હવે જયારે પણ તાળી વગાડવાનો મૌકો મળે કે ના મળે તાળીઓ જરૂર વગાડજો, જાણો કેટલા ફાયદા છે…

જણાવી દઈએ કે તાળી વગાડવાથી તમારા બન્ને હાથ વચ્ચે ઘસારો થાય છે જેનાથી તમારું રક્ત સંચાર પણ વધુ સારું થાય છે.

જોવામાં આવે તો આપણા દૈનિક જીવનમાં દરરોજ ઘણાબધા એ વા કામ આવતા રહે છે જે આપણને કંઈકને કંઈક શિખવતા રહે છે. માણસ મહેનત કરે છે, પૈસા કમાઈ છે જેથી તે આવનાર જીવનમાં સુખ સુવિધાઓ ભોગવી શકે અને સાથે જ સાથ પોતાના પરિવારને પણ દરેક પ્રકારની સુવિધાઓ આપી શકે.

પરંતુ આ બધું કરવા દરમિયાન સંસારનાં એ શો આરામને પ્રાપ્તર કરવામાં માણસ પોતાના સ્વાસ્થયનું જરાપણ ધ્યાન નથી રાખી શકતો અને ધીરે ધીરે સમયની સાથે જાત જાતની બિમારીઓથી ઘેરાતો ચાલ્યો જાય છે. જોકે એવું પણ જોવામાં આવ્યું છે કે ઘણા લોકો પોતાના ખૂબ વ્યસ્ત કાર્યની વચ્ચેથી થોડો સમય કાઢીને કસરત,યોગ,પગપાળા ચાલવું વગેરે ઘણા પ્રકારનાં પ્રયાસ કરે છે જેથી તે પોતાને સ્વસ્થ રાખી શકે પરંતુ આમ નિયમિત રૂપથી કરી શકવું તેમના માટે ખૂબ મુશ્કેલ બની જતું હોય છે.

તમને જણાવી દઈએ કે જ્યારે તમારા પાસે સમય ઓછો હોય અને તમે ઘણા પ્રકારની સ્વાસ્થય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હોય કે પછી તમને એમ લાગતું હોય કે તમારે પોતાના કામની સાથે સાથે સ્વાસ્થય પ્રત્યે પણ ખૂબ વધારે સતર્કતા બતાવવી છર પરંતુ તમે સમય નથી કાઢી શકતા કે પછી સમય કાઢી શકવો ખૂબ વધારે મુશ્કેલ થતો જઈ રહ્યો છે.

તો એ વી પરિસ્થિતિમાં આજ અમે તમને અમુક ખૂબ જ મહત્વપૂર્ણ વાત જણાવવા જઈ રહ્યા છીએ જે ચોક્કસપણે તમને ખૂબ જ કામ લાગવાની છે અને તમારા સ્વાસ્થય માટે પણ ખૂબ લાભદાયક જણાવવામાં આવે છે. સવાર-સવારમાં કસરત કરવી એ તો ખૂબ સારી વાત માનવામાં આવે છે પરંતુ તેના માટે તમારે સમય પણ કાઢવો તેટલો જ જરૂરી છે, પરંતુ તેના સિવાય તમને આ પણ જણાવી દઈએ કે જો તમારા પાસે એટલો વધારે સમય નથી તો તમે ઘરમાં જ પોતાના બગીચામાં ઉભા રહીને કે પછી બેસીને તાળી વગાડી શકો છો.

જી હા, તાળી અને અમે કોઈ મજાક નથી કરી રહ્યા. હકીકતમાં તમને જણાવી દઈએ કે આમ તો આપણને બધાને તાળી વગાડવાનું ખૂબ સારું લાગે છે પરંતુ તાળી તમે લગભગ એ સમયે જ વગાડો છો જ્યારે તમે કોઈ વાત પર ખૂબ વધારે પ્રસન્ન થાવ છો કે કોઈની ખૂબી પર ખૂબ વધારે ઉત્સાહિત થઈ જાવ છો.આ તો હતી એક સામાન્ય પ્રકિયા પરંતુ જ્યારે તમે આના ફાયદા જાણી લેશો તો ચોક્કસપણે આગળ જ્યારે પણ ક્યારેય તાળી વગાડવાની તક મળશે તો તમે પણ તે તકને છોડવા નહિં ઈચ્છો. તો ચાલો આજ અમે તમને જણાવી દઈએ છીએ તાળી વગાડવાનાં અમુક ખૂબ સરસ ફાયદા.

તાળી વગાડવાનાં ફાયદા
. જાણકારી માટે જણાવી દઈએ કે એ ક સંશોધનમાં આ વાત સામે આવી છે કે તાળી વગાડવાથી તમારા અંદરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. માનવામાં આવે છે કે જ્યારે પણ તમે તાળી વગાડો છો તો તે દરમિયાન તમારા મનમાં એક ખૂશીની લહેર ઉઠે છે.

૨. આ સિવાય તમને આ પણ જણાવી દઈએ કે તાળી વગાડવાથી તમારી બન્ને હથેળીઓ વચ્ચે અંદરોઅંદર ઘસારો થાય છે જેનાથી તમારો રક્ત સંચાર પણ ખૂબ સારો થાય છે.૩.તમને આ પણ જણાવી દઈએ કે તાળી વગાડવાથી ઉત્પન્ન થયેલી ઉર્જા તમારા મન અને મગજમાં જાય છે જે તમને તમારા કોઈપણ પ્રકારનાં તણાવથી મુક્તિ અપાવે છે જેનાથી આજકાલ દરેક વ્યકિત ઘેરાયેલ રહે છે અને સાથે સાથે આનાથી તમને એક સારો અનુભવ પણ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ