ફેંગ શૂઇને ધ્યાનમાં રાખીને જલદી બદલી દો તમારા બેડ રૂમમાંથી આ વસ્તુઓ, નહિં તો..

વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધોમાં સ્નેહ વધારવા ફોલો કરો આ 7 ટીપ્સ

ફેંગશૂઈ એટલે કે ચીની જ્યોતિષમાં વાસ્તુ દોષ દૂર કરતા ઉત્તમ ઉપાયો આપવામાં આવ્યા છે. ફેંગશૂઈ ટિપ્સ જીવનની નકારાત્મક શક્તિઓને નષ્ટ કરે છે અને સકારાત્મક ઊર્જાને ઉત્સર્જિત કરે છે. આપણી આસપાસના આપણા વાતાવરણમાં ચારે તરફ અનેક પ્રકારની ઊર્જા હોય છે. તેમાંથી કેટલીક નકારાત્મક હોય છે. આ નકારાત્મક ઊર્જા કે શક્તિઓ આપણા જીવનને વિવિધ પ્રકારએ પ્રભાવિત કરે છે.

જો ઘર કે ઓફિસમાં આ પ્રકારના દોષના કારણે નકારાત્મક ઊર્જા ફેલાતી હોય તો તેને ફેંગ શૂઈના ઉપાયો અજમાવી દૂર કરી શકાય છે. ફેંગ શૂઈ ઉપાયના કારણે નકારાત્મક ઊર્જાનો પ્રભાવ શૂન્ય થઈ જાય છે અને સકારાત્મક ઊર્જાનું જીવનમાં આગમન થાય છે.

image source

આજે અહીં તમને આવી જ કેટલીક ફેંગ શૂઈ ટિપ્સ વિશે જણાવાયું છે જેને અપનાવી તમે તમારા પ્રેમ જીવન કે વૈવાહિક જીવનને મધુર અને પ્રગાઢ બનાવી શકો છો. આ ફેંગ શૂઈ ટિપ્સ ખાસ કરીને બેડરુમ માટે છે. જો કોઈપણ દંપતિ કે પ્રેમી જોડીના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે ખટરાગ થતો હોય તો આ સમસ્યાઓનો ઉપાય પણ આ ટિપ્સના માધ્યમથી સરળતાથી લાવી શકાય છે. તો ચાલો હવે જાણીએ કઈ છે આ અસરદાર 7 ફેંગ શૂઈ ટિપ્સ.

1. ફેંગ શૂઈ અનુસાર જો તમે વિવાહિત હોય તો તમારા બેડરુમમાં ક્યારે ઈલેક્ટ્રોનિકસ આઈટમ ન રાખો. એટલે કે બેડરુમમાં ટીવી, કોમ્પ્યૂટર, ફ્રીજ જેવી વસ્તુઓ ન રાખવી. આવી વસ્તુઓ વાતાવરણને ઉષ્ણ બનાવે છે અને નકારાત્મક ઊર્જામાં વધારો કરે છે.

image source

2. ફેંગ શૂઈ અનુસાર બેડને ક્યારેય ટોયલેટની સામે ન રાખવો. એટલે કે બેડરુમમાં રાખેલા બેડની સામે જ ટોયલેટનો દરવાજો ન ખુલવો જોઈએ. બેડ એવી રીતે રાખવો જેથી ટોયલેટનો દરવાજો અને બેડ સામસામે ન રહે. આ ઉપરાંત ટોયલેટનો દરવાજો હંમેશા બંધ જ રાખવો.

image source

3. બેડની સામે મિરર એટલે કે અરીસો ન રાખવો. ફેંગ શૂઈ અનુસાર આવી વ્યવસ્થાના કારણે પતિ-પત્નીમાં તકરાર વધવાની સંભાવના વધે છે.

image source

4. બેડરુમમાં રાખેલા બેડ પર અલગ અલગ બે ગાદલા ન હોવા જોઈએ. તેના પર હંમેશા સિંગલ ગાદલું જ રાખવું. અલગ અલગ ગાદલાં દપંતિમાં પ્રેમનો અભાવ સર્જે છે. એક જ ગાદલું સંબંધમાં નકારાત્મકતા પ્રવેશવા દેતું નથી.

image source

5. બેડને હંમેશા બારી હોય તે દિવાલ સાથે અડકાવીને ન રાખવો. દિવાલને અડીને રાખેલો બેડ સંબંધમાં તાણ ઊભી કરે છે.

image source

6. બેડરુમમાં ક્યારે એવી તસવીર ન રાખવી જેમાં નદી, તળાવ, ઝરણું હોય. એટલે કે વહેતા કે સ્થિર પાણી દર્શાવતી તસવીર કે પેંટિંગ બેડરુમમાં ન રાખવી. બેડરુમમાં રાધા-કૃષ્ણ, લવ બર્ડ્સ, કે સારસની જોડીની તસવીરો રાખી શકાય છે. બેડરુમમાં ભગવાનના ફોટો પણ રાખવા નહીં.

image source

7. બેડરુમમાં બેડની નીચે કોઈ વસ્તુ રાખવી નહીં. તેનાથી નકારાત્મકતા વધે છે. આ ઉપરાંત બોક્સ હોય તેવા બેડ પણ અંદરથી ખાલી જ રાખવા. તેમાં વસ્તુઓ સંઘરી રાખવાથી સકારાત્મકતા ઘટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ