અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસું સક્રિય થશે, પણ જો મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ વખતે વરસાદ થયો તો…

2021નું ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસાના ચારે માસ સારો વરસાદ થવાની શક્યતા સેવવામાં આવી છે. હાલમાં આંદામાન-નિકોબાર ટાપુ પર, બંગાળના દક્ષિણ ઉપસાગર પર ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે ત્યારે ખેડૂત ભાઈઓ ચાતકની નજરે ચોમાસાની રાહમાં છે. તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે. જોકે બંગાળના ઉપસાગરમાં ઉદભવેલું વાવાઝોડું વધારે પડતો વરસાદ કરશે તો શરૂઆતના ચોમાસા પર તેની અસર થવાની સંભાવના રહેશે.

image source

હવામાન વિભાગે તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં. તેમણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો છે. આગામી 48 કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં 30થી 40 કિ.મીની ઝડપે તોફાની પવન સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ અસહ્ય ઉકળાટ વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ બંધાયો હતો.

image source

જેઠ સુદ બીજે વરસાદ ગાજે તો ઘડ ગાજ્યું ગણાય અને બીજા સંજોગો ખરાબ હોય તો વરસાદ થતો નથી. પરંતુ આ વખતે બીજા સંજોગો સારા છે. 8મી જૂને મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય છે અને મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો ઉભા પાકમાં જીવાત પડવાની સંભાવના રહે છે. આ વખતે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ખેડૂત ભાઈઓ ખેડ કરે ત્યારે જમીનમાં રહેલા કોશેટા બહાર આવે છે અને એમાંથી ગુજરાત હેરીકેટર પીલર એટલે કે કાતરા બહાર નીકળે છે અને આ કાતરા વાવેલા પાકને ખાઈ જાય છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

image source

કહેવાય છે કે કાતરા નીકળે તો વરસાદ લગભગ 27 દિવસ સુધી ઓછો પડે છે. એટલે કે કાતરાને સાનુકૂળ હવામાન રહે એવો વરસાદ પડે છે. એટલે ખેડૂત ભાઈઓએ આ બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે. તા.11-12 જૂનમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. જો કે આ ગાજવીજ વધારે હશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તો જૂન તા.9 થી જ વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ગુજરાત, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તા.15 થી 19 જૂનમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતા છે.

image source

આ વખતે સૌરાષ્ટ્રના ભાગોમાં ભીમ અગિયારસે વાવણા થઈ જવાની શક્યતા છે. તા.22 અને 23માં ઉત્તર ભારતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે તા.27 જૂનથી ચોમાસું જોર પકડે અને 29 જૂનથી ચોમાસું સક્રિય થાય એ નીર-નિરંતર વરસાદ થાય. વરસાદ પવન સાથે થવાની શક્યતા છે. છઠ્ઠી જુલાઈએ સૂર્ય પુનવર્સુ નક્ષત્રમાં આવશે એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જુલાઈ તા.6થી શેઢાપાળા ખેતરોમાં સાપનો ઉપદ્રવ થવાની શક્યતા છે. આ અરસામાં સર્પની સંવનનક્રિયા થવાની શક્યતા હોતા ખેડૂત ભાઈઓએ ખેતરોમાં સર્પના ઉપદ્રવથી સાવચેત રહેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong