મોંઘવારી કોઈનો પીછો નહીં છોડે, કોરોનાના વધતા કેસના કારણે પેટ્રોલ ડીઝલના ભાવને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર

પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેલના ભાવમાં વધારાથી જનતા પહેલેથી પરેશાન છે. હજી સુધી ભારત સરકાર તેલને વધેલા ભાવથી લોકોને વધારે રાહત આપી શકી નથી. આવી સ્થિતિમાં હવે બીજા એક સમાચાર સામે આવ્યો છે. કોવિડ -19 કેસમાં હાલમાં ભારે ઉછાળાથી વૈશ્વિક તેલ બજારમાં માંગ પુનની રિકવરી થવામાં વિલંબ થવાની સંભાવના છે.

image source

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ દ્વારા તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જો કે, તે નોંધ્યું છે કે સપ્લાયની તંગીને સુનિશ્ચિત કરવા ઓપેક પ્લસ કેપિંગ સપ્લાય સાથે, તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડના કેસમાં તાજેતરના ઉછાળાથી માંગ-પુન રિકરવરીમાં વિલંબ થવાની સંભાવના છે, ખાસ કરીને યુરોપમાં કોવિડની પરિસ્થિથિ અને લોકડાઉનને કારણે આ માહોલ ઉભો થયો છે.

image source

આમ માંગમાં વિલંબ થવાથી રિફાઈનરીઓ માટે કુલ માર્જિનમાં વિલંબ થઈ શકે છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના અહેવાલમાં પણ નોંધવામાં આવ્યું છે કે વૈશ્વિક તેલની માંગમાં રસી દ્વારા ચાલતી રિકવરી અને રિફાઇનરીઓનો કાયમી બંધ થવાનો અંદાજ છે અને વૈશ્વિક રિફાઇનરીનો ઉપયોગ કેલેન્ડર વર્ષ 20E કરતા કેલેન્ડર વર્ષ 21E માં 77.8 ટકા વધવાનો અંદાજ છે. કે જે 37 વર્ષના સૌથી નીચા 72.5 ટકાથી આગળ વધ્યું છે.

image source

અહેવાલમાં એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે વૈશ્વિક રિફાઇનરીનો ઉપયોગ ધીરે ધીરે કેલેન્ડર વર્ષ 22E માં 79.1 ટકા અને કેલેન્ડર વર્ષ 26E માં 80 ટકા સુધી વધી શકે છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે પહેલાની જેમ ઓદ્યોગિક એકમ હજી પરિસ્થિતિમાં પાછો ફર્યો નથી, જ્યારે હવે બીજી તરંગે ફરી ઉદ્યોગની ચિંતા વધારી દીધી છે.

image source

11 એપ્રિલના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90.56 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.87 રૂપિયા છે. મુંબઇમાં 11 એપ્રિલે પેટ્રોલ 96.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.96 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 90.77 રૂપિયા અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 83.75 રૂપિયા પર સ્થિર છે. ચેન્નઇમાં પેટ્રોલના ભાવ પણ લિટર દીઠ રૂ. 92.58 અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 85.88 રૂપિયા છે. બેંગ્લોરમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 93.59 રૂપિયા અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 85.75 ના સ્તરે સ્થિર છે.

image source

આ પહેલાં માર્ચ મહિનામાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવવધારાને કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પ્રધાને કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ક્ષણિક છે અને તેને ધીરે ધીરે ઓછો થઈ જશે. કોરોના મહામારીના સમયગાળા બાદ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકાર પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વસૂલી રહી છે. થોડા સમયમાં ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!