જીવનના અંતિમ શ્વાસ પર જીવી રહેલી માતા માટે દીકરાએ વીડિયો કોલમાં ગાયું ગીત-મેરા તુજસે હે પહેલા કા નાતા કોઈ

કોરોનાએ દેશભરમાં આતંક મચાવ્યો છે. દરરોજ લાખો લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. નાના ગામડાઓથી લઈને મોટા મોટા શહેરો સુધી સ્થિતિ કાબુ બહાર થઇ છે. હોસ્પિટલો કોરોના દર્દીઓથી ભરાઈ ગઈ છે અને મેડિકલ સ્ટાફ રાત દિવસ દર્દીઓની સારવારમાં લાગી ગયો છે. આ વચ્ચે કોરોના સંક્રમિત એક માતાનું દુઃખ હળવું કરવા તેનો દીકરો ગીત ગાઈ રહ્યો છે જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

image source

મળતી માહિતી મુજબ માતા અને પુત્રનાં આ પ્રેમનો વીડિયો એક ડોક્ટરે શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમના પુત્રએ કોરોનાથી પીડિત માતાને વીડિયો કોલ કર્યો અને તેની માતાને એક સુંદર ગીત સંભળાવ્યું. ડો. દીપાશિખા ઘોષે આ માહિતી તેના ટ્વિટર પર શેર કરી છે અને લખ્યું છે કે આજે મેં કોવિડ દર્દીના સંબંધીઓને મારી શિફ્ટ પૂરી કરતા પહેલા બોલાવ્યા હતા અને એમની હાલત એવી છે કે જેને હવે ભાગ્યે જ બચાવી શકાય.

તેને આ વિશે આગળ લખ્યું હતું કે અમે સામાન્ય રીતે એવાં લોકો માટે અમારી હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા રાખીએ છીએ અને આ આ કોરોના સંક્રમિત મહિલા દર્દીનાં પુત્ર એ મારી પાસે થોડી મિનિટો માંગી અને પૂછ્યું કે તે પોતાની મરતી માતા માટે ગીત ગાવા માંગે છે. આ પછી એક બીજુ ટ્વીટ કરીને તેણે લખ્યું કે આ છોકરાએ તેરા મુઝે સે હૈ પહેલ કા નાતા કોઈ …” ગીત ગાયું હતું. હું ત્યાં ફોન પકડીને પાસે જ ઊભી હતી. તેની માતા અને તેને ગાતા જોઈ રહી હતી. આ જોઈને નર્સો પણ નજીક આવીને ચૂપચાપ ઉભી રહી ગઈ હતી. આ પછી આ છોકરો પણ ગાતા ગાતા રડી પડ્યો હતો છતાં પણ તેણે ગીત પૂરું કર્યું. તેણે મને તેની માતા વિશે પૂછ્યું, થેંક્યું કહ્યું અને પછી કોલ કાપી નાખ્યો હતો.

ડોકટરે આગળ વાત કરતાં કહ્યું કે કોલ કટ થયાં પછી પણ હું અને નર્સો ત્યાં ઉભા હતા. અમે ખાલી તેના સામે જોઈને માથું હલાવ્યું કારણ કે અમારી આંખો પણ આ ભાવુક દ્રશ્ય જોઈને ભીની થઈ ગઈ હતી. આ પછી નર્સો એક પછી એક તેમના દર્દીઓ પાસે ચાલી ગઈ. આ છોકરાએ ગાયેલું આ ગીત એમને બધાને કાયમ માટે યાદ રહેશે

. આ આખી ઘટનાં જોયા પછી સાચે જ હૃદય ભરાઈ આવે છે અને મન રોવા લાગે છે. ખરેખર આ કેવો સમય આવ્યો છે કે આજે એક દીકરો અંત સમયમાં પણ તેની માતાને મળી શકતો નથી કે તે તેનો હાથ પકડી શકતો નથી. આ વીડિયો હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે અને તેનાં પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યાં છે. લોકો રાત-દિવસ કામ કરી રહેલા મેડિકલ સ્ટાફને પણ વધાવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!