ગુુજરાતના આ મોટા શહેરોમાં હમણાં જવાનો પ્રોગ્રામ ના બનાવતા, નહિં તો..જાણી લો કેમ

એક તરફ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની મેઘરાજા ધમરોળી છે ત્યારે બીજી તરફ ગુજરાતને લઈને પણ હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. મુંબઈમાંથી રહેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં દીવાલ ધસી પડવાથી કેટલાક લોકોના મોત પણ થયા છે તેવામાં હવે ગુજરાતમાં પણ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

image soucre

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૧૯ થી ૨૧ જુલાઇ વચ્ચે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને સુરત અને અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ અને ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

image soucre

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવના છે જેને લઇને આગામી ૨૨ જુલાઇ સુધી રાજ્યનાં વિવિધ શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાય શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ભારે વરસાદની શક્યતા છે.

image soucre

સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ અને વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જોકે ગત સપ્તાહમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો હોવા છતાં સુરતવાસીઓને બફારાનો અનુભવ કરવો પડયો હતો તેવામાં જો આગામી પાંચ દિવસમાં આગાહી અનુસાર વરસાદ થાય તો સુરતના લોકોને ગરમીથી રાહત પણ મળી શકે.

image soucre

મહત્વનું છે ખબર છે ચોમાસુ આગાહી કરતા એક સપ્તાહ વહેલું શરૂ થયું હતું તેમ છતાં જુલાઈ માસ અડધો વીતી ગયો હોવા છતાં ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે અને ગાજવીજ પણ થાય છે પરંતુ ગાજ્યા મેઘ વરસે નહીં તે કહેવત અનુસાર જોઈએ તેવો વરસાદ થયો નથી. તેવામાં હવામાન વિભાગે આગામી ૧૯ થી ૨૧ જુલાઇ વચ્ચે ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

image soucre

રાજ્યમાં ચોમાસુ બેસી ગયા બાદ થી વાવણીલાયક વરસાદ થયું ન હોવાથી અને પહેલા વરસાદ બાદ વરસાદ ખેંચાઈ ગયો હોવાથી ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. જો કે રાજ્યમાં સરેરાશ વરસાદ ઓછો નોંધાયો હોવાના કારણે વિવિધ ડેમમાં પણ પાણીની આવક ધીમી થઇ રહી છે. તેવામાં હવે સારો એવો વરસાદ રાજ્યમાં થાય તે જરૂરિયાત પણ ઊભી થઈ છે.

image soucre

હવામાન વિભાગની આગાહી અનુસાર જો આગામી પાંચ દિવસ અનુસાર રાજ્યમાં વરસાદ નોંધાશે તો લોકોને ગરમી અને બફારાથી પણ રાહત મળશે અને સાથે જ ખેડૂતોની ચિંતા પણ હળવી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong