આ ટ્રિકથી જાણી લો તમારા મોબાઇલમાં અસલી એપ છે કે નકલી, નહિં તો પસ્તાશો પાછળથી

શું તમારા ફોનમાં પણ નકલી એપ છે? આ રીતે કરો અસલી – નકલી ઓળખ!

ગુગલ પ્લે સ્ટોર પર એવી ઘણી બધી એપ હાજર છે જે આપણને ખૂબ જ કામમાં આવતી હોય છે. આ એપ્લિકેશન્સ આપણા ઘણા બધા કામ આસાન કરી દે છે. પરંતુ, એપ્લિકેશન જેટલી મદદરૂપ હોય છે એટલઈ જ ખતરનાક પણ હોય છે. પ્લે સ્ટોર ઉપર એવી ઘણી બધી એપ હાજર છે જે યુઝર્સ ની જાણકારી ચોરતી હોય છે, અથવા તો તેમના બેંકમાંથી પૈસા ચોરવાનું કામ કરતી હોય છે.

image source

સામાન્ય રીતે આ બધી એપ્સ નકલી અને વાયરસ થી પ્રભાવિત હોય છે. આ એપ્સ દ્વારા હેકર્સ યુઝર્સ ના ફોનમાં માલવેર કોડ નાખતા હોય છે. જેનાથી તેમને યુઝરના ફોનનો એક્સેસ મળી જાય છે. તેવામાં આ એપ્લિકેશનને તરત જ ડીલીટ કરી દેવું એ જ એકમાત્ર ઉપાય છે.

જોવા જઈએ તો Google Play Store ની સિક્યુરિટી પોલિસી ખૂબ જ મજબૂત છે. તેમ છતાં ઘણા બધા ડેવલોપર્સ તેને બાયપાસ કરી દે છે. આ યુઝર્સ માટે ચિંતાનો વિષય બની ચૂક્યો છે. ઘણી બધી એપ્સ એવી પણ છે કે જે પ્લે સ્ટોરમાં હાજર છે અને તેની ડુપ્લીકેટ વર્ઝન પણ પ્લે સ્ટોરમાં હાજર છે. અને તેનાથી બચવા આજે અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમે આ ફેક એપ્લિકેશન ની ઓળખ કરી શકશો.

એપ્સ પર ધ્યાન આપો!

image source

જ્યારે પણ તમે કોઈ એપ સર્ચ કરો છો. તો તમને ઘણા બધા વિકલ્પ મળતા હોય છે. અને તેમાંથી સાચી એપને પસંદ કરવી ખૂબ જ મુશ્કેલ થઇ જતું હોય છે. આ એપ્સની લિસ્ટ પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે. અને ખાસ કરીને તેના icons પર!! તે વાસ્તવિક એપ થી થોડા જ અલગ હોય છે. જો આઇકન માં તમને કોઈ ફર્ક નજર નથી આવતો તો તેના નામ ના સ્પેલિંગ ઉપર ધ્યાન આપો. તેમાં જરૂરથી કંઈકને કંઈક ગડબડ હશે! તેમ કરીને તમેં નકલી એપની ઓળખ કરી શકશો.

ડેવલોપર ને કરો વેરીફાઈ :-

image source

કોઈપણ એપને ડાઉનલોડ કરતાં પહેલાં તેના ડેવલોપર નું નામ જરૂરથી જોઇ લો. જો કે ઘણી બધી વાર નકલી ડેવલોપર વાસ્તવિક ડેવલોપરના નામને કોપી કરી લેતા હોય છે. તમને અસલી ડેવલોપરના નામ યુઝર્સને આરામથી દેખાi જશે. પરંતુ ડુપ્લીકેટ ડેવલોપર તેમની ડિટેઈલ્સ એટલી આસાનીથી દેખાવા નથી દેતા.

એપ ડાઉનલોડ ની સંખ્યા જરૂરથી જુવો :-

કોઈપણ એપને ડાઉનલોડ કરતાં પહેલાં તમારે એ જરૂર થી જોઈ લેવું જોઈએ કે તે એપને કેટલી વાર ડાઉનલોડ કરવામાં આવી છે. ઓરીજનલ એપને દુનિયાભરમાં કરોડો વાર ડાઉનલોડ કરવામાં આવી હશે. તેવામાં જો કોઈ નકલી એપ તમારા સામે આવે તો તેના ડાઉનલોડ કાઉન્ટ જરૂરથી ઓછા હશે.

યુઝર રીવ્યુ વાંચો :-

image source

કોઈપણ નકલી એપની ઓળખ કરવા માટે તમારે તેના યુઝર રીવ્યુ જરૂરથી વાંચી લેવા જોઈએ. આમ જોવા જઈએ તો ઘણા બધા રીવ્યુ નકલી પણ હોય છે, પરંતુ કેટલાક રીવ્યુ એવા પણ મળી જશે કે જે એપ વિશે સાચું કહી રહ્યા હોય. જો કોઈ એપ ઉપર નેગેટિવ કોમેન્ટ હોય તો તેને ઇન્સ્ટોલ ન કરો.

જો તમને કોઈ નકલી એપ દેખાય તો તમે તેને ન ડાઉનલોડ કરો. અને જો તમે ભૂલથી પણ ડાઉનલોડ કરી લીધી હોય તો તેને તુરંત જ ડિલીટ કર દો. સાથે – સાથે આ નકલી એપ્લિકેશનને ગુગલ પ્લે સ્ટોર પર રિપોર્ટ પણ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ