તમારા ફોનમાં પણ થઇ રહી છે આવી તકલીફો? તો જાણી લો આ શેના સંકેતો છે

આજના ડિજિટલ યુગમાં હેકરો બહુ સક્રિય થઈ ગયા છે અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે મોટા નામી વ્યક્તિઓ પણ આ હેકરોના શિકાર બની જતા હોય છે. પરંતુ હવે આ હેકરો સામાન્ય લોકોને પણ હેક કરવા માટે શિકાર બનાવી રહ્યા છે. ત્યારે સૌથી જરૂરી છે કે આપણે આપણા સ્માર્ટફોનની સુરક્ષા પ્રત્યે સતર્ક રહીએ.

image soucre

જો કે ઘણી વખત ફોન હેક થઈ જવા બાદ પણ આપણને તેની જાણ તરત નથી થતી. ત્યારે અમે આપને અમુક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે એ જાણી શકો છો કે તમારો ફોન હેક થયો છે કે નહિ.

હા, એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ ફૂલપ્રુફ રીત નથી. અને જ્યારે તમને તમારો ફોન હેક થઈ ગયાની શંકા થઈ જાય ટીસરે નિશ્ચિત રૂપે તમારે તમારું ડિવાઇસ તમારે એક્સપર્ટ પાસે લઈ જવું જ હિતાવહ છે.

બેટરી લાઈફમા અચાનક ફેરફાર

image soucre

ફોનની બેટરીની ક્ષમતા સમય સાથે ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ફોનની બેટરીમાં જો અચાનક ઘટાડો થવા લાગે તો સમજી લેવું કે તમારો ફોન હેક થયો છે. એવું પણ બની શકે કે માલવેર બેકગ્રાઉન્ડમાં ચાલુ હોય અને તેના કારણે તમારા ફોનની બેટરી વપરાતી હોય.

એપ્સ વ્યવસ્થિત કામ ન કરે તો

image soucre

Whatsapp કે ઇન્સ્ટાગ્રામ જેવી લોકપ્રિય એપ જો અચાનક હેંગ થવા લાગે કે ફ્રીઝ થવા લાગે કે અનઇન્સ્ટોલ કર્યા વિના જ તમારા ફોનમાંથી ગાયબ થઈ જાય તો આ સંકેત પણ એ વાતનો સંકેત છે કે માલવેર સોફ્ટવેરના કારણે ડિવાઇસનું સ્ટોરેજ પૂરું થઈ રહ્યું છે.

સ્માર્ટફોનનું પરફોર્મન્સ

image soucre

જો તમારા વેબપેજ વ્યવસ્થિત રીતે લોડ ન થઈ રહ્યા હોય અથવા ફોનને ઝડપથી ચલાવવા માટે ફોનને ફરીથી ચાલુ કરવો પડતો હોય તો આ મુશ્કેલીનું કારણ પણ ફોનમાં ચાલી રહેલો માલવેર સોફ્ટવેર હોઈ શકે છે.

આ સોફ્ટવેર તમારી સિસ્ટમના રિસોર્સનો ઉપયોગ કરીને બેકગ્રાઉન્ડમાં ચૂપચાપ કામ કરતા એક ક્રિપ્ટોક્યુરેન્સિ માઇનર પણ હોઈ શકે છે.

પૉપ અપ અને જાહેરાત

image soucre

ગુગલ, ટ્વિટર કે ફેસબુક જેવી વેબસાઈટ પર સર્ચ કરતા સમયે જો સંદિગ્ધ પૉપઅપ દેખાય તો આ પણ ફોન હેક થવાનો એક સંકેત હોઈ શકે છે.

આ સાઇટોમાં સામાન્ય રીતે માલવેર પૉપઅપ નથી હોતા જે તમને એન્ટી વાયરસ સોફ્ટવેર કે અન્ય ટુલ્સ ઇન્સ્ટોલ કરવા માટે કહે.

image soucre

આ માટે જો તમે વેબ બ્રાઉઝ કરતા હોય તે સમયે કે તમારા ફોનને વાપરતા હોય તે મસએ આ પ્રકારના પૉપ અપ જાહેરાત બેનર કે વિડીયો ઓપન થઈ જતા હોય તો સમજી લેવુ કે તમારો ફોન Adware થી સંક્રમિત થઈ ચૂક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong