કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તો વધે છે અનેક મુશ્કેલીઓ, કરો આ ઉપાય થશે પ્રગતિ

મિત્રો, આપણા બ્રમ્હાંડમા આવેલા નવગ્રહોમા ગુરુ ગ્રહને અત્યંત વિશેષ માનવામાં આવે છે કારણકે, પીળા રંગનો આ ગ્રહ એ સોના, નાણા અને ભંડોળ, કાયદો, ધર્મ, જ્ઞાન, મંત્રો અને સંસ્કારોનુ સંચાલન કરે છે. આ ઉપરાંત તે આપણી વયનો સમયકાળ પણ નક્કી કરે છે. આપણા શરીરમા સમાવિષ્ટ પાંચ તત્વોમા આકાશ તત્વનો તે અધિપતિ હોવાને કારણે તેની અસર ખૂબ જ વ્યાપક છે.

image source

કોઈપણ સ્ત્રીના જીવનમા લગ્નની સંપૂર્ણ જવાબદારી ગુરુ ગ્રહ દ્વારા નિર્ધારિત કરવામા આવે છે. આ ગ્રહને જ્ઞાન અને સુખનો કારક ગ્રહ માનવામા આવે છે. આ ગ્રહ એ પૂર્વ દિશામા ખુબ જ વધારે પડતો બળવાન બને છે. આ વર્ષે આ ગ્રહ આવનાર ઉત્તરાયણના પર્વ પર વધુ પડતો બળવાન રહેશે.

image source

આ ગ્રહનુ મુખ્ય સ્થાન ધનભંડાર છે અને તે દિવસે અને રાત્રે બંને સમયે બળવાન હોય છે. આ ગ્રહ આવનાર ઉતરાયણના પર્વ પર મીન રાશી, વૃશ્ચિક રાશી, ધન રાશી અને કર્ક રાશિમા નવમા સ્થાન પર સ્થિત હશે તથા મધ્યાહન બાદ તે મકર અને કુંભ રાશિના લગ્નસ્થાનમા સ્થિત હશે.

image source

જો કોઈપણ વ્યક્તિનો ગુરુ વધારે પડતો નિર્બળ હોય તો તેણે તેના જીવનમા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તથા તેણે અનેકવિધ કષ્ટો ભોગવવા પડે છે અને અનેકવિધ પીડાઓનો તેમણે સામનો પણ કરવો પડે છે. આજે આ કષ્ટો અને પીડાઓમાંથી મુક્તિ મેળવવા માટેના અમુક ઉપાય તમને અમે જણાવીશુ કે, જે નીચે મુજબ છે.

ઉપાય :

image source

આ ગ્રહની શાંતિ અને શુભ ફળની પ્રાપ્તિ માટે જે વસ્તુઓનુ દાન કરવુ જોઈએ, તેમા ખાંડ, કેળા, પીળું કાપડ, કેસર, મીઠું, હળદર, પીળા ફૂલ અને પીળું ભોજન વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓને આ ગ્રહની શાંતિ માટે તથા શુભ ફળની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામા આવી છે. આ ગ્રહ ની શાંતિ માટે તેના સાથે સંબંધિત રત્નનુ દાન કરવુ પણ શ્રેષ્ઠ માનવામા આવે છે.

image source

દાન કરતા સમયે એ વાત અંગે વિશેષ સાવચેતી રાખવી કે, દિવસ ગુરુવાર હોય અને સમય સવારનો હોય. કોઈ બ્રાહ્મણ, ગુરુ અથવા પુરોહિતને આ વસ્તુઓનુ દાન કરવુ વિશેષ ફળદાયક સાબિત થઇ શકે છે. જે લોકોનો ગુરુ કમજોર હોય એ લોકોએ કેળા અને પીળા રંગના મિષ્ટાન્ન ગરીબો, પક્ષીઓ અને ખાસ કરીને કાગડાઓને ખવડાવવા જોઈએ.

image source

નિર્ધન અને બ્રાહ્મણોને તમારે દહી અને ચોખાનુ સેવન કરાવડાવવુ જોઇએ. આ ઉપરાંત પીપળા વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરવું જોઈએ. જો તમે ઉપરોક્ત દર્શાવેલા આ ઉપાયો અજમાવો છો તો તમારો ગુરુ ગ્રહ અવશ્યપણે શાંત થશે અને તમને શુભ ફળની પ્રાપ્તિ પણ થશે.