આને કહેવાય ચમત્કાર: 1 વર્ષ પહેલાં તળાવમાં પડી ગયેલો આઇફોન યુવકને ચાલુ કન્ડિશનમાં મળતા જ થઇ એવી ખુશી કે…

આપણી કોઈ વસ્તુ ખોવાઈ જાય છે તો આપણે કેટલા બધા દુઃખી થઈ જઈએ છીએ. એ વસ્તુ ભલેને સસ્તી હોય. પરંતુ જો આપનો આઈફોન જેવો મોંઘો સ્માર્ટફોન તળાવમાં કે પછી ઊંડા પાણીમાં પડી જાય તો આપણે તો ખુબ જ દુઃખી થઈ જઈએ. આ લેખમાં અમે આપને આઇફોનને સંબંધિત એક ચમત્કારી ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઘટના વિષે જાણીને આપ પણ આશ્ચર્યચકિત થઈ જશો. ચાલો જોઈએ શું છે આ ઘટના.

image source

આ ઘટના તાઈવાન દેશમાં રહેતા એક નસીબદાર વ્યક્તિ સાથે થઈ છે. જે વ્યક્તિ સાથે આ ઘટના બની છે તે વ્યક્તિનું નામ શેન છે. શેનની પાસે અંદાજીત એક વર્ષ પહેલા આઈફોન 11 Pro મેક્સ સ્માર્ટફોન હતો. શેનનો ફોન તળાવના પાણીમાં પડી જાય છે જેના લીધે શેન પોતાના આઈફોનને પાછા મળવાની બધી જ આશાઓ છોડી દે છે. પરંતુ આઈફોન ખોવાઈ ગયાના એક વર્ષ પછી જયારે ફોન પાછો મળે છે ત્યારે શેનની ખુશીનો પાર રહેતો નથી અને શેન ખુબ જ ખુશ થઈ જાય છે.

image socure

તાઈવાન દેશમાં વર્તમાન સમયમાં પાણીની અછત જોવા મળી રહી છે જેના પરિણામે તાઈવાનની નદીઓ માંથી પણ પાણી સુકાઈ રહ્યું છે. આવા સમયે તાઈવાન દેશના આઈકોનીક લેક્માંનું એક લેક સન મુન લેકનું પાણી પણ ધીરે ધીરે સુકાવા લાગ્યું છે. એક સમય એવો પણ હતો જયારે આ સન મુન લેક પાણીથી ભરપુર રહેતું હતું પરંતુ અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, સન મુન લેકમાં હવે ફક્ત કીચડ જ જોવા મળે છે.

સુકાઈ ગયેલ તળાવ માંથી મળી આવે છે આઈફોન.

image source

શેન અંદાજીત ૧ વર્ષ પહેલા સન મુન લેક ફરવા માટે ગયા હતા. તે સમયે જ સન મુન લેકના પાણીમાં ભૂલથી શેનનો આઈફોન પડી જાય છે. ફોન પાણીમાં પડી જવાના લીધે શેનએ ફોન પાછો મળવાની કોઈ આશા રહી હતી નહી. પરંતુ ગયા અઠવાડિયે શેનને સન મુન લેકની સાર- સંભાળ રાખી રહેલ કર્મચારીનો ફોન આવે છે અને શેનને આઈફોન મળી આવવાની વાત કરે છે. આ વાતની જાણ થતા શેનને આ વાત એક સપના જેવી લાગી. પણ આશ્ચર્ય એ વાતનું થયું હતું કે, આઈફોન શેનને ચાલુ કંડીશનમાં મળ્યો હતો.

આઈફોન તેની પરફેક્ટ સ્થિતિમાં જ હતો.

image source

શેનનો આઈફોન એક વર્ષ સુધી સન મુન લેકના પાણીમાં રહ્યા છતાં પણ ખરાબ થયો હતો નહી. શેનએ પોતાને આઈફોન યથાવત સ્થિતિમાં પાછો મળ્યો તેની ખુશીમાં શેનએ પોતાની આ સ્ટોરી ફેસબુક પર શેર કરી દીધી છે. જો કે, શેન માટે આ ઘટના કોઈ ચમત્કાર કરતા ઓછી છે નહી. શેન પોતાના આઈફોનને ઘરે લઈને આવે છે અને આઈફોન પહેલાની જેમ જ કામ કરી રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!