન ધનવંતરીની કૃપા બની રહેશે અને પરિવારમાં સ્વસ્થતા અને સમૃદ્ધિ રહેશે.

image source

એવું કહેવાય છે કે કુટુંબના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ જાળવવાનો મૂખ્ય રસ્તો સૌથી પહેલાં આપણાં રસોડામાંથી પસાર થાય છે. એક સંશોધન મુજબ, ઘરમાં સૌથી વધુ બેક્ટેરિયાવાળી જગ્યા રસોડું જ હોય છે. સિંકમાં રસોડાના પગલૂછળિયા, પોતા કરવાના કપડાં, હાથ લોવાના ટુવાલ, ડસ્ટબીન, સ્ટોવની ઝાળી અને ફ્રિઝમાં પણ બેક્ટેરિયા વધી શકે છે. એથી દેખીતી રીતે જો રસોડું સાફ ન હોય તો આપણું ઘર રોગોનું ઘર બની જતાં વાર લાગશે નહીં. ચાલો જાણીએ કેવી રીતે રસોડું સૂક્ષ્મજીવાણુંઓથી સુરક્ષિત કરીને ચમકદાર રાખવું જોઈએ:

ટાઇલ્સ સાફ કરવી…

image source

રસોઈ કરવા દરમિયાન, ગેસ સ્ટોવની આજુબાજુ અને પાછળની બાજુની ટાઇલ્સ પર ગંદકી એકઠી થાય છે. જો આ દરરોજ સાફ ન કરવામાં આવે તો પછીથી સાફ કરવું થોડું મુશ્કેલ થઈ જાય છે. તેથી રાંધી લીધા પછી તરત જ આસપાસની ટાઇલ્સને હળવા ભીના કપડાથી સાફ કરવાનું ભૂલશો નહીં. તમે અઠવાડિયામાં બે વખત ટાઇલ્સની સફાઈ માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. લગભગ અડધી ડોલ પાણીમાં અડધો કપ બેકિંગ સોડા મિક્સ કરો.

image source

હવે રસોડાની ટાઇલ્સને સાફ કરવા એક સ્પોન્જ લઈને એ મિશ્રણમાં બોળીને સાફ કરો અને પછી તેને કોરા કપડાથી સાફ કરો. આ ટીપ ખરેખર ખૂબ જ સરળ છે, કારણ કે બેકિંગ સોડા રસોડું સાફ કરવા માટે હોમમેઇડ ક્લીનરનું કામ કરે છે. ટાઇલ્સ સાફ કરવા માટે વિનેગારનો પણ ઉપયોગ કરી શકાય છે. ૨ કપ સરકો અને ૨ કપ પાણીનું સોલ્યુશન બનાવો અને તેને એક સ્પ્રે બોટલમાં ભરો. પછી તેને ટાઇલ્સ પર સ્પ્રે કરો અને મુલાયમ કપડાની વડે સાફ કરો.

સિંકને સાફ કરવા આ પગલાં લો

image source

એ વાતથી સહુ કોઈ સહમત હશે કે મોટાભાગના બેક્ટેરિયા રસોડાના સિંકમાં જોવા મળે છે. તેથી તેને દરરોજ સાફ કરવું ખૂબ જ જરૂરી બને છે. રસોડાની સિંકને સાફ કરવા માટે, સૌ પ્રથમ તેમાં રાખવામાં આવેલાં વાસણો કાઢી લો અને તેને યોગ્ય જગ્યાએ ધોઈને સાચવીને રાખી દો. આ પછી સિંકમાં પડેલો કચરો સાફ કરો. જો સિંકના ડ્રેઇન સ્ટોપરમાં કચરો ફસાયેલો હોય છે, તો તેને પણ સાફ કરો.

image source

ત્યારબાદ સાબુ અને કપડાની મદદથી નવશેકા પાણીથી સિંકને સાફ કરો. ગરમ પાણી સિંકમાં હાજર બેક્ટેરિયાને મારી નાખશે. ઘરેલું રસોડું સિંક સાફ કરવા માટે, ૧ ચમચી બેકિંગ સોડા, ૧ ચમચી લીંબુનો રસ સાથે અડધી ચમચી સફેદ સરકો મિક્સ કરો અને આ મિશ્રણને સિંકની આસપાસ ફેલાવો. આ કર્યા પછી, ૧૦ મિનિટ પછી, ટૂથબ્રશથી સિંકને સ્ક્રબ કરો અને પછી તેને ગરમ પાણીની મદદથી સાફ કરો. પાણીથી સાફ કર્યા પછી, સૂકા કપડાથી સિંકને કોરી કરીને સાફ કરો.

image source

આજકાલ સ્ટેનલેસ સ્ટીલથી બનેલા સિંક એકદમ લોકપ્રિય થઈ ગયા છે અને તેનો બહોળો ઉપયોગ થાય છે. તેમને ચળકતું અને સૂક્ષ્મજંતુ રહિત રાખવા માટે દરરોજ સાફ કરો. આવા સિંકને નોન એબ્યુઝિલ ક્લીંઝર અથવા સફેદ સરકોમાં પલાળેલા કપડાથી સાફ કરો. સિંકમાં હંમેશાં કોઈ વાસણો પડેલા ન હોવાનો પણ ધ્યાનમાં રાખો. ઉપયોગ પછી તરત જ પ્લેટો, ગ્લાસ, બાઉલ અને અન્ય તમામ વાસણો સાફ કરવા જોઈએ અને તે બદલવા જોઈએ.

જ્યારે બચેલ વાનગીઓ તેમના પર પડી રહે છે, ત્યારે બેક્ટેરિયા તેમના પર વધવા લાગે છે. વાસણો સાફ કર્યા પછી સિંકને સાફ કરવા માટે સાફ ટુવાલ પણ પાસે રાખો.

રસોડાની દિવાલની સફાઈ કરો

image source

રસોડાની દિવાલ પર બે પ્રકારના ડાઘ હોય છે. એક તેલ, હળદરની અને બીજા મસાલાઓથી થયેલા ડાઘા તેમજ વરાળ અને પાણીના છાંટા ઉડવાથી પણ ડાઘા થાય છે. રસોડાની દિવાલ સાફ કરવા માટે, ડીશવોશિંગ લિક્વિડ શોપમાં થોડું પાણી ઉમેરો. હવે આ દ્રાવણમાં કાપડને ડૂબાડીને દિવાલ પર લગાવી દો. તમામ પ્રકારના ડાઘ તરત જ દૂર થઈ જશે.

જમીન સાફ કરવાની આ રીત અજમાવી જૂઓ

image source

સામાન્ય રીતે ફ્લોરને સાફ કરવા માટે, પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરો અને કપડાની મદદથી ફ્લોર સાફ કરો. પરંતુ જો તમારા રસોડાનું ફ્લોર લાકડાનું હોય તો આ માટે તમે એક ડોલ પાણીમાં સફેદ સરકો મિક્સ કરો અને ત્યારબાદ તેની સાથે કપડા ભીના કરો અને તેને સારી રીતે કોરું કરો. તમારા રસોડામાં દરરોજ પોતું લગાવો. તમે સાફ કરેલા પાણીમાં ડીટરજન્ટ અથવા જંતુનાશક પદાર્થનો ઉપયોગ પણ કરી શકો છો. ધ્યાન રાખો કે તમે જે કાપડથી સાફ કરી રહ્યા છો તે ગંદા નથી. ઉપયોગ કર્યા પછી તેને ધોઈ નાખવું પણ જરૂરી છે.

કેવી રીતે ડસ્ટબિન જંતુ મુક્ત બનાવવું જાણી લો

image source

રસોડું ડસ્ટબિન સાફ કરવા માટે, અડાધો કપ પાણીમાં સરકો ઉમેરો. સરકો ઉમેર્યા પછી તેના વડે ડસ્ટબિન સાફ કરો. જંતુનાશક મલ્ટિઝ્યુઝ હાઇજીન લિક્વિડ ક્લિનરથી પણ ડસ્ટબિન સાફ કરી શકાય છે. અને એક વાત ધ્યાન રાખો કે ડસ્ટબિનમાં વપરાતી કેરી બેગને દરરોજ બદલવું જોઈએ.

માઇક્રોવેવ સાફ કરવા શું કરશો…

image source

ઘણી વખત માઇક્રોવેવમાંથી દુર્ગંધ આવવા લાગે છે. વાનગીઓમાંથી આવતી ગરમીને લીધે, માઇક્રોવેવમાં પણ તેની સુગંધ આવવા લાગે છે. માઇક્રોવેવ સાફ કરવા માટેનો એક ખૂબ જ સરળ ઘરેલું ઉપાય આપને બતાવીએ. રાતના સમયે માઇક્રોવેવમાં લીંબુ કાપીને મૂકી દો અને તેનો દરવાજો ખુલ્લો રાખી મુકો. સવારે, માઇક્રોવેવનો દરવાજો બંધ કરો અને બોઇલર પર ચલાવો. માઇક્રોવેવ સૂક્ષ્મજંતુ કાઢી નાખવા માટે, તેના બાહરના ભાગને જીવાણુનાશક વાઇપ્સથી સાફ કરો અને ગરમ સાબુવાળા પાણીથી અંદર સાફ કરો.

ગેસ સ્ટોવની સફાઈ…

image source

ગેસ સ્ટોવ સાફ કરવા માટે, સૌ પ્રથમ તેના ઉપર બેકિંગ સોડા અને ગરમ પાણી છાંટવું. ૩૦ મિનિટ પછી તેલની ચિકાસને સ્ક્રબ કરીને સાફ કરો. આ પછી, પિન અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુથી બર્નર્સના છિદ્રોમાંથી ગંદકી સાફ કરો. પછી પાણી અને ડીટરજન્ટ અથવા બેકિંગ સોડાની પેસ્ટ બનાવો અને બર્નર્સને બરાબર સાફ કરો.

પત્થરોના પ્લેટફોર્મની સફાઈ…

image source

આજે પણ, ઘણા ઘરોના રસોડામાં પથ્થરની છાડલીઓ અને પ્લેટફોર્મ હોય છે. કોફી, ચા, જ્યુસના ડાઘની સાથે અનેક બીજા ખાદ્ય પદાર્થો પણ સૂકાઈને ત્યાં જામી ગયા હોય છે. આ પત્થરોના સ્લેબને સાફ રાખવા માટે થોડા પાણીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ તેમજ એમોનિયાના થોડા ટીપાં ઉમેરો. હવે કપડાની મદદથી સ્લેબ પર સોલ્યુશન લગાવીને રાખી મૂકો. હવે કોરા કપડાંથી સાફ કરી લો. સ્લેબ નવા જેવો દેખાશે.

રસોડાની છાડલીઓની સફાઈ

image source

રસોડાની વસ્તુઓ થોડા દિવસોના અંતરે રાખવા માટે ઉપરની તરદ જે છાજલીઓ બનાવાય છે તેનો ઉપયોગ વધારે થતો નથી. એ જગ્યાએ એવી જ વસ્તુઓ મૂકાય છે જેને આપણે નિયમિત રીતે વાપરતાં નથી હોતાં. તેથી તેને સમયાંતરે સાફ કરતાં રહેવું જોઈએ. તમે આ માટે ડિટરજન્ટનો ઉપયોગ કરી શકો છો. શેલ્ફની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલ રેક્સ પણ દિવાલમાં ખોડીને વાપરી શકાય છે. આ ફક્ત સુંદર દેખાશે નહીં પણ સાફ કરવા માટે પણ સરળ છે.

એક્ઝોસ્ટ પંખાની સફાઈ

image source

રસોડાંમાં હવાની અવરજવર કરવા માટે એક્ઝોસ્ટ પંખા રાખવું ખૂબ જ મહત્વનું છે. તેમાં રસોઈ કરતી વખતે બનતી વરાળમાંથી ઉપર તરફ ઉડીને તેલ ઠંડું થઈ તેમાં જામી જાય છે. તેને કારણે તે કામ કરવાનું બંધ કરે છે. તેને સાફ કરવું વધુ અઘરું બનતું જાય છે. આ માટે, થોડા પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરો. હવે આ મિશ્રણનઈ મદદથી તેને સાફ કરો.

રસોડાના કબાટની સફાઈ કરવા માટે…

image source

રસોડાની ડિઝાઈન એટલી સરસ રીતે થતી હોય છે કે તેમાં અલગ અલગ પ્રકારના ખાના અને કબાટ બનાવરાવ્યા હોય છે. તેને સાફ કરવા માટે, થોડું તેલમાં ૧ ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. આ પછી, સ્પોન્જ અથવા બ્રશની મદદથી, લાકડાના કબાટની અંદરની કિનારીઓ, છાડલીઓ અને દરવાજા પર આ મિશ્રણ રેડીને સાફ કરો. પછીથી સૂકા કપડાથી સાફ કરો. કેબિનેટ્સ થોડીવાર ખુલ્લી રાખીને સુકાવવા દો પછી તેમાં નવા જેવી ચમક દેખાશે.

ફ્રિઝની સફાઇ

image source

ફ્રિઝને પણ સમયાંતરે સાફ કરવાની જરૂર રહેતી હોય છે. તેને સાફ કરવા માટે, સુતરાઉ કપડાંના કટકાના ડૂચાને લીંબુના રસમાં પલાળી રાખી મૂકો અને તેને હવે થોડા કલાકો સુધી ફ્રિઝમાં રાખો. રેફ્રિઝરેટરમાં અંદર થયેલા ડાઘાને સાફ કરવા માટે, લીંબુને અડધા ભાગમાં કાપી નાખો અને તેને થોડા મીઠું વડે ડાઘવાળા ભાગ ઉપર ઘસવું જોઈએ. આ રીતે, ડાઘ દૂર થશે, લીંબુના રસને લીધે, ફ્રિઝમાંથી આવતી ગંધ પણ દૂર થઈ જશે. હવે ફ્રિઝની અંદરની સપાટીને મુલાયમ કપડાથી સાફ કરી નાખો અને કોઈ પણ ચીકાસવાળા ડાઘાને સાફ કરો. રેફ્રિઝરેટરમાંથી બહાર કાઢેલી વસ્તુઓ અને સડેલા શાકભાજીને સમયસર દૂર કરતાં રહો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ