સોનમ કપૂર અને આનંદ આહુજાના માલદીવના વેકેશનની ખાસ તસવીરો જુઓ!

સોનમ કપૂર અને આનંદ આહુજાએ પોતાના મિત્રો સાથે માલદીવમાં વેકેશન માણ્યું. આજે અમે તમને એ વેકેશન દરમિયાનના સુંદર ફોટો અને રસપ્રદ વાતો જણાવીશું.

image source

સોનમ કપૂર અને આનંદ આહુજા એ ગ્લેમરની દુનિયાના સૌથી પ્રિય કપલમાં સામેલ છે. સોનમ કપૂરના આનંદ આહુજા સાથે લગ્ન બહુ ધામ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્ન પછી ઘણીવાર આ કપલનું બોંડિંગ જાહેરમાં પણ જોવા મળ્યું હતું, તેમની પાસેથી બીજા કપલે પ્રેરણા લેવા જેવી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ અત્યારે સોનમ કપૂર એ મુંબઇમાં રહે છે અને આનંદ આહુજા એ અમેરિકામાં રહે છે. પોતાની ફિલ્મો અને બહુ ઓછો સમય હોવા છતાં પણ આ બંને એકબીજાને મળવાનો અને થોડો સમય સાથે રહેવા માટે કાઢી જ લેતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

આનંદ અને સોનમને ખુશ જોઈને સોનમની માતા અને પિતા અનિલ કપૂર ઘણા ખુશ રહે છે. લગ્ન થયા પછી આ કપલ ઘણીવાર વેકેશન કરવા માટે ગયા છે અને તેની માહિતી તેઓ પોતાના સોશિયલ એકાઉન્ટમાં શેર કરતાં રહે છે. હમણાં જ આ કપલ ફરીથી રજાઓ ગાળવા માટે માલદીવ ગયા હતા અને ત્યાં તેમની સાથે તેમના મિત્રો પણ હાજર હતા. અહિયાં તેમણે ખૂબ મસ્તી કરી હતી જે તમે તેમના ફોટો જોઈને અંદાજો લગાવી શકશો.

મિત્રો સાથે કરી ઉજવણી.

image source

આ વેકેશન દરમિયાન સોનમ કપૂર અને આનંદ આહુજાની સાથે રિયા કપૂર અને તેનો બોયફ્રેન્ડ કરણ બુલાની અને બીજા થોડા નજીકના મિત્રો હતા. વાત એમ હતી કે એ સમય દરમિયાન કરણ બુલાનીના એક મિત્રનો જન્મદિવસ હતો અને આ જન્મદિવસ તેઓએ ખૂબ શાનદાર રીતે ઉજવ્યો હતો. સોનમ, રિયા અને આનંદ આહુજાએ આ વેકેશનના ફોટો અને વિડીયો સોશિયલ મીડીયામાં અપલોડ કર્યા હતા.

image source

ઉપર ફોટોમાં તમે જોઈ શકો છો કે આનંદ આહુજાએ સોનમના ચપ્પલ હાથમાં પકડ્યા છે તો તેની પાછળ હાથમાં અનેક થેલીઓ પકડેલો વ્યક્તિ પણ દેખાઈ રહ્યો છે. (બાકી પોઝ તો એ ભાઈએ પણ મસ્ત આપ્યો છે નહિ?)

સોનમ કપૂર એ આ વેકેશનને કેટલું એન્જોય કરી રહી છે તેનો અંદાજો આપણે તેની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી લગાવી શકીએ છીએ. તેણે લખ્યું છે કે “માલદીવ મેજીકલ છે, આપણા ગમતા લોકો સાથે દરિયા કિનારે મસ્તી કરવી એ મારા માટે ખાસ યાદો છે.”

 

View this post on Instagram

 

A post shared by anand s ahuja (@anandahuja) on

ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવીરીતે સોનમ એ પોતાના પતિ અને સાથી મિત્રો સાથે દરિયા કિનારે અને સમુદ્રની સફર કરી રહી છે. તો બીજા એક વિડીઓમાં આનંદ આહુજા એ એક સ્વિમિંગ પૂલમાં કુદતા દેખાઈ રહ્યા છે. તો બીજો એક વિડિઓ એવો પણ છે જેમાં તે બંને સ્લાઈડ પર લસરીને પાણીમાં પડી રહ્યા છે. આ વિડીઓમાં રિયા કપૂર પણ પાણીમાં કૂદતી દેખાઈ રહી છે.

image source

જો તમારો પણ પ્લાન છે માલદીવ જવાનો કે પછી વિચારી રહ્યા છો તો આ જગ્યાએ જવાનું અને ત્યાં મસ્તી કરવાનું ભૂલતા નહિ. અહીંયા તમે અનેક એક્ટિવિટીની સાથે બીજી ઘણી વસ્તુઓની મજા લઇ શકશો. અહીંયા લક્ઝુરિયસ બંગલા, દૂર દૂર સુધી ફેલાયેલ દરિયા કિનારો અને સુંદર મન મોહક કુદરતી દ્રશ્યો એ તો તમારા જીવનમાં અનેરી તાજગી ભરી દેશે.

image source

એડવેન્ચર એક્ટિવિટીનો સંપૂર્ણ આનંદ મળશે.

પાણી પર બનાવવામાં આવેલ બંગલા અને તેની આગળ દેખાતો અંત વગરનો સમુદ્ર તમને આહલાદક અનુભવ કરાવશે. એવા સુંદર અને મનોરમ્ય દ્રશ્યો જોવા મળશે જે તમે જીવનભર નહીં ભૂલી શકો. જો તમને એડવેન્ચર એક્ટિવિટીમાં મજા આવે છે તો તમે અહિયાં સ્કૂબા ડાઇવિંગનો ભરપૂર આનંદ માણી શકશો.

image source

માલદીવને સર્ફિંગ કરવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. જો તમે નવું નવું સર્ફિંગ કરતાં શીખી રહ્યા છો તો અહિયાનો દરિયો તમને પ્રેક્ટિસ કરવામાં ઘણી મદદ કરશે. પણ જો તમે સર્ફિંગ નહીં પણ પેડલ બોટિંગ કરવા માંગો છો તો પણ આનો આનંદ ઉઠાવી શકશો તમારા માટે આ ઓપ્શન પણ આવેલેબલ છે. દરિયાના મોજા પર પાણીની સાથે સર્ફિંગ કરવું મને તો વિચારીને જ આનંદ આવી જાય છે. પણ જો તમને ડૂબવાનો ડર લાગે કે તો તમને જણાવી દઈએ કે અહિયાના ઘણા દ્વીપ પર પાણી બહુ ઊંડું નથી હોતું. એટલે આના લીધે તમને પાણી ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે.

વ્હાઇટ શાર્ક અને ડોલ્ફિન જેવી પ્રજાતિને નજીકથી જોઈ શકશો.

image source

અહિયાનો એક એરિયા સ્ટિંગ રેજ (એક ઝેરી માછલી), દરિયાઈ કાચબા અને વ્હાઇટ શાર્ક માટે ખુબ જાણીતો છે. અહીંયા તમને અવારનવાર ડોલ્ફિન એ દરિયાના પાણીમાં ઉછળતી કૂદતી પણ જોવા મળશે। ડોલ્ફિન માછલી એ માણસો સાથે બહુ જલ્દી મિત્રતા કરી લેતી હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ