તમારી કુંડળીમાં હશે આવા ગ્રહો, તો પ્રાપ્ત થશે વહીવટી અધિકારીનું પદ…

જન્મ સમયે ગ્રહોની જે સ્થિતી હોય છે તેને ધ્યાનમાં રાખી અને કુંડળી બનાવવામાં આવે છે. કુંડળી ખૂબ મહત્વની હોય છે એટલા માટે જ તો લોકો ભવિષ્યકથન કે લગ્ન માટે કુંડળી જોવાનો આગ્રહ રાખતાં હોય છે. જન્મના ગ્રહોની સ્થિતીની મહત્તમ અસર વ્યક્તિના જીવન પર પડતી હોય છે. આ અસર શુભ અને અશુભ એમ બંને પ્રકારની હોય છે. જો કુંડળીના મહત્વના સ્થાનમાં શુભ ગ્રહ બિરાજમાન હોય તો વ્યક્તિનું જીવન પણ સુખથી ભરપૂર હોય છે અને જો ગ્રહોની સ્થિતી ડામાડોળ હોય તો જાતકનું જીવન પણ હાલકડોલક રહે છે.


કુંડળીના અલગ અલગ સ્થાનમાં બિરાજમાન ગ્રહ વ્યક્તિના જીવનની દશા અને દિશા નક્કી કરે છે. તો ચાલો આજે આપણે પણ એક નજર કરીએ કુંડળીની એવી દશાઓ પર જે વ્યક્તિને સમાજમાં ઉચ્ચ પદ પ્રદાન કરે છે.


– કુંડળીમાં ગુરૂ ગ્રહ પ્રબળ હોય તે હંમેશા સફળ થાય છે અને ભાગ્ય સદા તેનો સાથ આપે છે. ગુરુ ભાગ્યનો કારક ગ્રહ છે. જેનો ગુરૂ પ્રબળ હોય છે તે વ્યક્તિ સદા સફળ અને ટોચના સ્થાન પર રહે છે.


– ગુરુની જેમ સૂર્ય ગ્રહ પણ માન-સન્માન વધારનાર છે. જેની કુંડળીમાં સૂર્ય શુભ હોય તો તે સમાજમાં ખૂબ પ્રસિધ્ધિ મેળવે છે. કુંડળીમાં સૂર્ય ગ્રહ ઉચ્ચ સ્થાનમાં પ્રબળ બનીને બિરાજમાન હોય તેવા વ્યક્તિ ઉચ્ચ પદ પર બેસી શાસન કરે છે અને સમાજમાં તેનું માન-સન્માન પણ અન્ય કરતાં વધારે હોય છે.


– આમ તો મંગળ ગ્રહ ક્રૂર ગ્રહ તરીકે ઓળખાય છે પરંતુ તેનું સારું પાસું પણ છે. જો કુંડળીમાં મંગળ અશુભ નહીં પણ શુભ એટલે કે પ્રબળ હોય અને શત્રુ ગ્રહ સાથે ન ટકરાતો હોય તો પણ વ્યક્તિને રાજા જેવું સુખ પ્રદાન કરે છે.


– બુધ ગ્રહ તેના નામ પ્રમાણે બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ પ્રબળ હોય તે તેની બુદ્ધિશક્તિથી કાર્યક્ષેત્રમાં સફળ થાય છે અને ટોચનું સ્થાન પ્રાપ્ત કરે છે. આવા લોક ધન તો અઢળક પ્રાપ્ત કરે છે પરંતુ સાથે જ તેમની કિર્તી પણ સમાજમાં વધે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ જ્યોતિષ શાસ્ત્રની વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ