ફ્રૂટ પર લગાવવામાં આવતા સ્ટીકર્સની પાછળ શું છે હકીકત, જાણો તમે પણ…

શા માટે ફળ પર ચોંટાડવામાં આવે છે સ્ટીકર?

જ્યારે પણ ફ્રુટની ખરીદી કરવા માટે માર્કેટમાં જવાનું થાય છે ત્યારે લોકો સ્ટીકર લાગેલા ફળ ખરીદવાનું વધારે પસંદ કરે છે. તેમને લાગે છે કે સારી ગુણવત્તાના ફળ હોવાથી તેના પર સ્ટીકર લગાવેલા હોય છે.

કારણ કે મોટાભાગના લોકો ફળ પર લાગેલા સ્ટીકર પાછળનું સત્ય જાણતા નથી. ફળ પર લાગેલા સ્ટીકર્સનું અલગ કારણ હોય છે. આજે તમને અહીં આ જાણકારી પૂરી પાડવામાં આવશે.

image source

ફળ પર સ્ટીકર એટલા માટે લગાડવામાં આવે છે કે તેનાથી ગ્રાહકોને તે ફળ વિશે સંપૂર્ણ જાણકારી મળે. ફળમાં જંતુનાશકનો ઉપયોગ થયો છે કે નહીં તે પણ સ્ટીકર પરથી જાણી શકાય છે.

સ્ટીકર પરના નંબર વડે આ જાણકારી મેળવી શકાય છે. આ ઉપરાંત ગ્રાહકને ફળ કયા ગ્રેડનું છે તે પણ ખબર પડે છે.

image source

ફળ પરના કેટલાક સ્ટીકર પર તો તેનો ભાવ, એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. આ ઉપરાંત તેમાં પ્રાઈઝ લુક અપ કોડ પણ નોંધેલો હોય છે. આ કોડના આધારે ફળની ગુણવત્તા નક્કી થાય છે. દરેક ફળ જેના પર સ્ટીકર હોય તે સારું જ હોય તેવું નથી.

ફળ પર લાગેલા સ્ટીકર્સ વિશેની વિશેષ જાણકારી આજે તમને જાણવા મળશે. આ વાત એ દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે જે ફળ લેતી વખતે તેના પર લાગેલા સ્ટીકરના આધારે તેની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે.

image source

1. જો કોઈ ફળ કે શાક પર સ્ટીકર લગાવેલું હોય અને તેના પર 5 ડિજિટનો કોડ હોય અને તે 9 નંબરથી શરુ થતો હોય તો તેનો અર્થ થાય છે કે તેને જૈવિક રીતે ઉગાડવામાં આવ્યું છે પરંતુ તેના જેનેટિક સ્વરુપને મોડિફાઈ કરવામાં નથી આવ્યું.

2. જો સ્ટીકર પરનો કોડ 8 નંબરથી શરૂ થતો હોય તો તેનો અર્થ થાય છે કે તેના જેનેટિક સ્વરૂપને મોડિફાઈ કરવામાં આવ્યું છે.

image source

3. જો આ સ્ટીકર્સ પર લાગેલા કોડને આપણે ઓળખી અને ફળની ખરીદી કરવામાં આવે તો આપણે જાણી શકીએ કે કયા ફળ લેવા જોઈએ અને કયા નહીં.

4. જે ફળ અને શાક પર 4 ડિજિટવાળા અંક હોય તેનો અર્થ થાય છે કે આ ફળને ઉગાડવા માટે મોટા પ્રમાણમાં જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે જે ફળ પર 4 ડિજિટના નંબર હોય તેને ખરીદવા જોઈએ નહીં.

image source

5. જે ફળ પર 5 ડિજિટવાળા નંબર હોય અને તે 8થી શરુ થતો હોય તો તેનો અર્થ થાય છે કે ફળને જૈવિક રીતે ઉગાડ્યું છે પરંતુ તેના પર આનુવાંશિક સંશોધનો કરવામાં આવ્યા છે. પરંતુ આ ફળ 4 ડિજિટવાળા ફળ કરતાં સારા હોય છે.

6. સ્વાસ્થ્ય માટે એવા જ ફળ ઉત્તમ હોય છે જેના પરના સ્ટીકરમાં 5 ડિજિટવાળા નંબર હોય પરંતુ તે 9થી શરૂ થતો હોય. આ ફળ ખાવા જોઈએ અને તેની ગુણવત્તા ઉત્તમ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ