તમારી ગાડીમાં આવી રહી છે આ સમસ્યાઓ તો કરાવી લો તેની સર્વિસ

આજના સમયમાં કાર ખરીદવાનું મોંઘુ બન્યું છે અને તેનાથી વધારે મોંઘુ તેનું મેન્ટેનન્સ છે. કાર ખરીદતી સમયે કંપની તેા મેન્ટેનન્સનું શિડ્યુલ પર તમારી સાથે શેક કરે છે. જેમાં કારની સર્વિસની તમામ માહિતી આપવામાં આવે છે. તમારે તેને ફોલો કરવાની રહે છે. યોગ્ય સમયે કારની સર્વિસ કરાવવાથી પરફોર્મન્સ અને માઈલેડ બંને પહેલા જેવા રહે છે અને તમારે તેની ગાઈડલાઈનને ફોલો કરવાની રહે છે. જો કાર જૂની થઈ છે તો તમે સર્વિસની સાથે સમયાંતરે તેનું મેન્ટેનન્સ કરાવી લો તે પણ જરૂરી છે. એક્સપર્ટનું માનીએ તો 6 મહિને કે 1 વર્ષે કારની સર્વિસ કરાવી લેવી જોઈએ.

image source

જો તમારી કાર 10000 કિમી સુધી ચાલે છે તો સર્વિસ જરૂરી બને છે. આ પછી કોઈ પણ મુશ્કેલી આવી શકે છે. તમારી કારમાં આવનારી એવી સમસ્યાઓને વિષે જણાવીશું જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારી કારને સર્વિસની જરૂર છે. તો જાણો કયા સંકેતોથી તમારે આ વાતને સમજી લેવી જોઈએ.

એન્જિનની વોર્નિંગ લાઈટ

image source

કારમાં એન્જિન લાઈટ ચાલુ દેખાય તો સમજો કે કારના એન્જિનમાં કોઈ સમસ્યા છે. કોઈ પણ કારણ હોઈ શકે છે. એવામાં તમે તરત જ સર્વિસ સેન્ટર પર જઈને કારના એન્જિનને ચેક કરો.

બ્રેકમાં સમસ્યા

imagw source

વાહનમાં બ્રેક સિસ્ટમ ખૂબ જ જરૂરી છે અને તે વાત આપણે સૌ જાણીએ છીએ. બ્રેક વાહનની સાથે સાથે સુરક્ષા માટે પણ મહત્વની છે. એવામાં કાર ચલાવતી સમયે જો તમે બ્રેક પેડમાં કોઈ સમસ્યા અનુભવો છો તો તમારે અટકી જવાની જરૂર છે. તમારી કાર સર્વિસ માંગી રહી છે. જો તમે તેની સર્વિસ નહીં કરાવો તો બ્રેક પેડ અટકવા લાગે છે અને તમારી સુરક્ષા જોખમાય છે. આ માટે તેની સર્વિસ કરાવી લેવી જરૂરી છે.

પાવરમાં મુશ્કેલી

image source

જો તમને ડ્રાઈવિંગ સમયે કારમાં પાવરની ખામી લાગે તો તમે તેનું કારણ ઓછા એન્જિન કમ્પ્રેસન કે જામ ફ્યૂલ ફિલ્ટર હોઈ શકે છે. એવામાં કારના પાવરમાં ઘટાડો થવાથી કારના ફંક્શનિંગ અને સેફ્ટી બંને પ્રભાવિત થાય છે. આ માટે મોડું કર્યા વિના તમારે કારને મિકેનિક પાસે કે સર્વિસ સેન્ટર લઈ જવાની જરૂર છે.

કારમાંથી લીકેજ

image source

અનેક વાર એવું બને છે કે કારની નીચે પાણી, એન્જિન ઓઈલ, કૂલેંટ કે અન્ય કોઈ ચીજ ટપકતી હોય. એવામાં તમને આવું કોઈ પણ લક્ષણ દેખાય તો તમારે ચેતી જવાની જરૂર છે. તે મોટી મુશ્કેલી નોંતરી શકે છે. કાર ચાલુ છે તો તરત તેને કોઈ મિકેનિક પાસે લઈ જાવ તે જરૂરી છે.

કારમાંથી અવાજ આવવો

image source

જો કારને સ્ટાર્ટ કરતી સમટે તમને કોઈ સમયે અવાજ આવે તો જાણવાની કોશિશ કરો કે અવાજ ક્યાથી આવી રહ્યો છે. અનેકવાર એવું બને છે કે વાહનને માટે નુકસાન કરનારું બની શકે છે. એવામાં વારેઘડી કારના અવાજ કરવાથી તરત સર્વિસ સેન્ટર કે મિકેનિક પાસે લઈ જવાથી મુશ્કેલીમાંથી જલ્દી રસ્તો મળે છે.

તો હવેથી તમારી કારમાં પણ આમાંથી કોઈ તકલીફ કે અવાજ આવે છે તો તેને ઈગ્નોર ન કરો પણ ગાડીને સીધી મિકેનિક પાસે કે સર્વિસ સેન્ટર પર રિપેરિંગમાં લઈ જાવ તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!