એક રસ્તો બંધ થાય તો બીજો ખુલે એ આનું નામ, કાપડ ઉદ્યોગ બંધ થતા આ ઉદ્યોગે આપી અનેક લોકોને રોજગારી

એવું કહેવામાં આવે છે કે જો એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખુલે છે. કઈક આવુ જ ઉદાહરણ જોવા મળે છે, ઓદ્યોગિક શહેરની ઓળખ રાખનાર પાલીમાં. પ્રદૂષણની સમસ્યાને કારણે જ્યાં જિલ્લાનો કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યો છે ત્યાં બીજી તરફ બંગડીનો ધંધો પાલીની નવી ઓળખ થવા માંડ્યો છે. એટલું જ નહીં, આ નાના ઉદ્યોગની પડઘા દેશના ઘણા ભાગોમાં પડી રહ્યા છે.

image source

કહાની કઈત આ રીતે છે કે, જિલ્લામાં મુખ્ય ઉદ્યોગ તરીકેનો કાપડ ક્ષેત્ર પાલીના કેન્દ્રમાં હતો, પરંતુ જ્યારે પ્રદૂષણની સમસ્યાથી મુક્તિ મેળવવાની ઝુંબેશ શરૂ થઈ ત્યારે આ ઉદ્યોગ નાનો બનતો ગયો. એક સમયે જિલ્લામાં 1500 થી વધુ કાપડના કારખાનાઓ કાર્યરત હતા, પરંતુ પ્રદૂષણની સમસ્યાને કારણે હવે 500 થી ઓછા યુનિટ બાકી છે.

image source

આ ઉદ્યોગના પતનને કારણે, ઓદ્યોગિક શહેરની ઓળખ પર સંકટ ઉભુ થયું અને બીજી બાજુ કામદારો બેકાર બની ગયા. બાકી રહેલુ કામ કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા લોકડાઉને પુરૂ કરી દીધુ. જેના કારણે વધુ કામદારો સામે કટોકટી સર્જાઈ હતી. કામની શોધમાં અહીં તહી ભટકતા કામદારોને બંગડીના ધંધાએ નવો ટેકો આપ્યો. પાલી શહેરમાં બંગડી ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી નવા વિકલ્પ તરીકે વિકસિત થઈ રહ્યો છે.

મહિલાઓને રોજગારી મળી

image source

વિશેષ બાબત એ છે કે મહિલાઓની સુખાકારીના સંકેત તરીકે ગણાતા બંગડીના આ ઉદ્યોગને મહિલાઓને મોટી સંખ્યામાં રોજગારી આપી છે. મશિન વાળી ફેક્ટરીઓમાં બંગડી પાઈપ બનાવવાની સાથે સાથે કાપવાનું કામ પણ કરવામાં આવે છે, પરંતુ સેંકડો મકાનોમાં આ ઉદ્યોગને કારણે મહિલાઓને ઘરે બેઠા સ્ટોન લગાવવા સહિતના અનેક પ્રકારના કામો મળી રહ્યા છે. કાનપુર બંગડી ઉદ્યોગ માટે પહેલા પ્રખ્યાત હતુ, પરંતુ હવે પાલીનું નામ પણ લેવામાં આવી રહ્યું છે.

પાલીની બંગડીઓ દેશભરમાં ફેમસ

image source

પાલીમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, બંગડી કટીંગ મશીનોવાળી 2000 થી વધુ ફેક્ટરીઓ સ્થાપિત થઈ છે. ઘણા લોકોને રોજગારી મળી રહી છે, પાલીમાં બનેલી બંગડીઓ આખા દેશમાં લોકોની પહેલી પસંદ બની રહી છે. બંગડી કામદારોથી લઈને વેપારીઓનું કહેવુ છે કે સરકારે બંગડીના નાના પાયે ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ.

image source

અહીંના લોકોએ જે રીતે આ ઉદ્યોગને અપનાવ્યો છે તેનાથી પાલીમાં બનાવેલી બંગડીઓ દિલ્હી ચેન્નાઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતના સુરત સહિત દેશના ઘણા વિસ્તારોમાં લોકોની પસંદગી બની રહી છે. બંગડીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની માંગ છે કે અન્ય ઉદ્યોગોની જેમ જો આ નાના ઉદ્યોગને પણ સરકારનો ટેકો મળે તો આવનારા સમયમાં આ ઉદ્યોગ માત્ર પાલી જ નહીં પરંતુ રાજસ્થાનની પણ ઓળખ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!