જો તમારું આધાર કાર્ડ ખોવાઇ ગયુ હોય તો આ રીતે ફટાફટ મળી જશે નવું, જાણી લો સરળ પ્રોસેસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડને દેશભરમાં ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ ઓળખ ડોક્યુમેન્ટ ગણવામાં આવતા તેનું મહત્વ વધી ગયું છે. આધાર થી દેશભરમાં બેંક ખાતા, ટેક્સ પેમેન્ટ જોડવાની યોજના છે. આધાર કાર્ડના આધારે જ તમામ સહાય મળે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એવામાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમે ચિંતા ન કરો.

image soucre

ખૂબ સરળતાથી ફરી થી મેળવી શકો છો, તમારું આધાર કાર્ડ. ડુપ્લિકેટ આધાર કાર્ડ મેળવવા માટે તમારે આધાર નંબર જણાવવો પડશે. જો આધાર નંબર યાદ ન હોય તો રજિસ્ટ્રેશન દરમિયાન આપેલી રસીદ હોવી જરૂરી છે. આ રસીદ ની મદદથી તમે આધાર કાર્ડની યૂઆઈડીએઆઈ વેબસાઈટ www.uidai.gov.in પર જઈ ડુપ્લિકેટ આધાર પ્રાપ્ત કરી શકો છો. જાણો કેટલીક એવી બાબતો જેની મદદથી સરળતાથી તમે ડુપ્લિકેટ આધાર મેળવી શકો છો.

આધાર સાથે મોબાઇલ નંબર રજીસ્ટર હોય તો શું કરશો

image soucre

જો આધાર સાથે મોબાઇલ નંબર રજીસ્ટર છે, તો ભારતીય વિશિષ્ય ઓળખ પ્રાધિકરણની વેબસાઇટ uiadi.gov.in પર જાઓ. અહીં માય આધાર ના ગેટ આધાર સેક્શન પર ઉપલબ્ધ લિંક, રિટ્રિવ લોસ્ટ અને ફોરગોટન ઇઆઇટી/યુઆઇડી પર ક્લિક કરો. તે બાદ ઇઆઇડી એટલે કે રજીસ્ટ્રેશન નંબર અથવા યુઆઇડી એટલે કે આધાર નંબર ના વિકલ્પ ને સિલેક્ટ કરો.

image soucre

તમારુ આખુ નામ અંગ્રેજીમાં, રજીસ્ટર્ડ અથવા લિંક મોબાઇલ નંબર અને આપવામાં આવેલો કેપ્ચા નાંખો. હવે સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. તમારા મોબાઇલ પર ઓટીપી પ્રાપ્ત થશે. તેને નાખો. તે બાદ તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર, એસએમએસ દ્વારા તમારા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

આધાર સાથે મોબાઇલ લિંક ન હોય તો કરો આ કામ

image soucre

જો આધાર સાથે મોબાઇલ નંબર રજીસ્ટર નથી, તો તમે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ ના ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરો અને જે વિગતો જેવી કે નામ, સરનામુ, પિન કોડ, જન્મનું વર્ષ વેગેરે પૂછવામાં આવશે, સમગ્ર વિગત help@uidai.gov.in પર મેલ કરીને રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર જાણી શકાય છે. જો તમારા નામનું સ્પેલિંગ, સરનામુ, જન્મ તારીખ વગેરે વિશે જાણકારી નથી, તો તમારો ખોવાયેલો આધાર અથવા રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો.

image soucre

તેના માટે ઓળખ અને સરનામાનું સ્વીકાર્ય માન્ય પ્રમાણની મૂળ નકલથી લઇને નજીકના આધાર કેન્દ્ર પર જાઓ અને ફરીથી નવો રજીસ્ટ્રેશન કરાવો. જો તમારુ આધાર પહેલા થી જ બનેલુ છે, તો તમારા દ્વારા કરાવવામાં આવેલુ આ રજીસ્ટ્રેશન રિજેક્ટ થઇ જશે. તે બાદ તમે પ્રાધિકરણ નો તેના ફોન નંબર અથવા ઇમેલ દ્વારા સંપર્ક કરો. તમારો રજીસ્ટ્રેશન નંબર અને આધાર તમને જણાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong