તમારા બાળકોને અચુક લઇ જજો આ પક્ષીઘર જોવા, જે ટૂંક સમયમાં જ મુકાશે ખુલ્લુ, વાંચો વધુ વિગતો

ઉત્તર પ્રદેશના સૌથી સુંદર પક્ષીઘર બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને નજીકના ભવિષ્યમાં જ આ પક્ષીઘર સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. જો કે તેની નિશ્ચિત તારીખ અંગે હજુ કઈં નક્કી નથી. ઉત્તર પ્રદેશના વન મંત્રી દારા સિંહ ચૌહાણે પક્ષીઘરના નિરીક્ષણ બાદ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પક્ષીઘર ખુલ્યા બાદ પર્યટનની દ્રષ્ટિએ ગોરખપુરની દેશભરમાં એક અલગ ઓળખ ઉભી થશે.

image source

મંત્રીશ્રી ચૌહાણે જણાવ્યું કે ઇકો ટુરિઝમની દ્રષ્ટિએ ગોરખપુર પૂર્વાંચલનું સૌથી મહત્વનું સ્થાન બની ચૂક્યુ છે. ફક્ત ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ કદાચ આખા દેશમાં ક્યાંય આ રીતે શહેરની વચ્ચે આટલો મોટો લેક વ્યુ પોઇન્ટ નથી. તેઓએ એમ પણ જણાવ્યું કે ગોરખપુરનો ચારે બાજુથી વિકાસ થઈ રહ્યો છે. એમ્સ,ફર્ટિલાઈઝર અને રોડ પહોળા કરવાના જે કામો ચાલી રહ્યા છે તે સામાન્ય લોકોની સાથે લૂંબીની અને કુશીનગર આવનાર આંતરરાષ્ટ્રીય પર્યટકોને આકર્ષવાનું કામ કરશે.

59 અલગ અલગ પ્રજાતિના જીવ જંતુ હશે આ પક્ષીઘરમાં

image source

વન મંત્રી દારા સિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે આ પક્ષીઘરમાં અલગ અલગ પ્રજાતિના 59 જેટલા જીવ જંતુ લાવવામાં આવશે. તેમણે કાઈદાઈ સંસ્થા ઉત્તર પ્રદેશ રાજકીય નિર્માણ નિગમની પ્રશંસા કરી અને કહ્યું કે સીમિત સમયમાં નિગમના અધિકારીઓએ પોતાની જવાબદારી વ્યવસ્થિત રીતે સંભાળી હતી.

બર્ડ ફલૂ : નજીકના ભવિષ્યમાં જ સમસ્યાનું સમાધાન

image source

વન મંત્રી દારા સિંહ ચૌહાણે કહ્યું કે બર્ડ ફલૂના કેસ સામે આવ્યા બાદ કાનપુર પક્ષીઘર અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અને તેની આજુબાજુનો એક કિલોમીટરનો વિસ્તાર રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે જે રીતે કોરોના પર કાબુ મેળવ્યો છે તે રીતે નજીકના ભવિષ્યમાં બર્ડ ફલૂ પર પણ કાબુ મેળવી લેવાશે.

સ્થિતિ અનુકૂળ થતા જ બર્ડ વોચ કાર્યક્રમ થશે

image source

ગોરખપુર મહોત્સવ અંતર્ગત 13 જાન્યુઆરીએ રામગઢતાલ વેટલેન્ડ અને પક્ષીઘરમાં બર્ડ વોચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કાનપુર પક્ષીઘરમાં બર્ડ ફ્લુને જોતા વન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. પરંતુ બર્ડ વોચ કાર્યક્રમને સ્થગિત કરવાનો નિર્ણય નથી કરાયો. વન મંત્રી દારા સિંહ ચૌહાણના જણાવ્યા મુજબ સ્થિતિ અનુકૂળ થશે ત્યારે જ બર્ડ વોચ કાર્યક્રમ યોજાશે.