તમારા ફોનમાં પણ જલ્દી પુરી થઈ જાય છે બેટરી? તો જલદી કરો આ સેટિંગ, નહિં થાય એક પણ રૂપિયાનો ખર્ચો

ફોનની બેટરી ઓછી થઇ જવાનું કોઈ એક કારણ પણ હોઈ શકે અને અનેક કારણો પણ હોઈ શકે. પરંતુ જો તમારા ફોનમાં પણ વારંવાર બેટરી ડાઉન એટલે કે પુરી થઇ જતી હોય તો અમે આજના આ આર્ટિકલમાં અમુક એવી બાબતો વિષે જણાવીશું જેના વિષે મોટાભાગના સ્માર્ટફોન ધારકોને ખબર નથી હોતી કે જે તે ભૂલોને કારણે તેના ફોનની બેટરી વહેલા પુરી થઇ જાય છે. આ ભૂલોને જાણવી જરૂરી છે અને એ ઉપરાંત સ્માર્ટફોનમાં અમુક જરૂરી સેટિંગ કરી લેવાથી પણ વારંવાર બેટરી પુરી થઇ જવાની સમસ્યા નિવારી શકાય છે. ત્યારે ચાલો તેના વિષે જરા વિસ્તારથી વાત કરીએ.

image source

આ માટે સૌથી પહેલા તમારા ફોનના સેટિંગમાં જવાનું રહેશે.અહીં તમને ઘણા બધા વિકલ્પ જોવા મળશે. આ વિકલ્પો પૈકી તમારે ” Battery ” ના વિકલ્પને પસંદ કરવાનો રહેશે. અલગ અલગ કંપનીના ફોનમાં આ વિકલ્પ અલગ અલગ જગ્યાએ હોઈ શકે. પરંતુ મોટાભાગની કંપનીઓમાં આ વિકલ્પનું નામ લગભગ એક સરખું જ એટલે કે Battery જ હોય છે.

image source

હા, એવું પણ બની શકે તમારા ફોનમાં આ વિકલ્પ ક્યાંક એડીશ્નલ સેટિંગના અંદર છુપાઈને પડ્યું હોય. જો આમ હોય તો તમે Battery saver ના વિકલ્પને પસંદ કરી શકો છો જેના કારણે ફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ બંધ થઇ જાય છે.

લોકેશન અને GPS ટ્રેકિંગને પણ જરૂર વિના બંધ રાખવા જરૂરી

image source

ઘણી ખરી એવી એપ હોય છે જે ઇન્સ્ટોલ કરતી વખતે આપણી પાસે લોકેશન અને GPS ટ્રેસ કરવાની પરવાનગી માંગે છે અને આપણે જે તે સમયે જે તે એપની જરૂર હોય એટલે ફટ ફટ આ પરમિશનને એલોવ આપી દઈએ છીએ. જો કે આ પણ બેટરી વહેલા પુરી થઇ જવાનું એક કારણ છે. કારણ કે બ્લુટુથની જેમ જ લોકેશન અને GPS ટ્રેકિંગ ચાલુ હોવાથી તે સતત સેટેલાઇટને રેડિયો વેબ મોકલે છે જેના કારણે તમારા ફોનની બેટરી પણ ધીમે ધીમે વપરાતી રહે છે અને પરિણામે તમારી ફોન બેટરી વહેલી પુરી થઇ જાય છે. તો સલાહ એ જ છે કે જરૂર ન હોય તો લોકેશન અને GPS ટ્રેકિંગ ઓફ કરી દેવું જોઈએ અને બને ત્યાં સુધી જરૂર પડે ત્યારે જ WiFi ચાલુ કરવું.

Wallpaper માં કરો ફેરફાર

image source

બેટરી વહેલી પુરી થઇ જવાનું એક કારણ ફોન વપરાશમાં ન હોય ત્યારે ચાલુ રહેતું wallpaper પણ છે. ઘણા ખરા લોકો wallpaper ના સ્થાને આકર્ષક વિડીયો જેવા લગતા wallpaper રાખતા હોય છે જેમ કે ઉછળકૂદ કરતી માછલીઓ વગેરે.. પણ આ પ્રકારના wallpaper તમારા ફોનની બેટરી પણ ખાઈ જાય છે. ફોનની બેટરી બચાવવા ફોનના wallpaper કાળા કલરનું જ રાખવું તે બેટરી ઓછી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong