આ લીલા લીલા પાંદડામાં છુપાયેલા છે આપણી ઘણી બિમારીઓનો ઉપચાર, જાણો આ 5 પાંદડાનાં ઘરેલું નુસ્ખા

પ્રકૃતિએ આપણી બિમારીઓ દૂર કરવા માટે આપણને ઘણી પ્રકારનાં પ્રાકૃતિક સમાધાન આપ્યા છે

લીલા પાંદડાવાળા શાકભાજીને હમેંશાથી સેહતનાં રાજા માનવામાં આવ્યા છે. ત્યાં સુધી કે ડોક્ટર્સ પણ લીલા શાકભાજીનાં ઉપયોગ પર વધું ભાર આપે છે. તેને પીસીને તેનું સેવન કરો કે જ્યૂસનાં રૂપમાં કે પછી પકાવીને ખાવું દરેક પ્રકારથી લીલા પાંદડાનું સેવન સ્વાસ્થય માટે ખૂબ લાભદાયક હોય છે.

પ્રકૃતિ એ પાંદડાનાં રૂપમાં ઘણી બિમારીઓનો ઈલાજ આપણને આપ્યો છે અને આપણે બસ તેને ઓળખવાની જરૂર હોય છે. તમને જણાવીએ છીએ કે પ્રકૃતિ એ આપણને ક્યા એ વા લીલા પાંદડા આપ્યા છે જે આપણા સ્વાસ્થય માટે લાભદાયક છે.

લીમડોફોડલા ફોડલીની સમસ્યા હોય કે પછી કોઈ પ્રકારનાં ડાઘ ધાબ્બા લીમડાનાં પાંદડા દરેક રીતે ફાયદાકારક હોય છે. ૧૦-૧૨ લીમડાનાં પાંદડાને પીસી લો અને સવારે ખાલી પેટ પી લો. તેનાથી ગરમીમાં ખંજવાળ દૂર થશે અને ચર્મરોગ પણ ખતમ થશે. લીમડાનાં પાંદડાને પાણીમાં ઉકાળીને માથું ધોવાથી ખોડો,જું અને લીખ વાળમાંથી ખતમ થઈ જાય છે જે વાળને ખરાબ કરે છે. જો તમને કોઈ પ્રકારની સંક્રમણ થઈ છે તો લીમડનાં પાનનો ઉપયોગ કરવો સારું માનવામાં આવે છે.

તુલસીતુલસી હિંદુ ધર્મમાં પૂજનીય હોય છે અને ઉપચાર તરીકે તેનું ખૂબ મહત્વ છે. ગરમીનાં દિવસોમાં તુલસીનાં ૮-૧૦ પાનને પીસીને ખાંડમાં મેળવીને પીવાથી લૂ નથી લાગતી. લૂ જે વ્યકિતને લાગી જાય છે તેના શરીરમાં નબળાઈ આવી જાય છે અને ભયંકર સમસ્યા થઈ શકે છે. એવામાં દરરોજ સવારે ખાલી પેટ તુલસીનાં ચાર પાન નિયમિત રૂપથી ખાવા. તેનાથી તમે કેન્સર જેવી ભયંકર બિમારીથી પણ બચેલા રહેશો.

બબૂલબબૂલનાં પાનને જો તમે દરરોજ ઉલાળીને તેને પાણીમાં ઉમેરીને કોગળા કરો છો તો તેનાથી તમારા દાંત અને પેઢા મજબૂત બને છે. ગરમીની ઋતુમાં ફોડલા ફોડલીની સમસ્યા પણ ખૂબ થાય છે. એવામાં બબૂલનાં પાનનો રસ કાઢીને સરસિયા તેલમાં ઉમેરીને ફોડલા ફોડલી વાળી જગ્યા પર લગાવી લેશો તો તેનાથી તમને રાહત મળશે અને ચહેરા પર ફોડલાથી થયેલા ડાઘ ધાબ્બા પર દૂર થશે. બબૂલનાં પાનમાં એવા ગુણ હોય છે જે કપાય ગયેલું અને ઈજાનાં ઘાવ પણ ભરી દે છે.

વડજો તમને અવારનવાર વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થતી રહે છે તો વડનાં પાન તમારા માટે ખૂબ ફાયદાકારક છે. વડનાં દૂધમાં એક લીંબુનો રસ ઉમેરીને માથામાં અડધા કલાક સુધી લગાવીને રહેવા દો. ત્યારબાદ માથું હળવા ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી વાળ ખરવાનું ઓછું થશે અને વાળને મજબૂતી મળશે સાથે જ તેમાં ચમક આવશે.

બોરડીબોરડીનાં પાંદડા અને લીમડાનાં પાંદડાને જીણા પીસી લો અને પછી તેની અંદર લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવી લો. ત્યારબાદ બે કલાક પછી વાળને ધોઈ લો. આમ કરવાથી નવા વાળ ઉગી આવે છે અને વાળ ખરવાનું બંધ થઈ જાય છે. સાથે જ તમે બોરડીનાં ફળનો ઉપયોગ કરો છો તો આનાથી તમને ઉંઘ સારી આવે છે. બોર ખાવાથી હાડકા મજબૂત થાય છે. સાથે જ વજન ઘટાડવા માટે પણ આ સારા માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ