ટીવીની ગોપી વહુને રિયલ લાઇફમાં આ વાતનો છે ખૂબ ડર, જેના કારણે છુપી રાખે છે આ વાત અને નથી કરતી કોઇની સાથે શેર

બૉલીવુડ અને ટીવી જગતમાં છેલ્લા અમુક વર્ષોમાં સેલેબ્સના લગ્ન કરવાની ખબર સામે આવવા લાગી છે. પહેલા જ્યાં કલાકારો ગુપચુપ લગ્ન કરી લેતા હતા તો હવે ઘણા કલાકારો એવા છે જે લગ્નને લઈને પોતાના વિચાર પહેલેથી જ ફેન્સને જણાવી દે છે. મનોરંજન જગતના ઘણા કલાકારો લગ્ન કરી ચુક્યા છે અને ઘણા માતા પિતા પણ બની ચુક્યા છે. તો ઘણા એવા કલાકારો છે જે જલ્દી જ લગ્ન કરી શકે છે. એમાં ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીનું નામ પણ સામેલ થવાનું છે. દેવોલીનાએ શો સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનું પાત્ર ભજવ્યું હતું અને આ પાત્રમાં એમને ફેન્સે ઘણા પસંદ પણ કર્યા હતા. એ સિવાય દેવોલીના બિગ બોસમાં પણ દેખાઈ ચુકી છે. આ રિયાલિટી શોમાં દર્શકોને દેવોલીનાનો બિન્દાસ અંદાજ જોવા મળ્યો હતો.

image source

 

સાથ નિભાના સાથિયા શોમાં એમના સીધા સાદા પાત્રને જોનાર ફેન્સને દેવોલીનાનો આ નવો અવતાર પણ ઘણો જ પસંદ આવ્યો હતો. દેવોલીના બિગ બોસનો ખિતાબ તો પોતાના નામે ન કરી શકી પણ એમને ફેન્સનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. આ શો ખતમ થયા પછી પણ એ ચર્ચામાં રહે છે. હાલમાં જ દેવોલીનાએ પોતાના અંગત જીવનને લઈને ઘણી બધી વાતો જણાવી.’

image source

એલ ઇન્ટરવ્યૂમાં દેવોલીનાએ જણાવ્યું હતું કે એ આ વર્ષે લગ્ન કરવાની હતી પણ એમને હાલ પૂરતા આ લગ્ન ટાળી દીધા છે. દેવોલીનાએ કહ્યું કે હા અમે આ વર્ષે લગ્ન કરવાના હતા પણ એને આવતા વર્ષ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. હું ઈચ્છું છું કે આ મહામારી ખતમ થઈ જાય જેથી હું આગળની યોજના બનાવી શકું. હાલ હું ખૂબ જ ખુશ છું પણ વસ્તુઓ ક્યારે બદલાઈ જાય તમર ક્યારેય નથી જાણી શકતા.હું જીવન અને અલગ અલગ પરિસ્થિતિઓને સમજવા માટે સમય કાઢવા માંગુ છું પણ કોઈ નથી જાણતું કે ભવિષ્ય કેવું હોઈ શકે છે? હું કઈ પણ છુપાવતી નથી. જો મેં લગ્ન કરવાનો નિર્ણય કર્યો તો હું બધાને જણાવી દઈશ. દેવોલીનાએ જણાવ્યું કે એ પોતાના બોયફ્રેન્ડના નામનો ખુલાસો નથી કરવા માંગતી.

image source

તમને જણાવી દઈએ કે બિગ બોસ દરમિયાન જ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે એ રિલેશનશિપમાં છે. જો કે એ પોતાના પાર્ટનરના નામનો ખુલાસા નથી કરવા માંગતી. એમને કહ્યું કે હું ક્યારેય મારા પાર્ટનરનું નામ નથી જણાવવા માંગતી. એ પણ પોતાનું નામ જાહેર કરવામાં સહજ નથી કારણ કે એ આ ઇન્ડસ્ટ્રીમાંથી નથી.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો દેવોલીના હાલના સમયમાં આકાશ ગોયલાની મીની વેબ સિરીઝ લન્ચ સ્ટોરીઝના ચેપટર 2માં કામ કરવાની છે. આ સિરીઝમાં એ એક મેડની ભૂમિકા ભજવતી દેખાશે. દર્શકોને આ સિરીઝમાં દેવોલીનાનો એક અલગ અંદાજ જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong